આ તે શી માથાફોડ !/૩૦. ના પાડે છે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૨૯. નિશાળે ન જવા માટે આ તે શી માથાફોડ !
૩૦. ના પાડે છે
ગિજુભાઈ બધેકા
૩૧. બાપુપાસે જવું છે →


મને ગલૂડિયું રમાડાવું બહુ ગમે છે પણ બા કહે છે: "આપણે ગલૂડિયું ન રમાડાય."

મને મંછા સાથે રમવું બહુ ગમે છે પણ બાપા કહે છે : "આપણે મંછા સાથે ન રમાય."

મને શાક સુધારવું બહુ ગમે છે પણ મોટી બેન કહે છે : " તારાથી શાક ન સુધારાય."

મને જોડા ગોઠાવવા બહુ ગમે છે પણ ગોઠવવા જાઉં ત્યારે કાકા કહે છે : "આપણે જોડા ન ગોઠવાય".

હું ગલૂડિયે રામતો હતો. બા કહે : "એની સાથે ન રમ; એ કરડકણું છે."

હું મંછા ભેગો રમતો હતો. બાપા મને કહે : "હમણા એની ભેગો ન રમ; એને ખસ થઈ છે."

હું શાક સુધારવા જતો હતો મોટી બેન કહે : " એ છરીએ ન સુધારતો; એ તાજી સજાવેલી છે."

હું જોડા ગોઠવવા બેઠો. કાકા કહે : "હમણાં ન ગોઠગતો; નહાતી વખતે ગોઠવજે."