આરોગ્યની ચાવી
આરોગ્યની ચાવી મોહનદાસ કરમચંદ ગાંધી ૧૯૪૮ |
પ્રકાશકનું નિવેદન → |
આરોગ્યની ચાવી
ગાંધીજી
નવજીવન પ્રકાશન મંદિર
અમદાવાદ – ૩૮૦ ૦૧૪
ચાર રૂપિયા
© નવજીવન ટ્રસ્ટ, ૧૯૪૮
પહેલી આવૃત્તિ, સન ૧૯૪૮ : પ્રત ૧૦, ૦૦૦
અગિયારમું પુનર્મુદ્રણ, પ્રત ૫, ૦૦૦, નવેમ્બર, ૧૯૯ ૬
કુલ પ્રત : ૧, ૨૭, ૦૦૦
મુદ્રક અને પ્રકાશક
જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ
નવજીવન મુદ્રણાલય, અમદાવાદ ૩૮૦ ૦૧૪
પ્રકાશકનું નિવેદન
ગાંધીજીની આ નાનકડી ચોપડીનો મજેદાર ઇતિહાસ છે; જેનું ટૂંકમાં કથન તેઓશ્રીએ પોતે જ આ ચોપડીના 'પ્રાસ્તાવિક' પ્રકરણમાં કર્યું છે.
એમાં કહ્યા પ્રમાણે, આ ચોપડી आरोग्य विषे सामान्य ज्ञान નો નવે દેહે અવતાર છે, એમ કહી શકાય. તેઓશ્રીએ આ ચોપડીનાં પ્રકરણ ઈ.સ. ૧૯૪૨-૪૪ના જેલનિવાસ દરમિયાન લખ્યાં હતાં. અને પુસ્તકનું લેખનકામ ઉકેલવાને માટેની એમની સામાન્ય પદ્ધતિ પ્રમાણે, રોજ થોડું થોડું કરીને તે કામ પૂરું કર્યું છે. પુસ્તકમાં તે તારીખો ઉતારી છે.
આ તારીખો પરથી જણાશે કે, આ ચોપડી ૧૮-૧૨-'૪૨ના રોજ પૂરી થઈ હતી. તો પછી તે આટલી મોડી અને એમના ગયા બાદ કેમ બહાર પડે છે? તેનું કારણ કહેવું જોઈએ. ગાંધીજીને મન, તેમના આ લખાણનો વિષય એટલો મહત્ત્વનો હતો કે, તે એને પ્રસિદ્ધ કરવામાં થોભવાનું પસંદ કરતા. તેમને મન આરોગ્ય એક યોગ-સાધના જ હતી, એમ કહેવામાં કાંઇ ખોટું નથી. ઇ.સ. ૧૯૪૨થી તેઓ આ લખાણને પોતાની પાસે રાખતા અને નવરાશ પ્રમાણે ફરી ફરી જોતા રહેતા. રોજ વધતા જતા પોતાના અનુભવનો છેવટનો નિચોડ એમાં આપી શકું તો કેવું સારું! - એમ એમને થતું. હું એ ચોપડી છાપવા માટે અનેક વાર એમને પૂછતો; પણ તે પોતાની વૃત્તિને વળગી જ રહેવાનું પસંદ કરતા. આથી છેવટે તે ગયા પછી જ હું એ લખાણનો હાથલેખ મેળવી શક્યો.
મૂળ તેમણે ગુજરાતીમાં લખ્યું. જેલમાં જ એનો અંગ્રેજી તથા હિંદુસ્તાની, અનુવાદ તૈયાર કરાવી પોતે જોઈ ગયા. એમને મન આ ચોપડી કેટલી કીમતી હતી એનુંય સૂચક આ ગણાય. આનું કારણ છે - ગાંધીજીને મન શરીર અને તેનું આરોગ્ય ભોગ કે ઇંદ્રિયારામની વસ્તુ નહોતું. પણ માનવજીવનની સફળતાનું ઈશ્વરે બક્ષેલું સર્વોત્તમ સાધન હતું. અને એની સફળતા એ વડે ઇશ્વર અને તેની સૃષ્ટિની સેવા કરવી, એ હતી. આ કરવાને માટે શરીર તેનું આદ્ય સાધન છે. તેથી તે કેવી રીતે સાબૂત રાખવું, તે વિશેની આ અનુભવ-પૂત ચોપડી ગાંધીજીની લખેલી પહેલામાં પહેલી અને છેલ્લ્લામાં છેલ્લી આપણને ભેટ છે. એમના જીવનને યાદ કરીને ચાલવામાં એ સદાય આપણને પ્રેરો.
૧-૯-'૪૮
અનુક્રમણિકા
પ્રકાશકનું નિવેદન | ૩ | |
વિષય સૂચિ | ૫ | |
પ્રાસ્તાવિક | ૧૨ |
ભાગ પહેલો
૧. | શરીર | ૧ |
૨ | હવા | ૪ |
૩ | પાણી | ૬ |
૪ | ખોરાક | ૭ |
૫ | મસાલા | ૧૭ |
૬ | ચા, કૉફી, કોકો | ૧૮ |
૭ | માદક પદાર્થો | ૨૦ |
૮ | અફીણ | ૨૩ |
૯ | તમાકુ | ૨૫ |
૧૦ | બ્રહ્મચર્ય | ૨૭ |
ભાગ બીજો
૧ | પૃથ્વી એટલે માટી | ૩૫ |
૨ | પાણી | ૩૯ |
૩ | આકાશ | ૪૭ |
૪ | તેજ | ૫૦ |
૫. | વાયુ - હવા | ૫૨ |
વિષયસૂચિ
ભાગ પહેલો
૧. શરીર
|
|
૨. હવા
|
|
૩. પાણી
|
|
૪. ખોરાક
|
|
|
|
|
|
૫. મસાલા
|
|
૬. ચા, કૉફી, કોકો
|
|
૭. માદક પદાર્થો
|
|
|
|
૮. અફીણ
|
|
૯. તમાકુ
|
|
૧૦. બ્રહ્મચર્ય
|
|
|
|
ભાગ બીજો
૧. પૃથ્વી એટલે માટી | ૩૫-૩૮ |
|
|
૨. પાણી | ૩૯-૪૬ |
|
|
|
|
૩. આકાશ
|
|
૪. તેજ
|
|
૫. વાયુ-હવા
પહેલા ભાગનું બીજું પ્રકરણ જુઓ.
પ્રાસ્તાવિક
आरोग्य विषे सामान्य ज्ञान નામના મથાળા હેઠે મેં ઇન્ડિયન ઓપીનિયન વાંચનારાઓને સારુ દક્ષિણ આફ્રિકામાં સન ૧૯૦૬ની इन्डियन ओपीनियन પ્રકરણો લખેલાં. તે છેવટે પુસ્તકાકારે પ્રગટ થયેલાં. એ પુસ્તક હિન્દુસ્તાનમાં તો કોઇ જ જગ્યા એ મળતું. હું દેશમાં પાછો ફર્યો ત્યારે એ પુસ્તકની બહુ માગણી થઈ. કૈ૦ સ્વામી અખંડાનંદજીએ તે છપાવવાની ઇચ્છા બતાવી. તેના તરજુમા હિંદની ઘણી ભાષામાં થયા. અંગ્રેજી તરજુમો પણ કોઇ ભાઇએ પ્રગટ કર્યો. એ પશ્ચિમમાં પહોંચ્યો. તેના યુરોપની ભાષામાં તરજુમા થયા. પરિણામ એ આવ્યું કે, મારું કોઈ લખાણ પશ્ચિમમાં કે પૂર્વમાં એટલું લોકપ્રિય નથી થવા પામ્યું જેટલું મજકૂર પુસ્તક. આનું કારણ હું આજ લગી સમજી નથી શક્યો. મેં એ પ્રકરણો સહેજે લખેલાં. મારી પાસે એની ખાસ કદર ન હતી. એ પુસ્તકની નવી આવૃત્તિની માગણી ઘણા મિત્રો તરફથી થઈ છે, જે રૂપે મેં મૂળ લખ્યું છે તેમાંના વિચારોમાં કંઈ ફેરફાર થયો છે કે નહીં, એ જાણવાની ઈચ્છા અનેક મિત્રોએ દર્શાવી છે. આજ લગી મને એ ઇચ્છાની તૃપ્તિ કરવાનો સમય જ નહોતો મળ્યો. એ અવસર આજે આવ્યો છે. તેનો લાભ લઈને એ પુસ્તક છેક નવું જ લખી રહ્યો છું. મૂળ પુસ્તક મારી પાસે નથી. આટલાં બધા વર્ષોના અનુભવની અસર મારા વિચારો ઉપર પડ્યા વિના નહીં રહી હોય. પણ જેણે મૂળ વાંચ્યું હશે તે જોશે કે, મારા આજના વિચારોમાં ને ૧૯૦૬ની સાલના વિચારોમાં મૌલિક ફેરફાર નથી થયો.
આ પુસ્તકને નવું નામ આપ્યું છે: आरोग्यनी चावी ધ્યાન દઈને વાંચનારનેં અને પુસ્તકમાં આપેલા નિયમોનો અમલ કરનારને આરોગ્ય જાળવવાની ચાવી મળી રહેશે ને તેને દાક્તરોના, વૈધોના કે હકીમોના ઉંબરા નહીં ભાંગવા પડે, એવી આશા હું બંધાવી શકું છું.
યરવડા,
૨૭-૭-'૪૨