આ તે શી માથાફોડ !/૫૫. એ મને ન ગમે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૫૪. તમને હોંશ થઈ આ તે શી માથાફોડ !
૫૫. એ મને ન ગમે
ગિજુભાઈ બધેકા
૫૬. બા, દાડમ આપને ? →


બાપા બાને વઢે ને બા બાપાનું મોઢું તોડી લે, એ મને ન ગમે.

બાપા બધાને રોફ મારે ને બા બિચારી કામ કરે, એ મને ન ગમે.

બા બેઠી બેઠી વાંચ્યા કરે ને બાપા ઘરમાં કામ કરે, એ મને ન ગમે.

બા મારી ભેર તાણે ને બાપા મને વઢે, એ મને ન ગમે.

બાપા મારી ભેર તાણે ને બા મને વઢે, એ મને ન ગમે.

બા બેન પાસે કામ કરાવે ને મને કહેશે પાઠ કર, એ મને ન ગમે.

બાપા બેનને રમાડે ને મને બધું કામ ચીંધે, એ મને ન ગમે.

બા બેનને વખાણે ને મને કહેશે 'અળખામણો', એ મને ન ગમે. બા મને ડાહ્યો કહે ને બેનને બા ગાળ દે, એ મને ન ગમે.