લખાણ પર જાઓ

આ તે શી માથાફોડ !/૧૫. એં...એં...એં...

વિકિસ્રોતમાંથી
← ૧૪. વરસાદનો આનંદ આ તે શી માથાફોડ !
૧૫. એં...એં...એં...
ગિજુભાઈ બધેકા
૧૬. બાએ મને મારી →


: ૧૫ :
૧૫. એં...એં...એં...

એં....એં....એં....
શું થયું ?
પડી ગઈ.
ક્યાંથી ?
હીંચકેથી
તે ?
લાગ્યું.
ચાલ ફરી ચડવું છે ?
હા.
ચાલ ત્યારે.
એક મોટો હીંચકો નાખો

એં....એં....એં....
શું થયું ?
છરી વાગી.
ક્યાંથી ?
શાક સુધારતો હતો
રોયા, ના નો'તી પાડી ?
એં....એં....એં....
રડે છે શું ? હાથ કાપ્યો
છે ને લાજતો નથી ?
મૂકી દે છરી. જો કોઈ
દિ' લીધી છે તો !

એં....એં....એં....
રોતો કેમ આવ્યો ?
રસુએ મને માર્યો.
હશે; રમતાં લાગીયે
જાય. એમાં શું ?

એં....એં....એં....
રોતો કેમ આવ્યો ?
મનુએ મને પછાડ્યો.
એને પછાડવો'તો ને,
રોયા માલ વિનાના !