આ તે શી માથાફોડ !/૧૧૧. હરગિજ નહિ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૧૧૦. ચંપાનો નિશ્ચય આ તે શી માથાફોડ !
૧૧૧. હરગિજ નહિ
ગિજુભાઈ બધેકા
૧૧૨. માબાપો બોલે છે →


વખતે નોકરને ધમકાવો, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ. કદાચ અંદર અંદર પતિપત્ની લડી બેસો, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.

અનેક જાતની વ્યાવહારિક ચિંતાઓ પતિપત્નીને કરવાની જ હોય, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.

પોતે ગરીબ હો તો મનમાં સમજો ને મિત્રોને કહો, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.

બીજા ઉપરની ટીકા કરવાની કદાચ ભૂલ કરી બેસો તો ભલે, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.

અંદર અંદર તમારા ખાનગી જીવનની વાતો ભલે કરો, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.

લહેરમાં આવીને અલકમલકની ડોળો તો તમે જાણો, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.

અટપટી કુટિલ કપટનીતિની વાતો કરો તો ભોગ તમારા, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ. અફીણ દારૂ લેવાજ જ નહિ, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.

અંગત કુટેવો રખાય જ નહિ, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.

અંગત ખાનગી જીવન સૌને હોય પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ. બાળકોને પરણાવવા પશટાવવાની બાબતમાં વાતો ડોળો, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.