સભ્યની ચર્ચા:Maharshi675

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

સુસ્વાગતમ્[ફેરફાર કરો]

સુસ્વાગતમ્ મહર્ષિભાઈ! આપણા જૂના સૌ વિકિપીડિયનોને અહિં એક જ ફલક પર ફરીથી પાછા ફરેલા જોઈને ખરેખર આનંદ થાય છે. આશા રાખું છું કે ભલે કામની વ્યસ્તતા રહી, વખતો વખત અમને દર્શન દેતા રહો. હું તો આશા રાખું કે પહેલાની જેમ રોજેરોજ --Dsvyas (talk) ૧૩:૫૬, ૩ એપ્રિલ ૨૦૧૨ (IST)મળો.

સીતારામ, પધારો પધારો...આનંદોત્સવ અમ આંગણે... સમયે સમયે મળતા રહેજો એજ મારી તમને અરજ્ !!! --જીતેન્દ્રસિંહ (talk) ૧૭:૫૧, ૧૪ એપ્રિલ ૨૦૧૨ (IST)

ભદ્રંભદ્ર[ફેરફાર કરો]

નમસ્કાર મહર્ષિભાઇ અવકાશ નહિ અત્યારે તો મોટાભાગે શૂન્યાવકાશ છે અને તેને પૂરવા આપ જેવા મદદકર્તાઓની જરૂર છે માટે આપ મને vyom73163@hotmail.com એક ટેસ્ટ મેઇલ મોકલો કે જેથી હું આપને મેઇલ દ્વારા પ્રકરણો મોકલી શકું. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૫૯, ૩ મે ૨૦૧૨ (IST)

નમસ્કાર વ્યોમભાઇ, મેઇલ મોકલેલ છે... વિગત પાથવશો.. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૨૨:૧૫, ૩ મે ૨૦૧૨ (IST)
પ્રકરણ-૧૫ આપને મેઇલ કરેલ છે. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૩૪, ૩ મે ૨૦૧૨ (IST)
મહર્ષિભાઈ ક્યાં ખોવાયા છો?--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૫૯, ૨૩ મે ૨૦૧૨ (IST)
વ્યોમભાઇ, ખરાદિલ થી માફી માગુ છું કે લિધેલું કામ સમયસર પુરું નથી કરી શક્યો કારણકે હમણા જોબ પર સારું એવું કામ રહે છે. ભદ્રંભદ્ર પર થોડું કામ કરેલું, સ્કેન કરેલા પાના પર કદાચ છેલ્લિ લિટિ કપાઇ ગયેલ આપ જોઇ જશો. અધુરું કામ એકદ અઠવાડિયા પછિ હાથ ધરી શાકય તેવું છે. તેથી બને તો કોઇ બીજાને પન તે પ્રકરણમાં જોડાવાનો અવકાશ છે. હું પ્રયત્ન કરીશ... સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૩૭, ૨૪ મે ૨૦૧૨ (IST)
અરે મહર્ષિભાઈ આ કામ આપનું જ છે અને આપ જ આપના ફુરસદના સમયમાં પૂરું કરશો. આપણે આ કામ આપણી મરજીથી અને ફાજલ સમયમાં કરીએ છીએ માટે હું તો એમ જ આપને પૂછતો હતો. આપણે જલદી પૂરું કરી ક્યાં ભાગવું છે, આરામથી સમય મળે ત્યારે આપ જ કામ પૂરું કરજો. કેરીની આ મોસમમાં હું જૂનાગઢીયો થઈને એક જ વાત કહીશ ઉતાવળે આંબા ન પાકે. છેલ્લી લીટી જો કપાઇ ગઈ હશે તો હું ઉમેરી દઈશ. સીતારામ...--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૧૪, ૨૪ મે ૨૦૧૨ (IST)
છટકવા નહીં દ્યો એમ ને? મજાક કરું છું... કામ આગળ ધપાવિશ.. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૬:૪૬, ૨૫ મે ૨૦૧૨ (IST)

આરોગ્યની ચાવી[ફેરફાર કરો]

મહર્ષિભાઈ, આપને ઈ-મેલ દ્વારા આપના યાહુ આઈ. ડી. પર પુસ્તકનું પ્રાસ્તાવિક મોકલી આપ્યું છે. --Sushant savla (talk) ૧૮:૦૪, ૪ જૂન ૨૦૧૨ (IST)

આભાર[ફેરફાર કરો]

આજે ગાંધીજીના આ પુસ્તક આરોગ્યની ચાવીનું લેખન પૂર્ણ થયું છે. જયશ્રીબેન અને અશોકભાઈ સાથે આપનો આ કાર્યમાં સુંદર સહકાર સાંપડ્યો છે. આપના સહકાર માટે ખૂબ ખૂબ આભાર. હવે ઝટપટ પ્રૂગ રીડિંગ કરી દઈશ જેથી નવી પરિયોજના પર હવે કાર્ય કરી શકાય. --Sushant savla (talk) ૨૨:૧૪, ૧૮ જૂન ૨૦૧૨ (IST)

"અનાસક્ત યોગ"[ફેરફાર કરો]

મહર્ષિભાઈ પુસ્તક લાવવવા માટે સૌ પ્રથમ તો તે કોપીરાઈટની બહાર છે. તેની ખાત્રી કરી લેવી. ત્યાર બાદ હાલમાં અહીં બે પ્રકારે પુસ્તક ચડાવાય છે (૧) નિજી અને (૨) સહકારી ધોરણે. સહકારી ધોરણે પુસ્તક ચઢાવવા માટે તેનો સુઝાવ ચોતરા (ચર્ચાપત્ર)પર અપાય છે અને તેને અન્ય સભ્યોના મતો વડે સ્વીકારાય તો તે પરિયોજના બને છે. તે પરિયોજનાનો વ્યવસ્થાપક નિમાય છે. જેની મુખ્ય જવાબદારી પ્રકરણ સ્કેન કરી સભ્યોને મોકલવા, પ્રૂફરીડિંગ ચકાસવાની અને સાથે પરિયોજનામાં સહકાર્યની પણ હોય છે. નિજી ધોરણે સભ્ય એકલો તેના મનગમતા પુસ્તકની શરૂઆત કરી શકે છે. તેમાં સૌ પ્રથમ અનુક્રમણિકા રચી તેના પ્રકરણોના નામ લિંક સ્વરૂપે [[ ]] મૂકી દેવા અને જેતે પ્રક્રરણ પર ક્લીક કરી તે રચતા જવું. અન્ય સભ્યોને તેમાં રસ જાગશે તો તેઓ જોડાશે. જો આપને આ પુસ્તક સહકારી ધોરણે પરિયોજના સ્વરૂપે લાવવાની ઇચ્છા હોય તો ચોતરા પર સુઝાવ મુકશો. હાલમાં અશોકજી દ્વારા મિથ્યાભિમાન નામના દલપતરામના નાટક નો પ્રસ્તાવ છે. તે ચઢાવી લેવાય બાદ આપના વ્યવસ્થાપન હેઠળ "અનાસક્ત યોગ" પુસ્તક મૂકી શકાય. ચોપડીના મુખ પૃષ્ઠ ને સૌ પ્રથમ સ્કેન કરી ને આપણે વિકિ કોમન્સ પર ચઢાવીએ છીએ. અને ત્યાંથી તેને અહીં લઈ આવીએ છીએ. મેં બધા મુદ્દા આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. આ સિવાય કોઈ વાત રહી ગઈ હોય અને વધુ માહિતી જોઈએ તો જરૂર જણાવશો. "અનાસ્કત યોગ" જેવું પુસ્તક ચઢાવતા આધ્યાત્મિક રસ આપણા સ્રોતમાં ઉમેરાશે. આપનો સુઝાવ સરસ છે. આપણે તેના પર કાર્ય કરીશું. --Sushant savla (talk) ૦૯:૨૯, ૧૯ જૂન ૨૦૧૨ (IST)

ભદ્રંભદ્ર[ફેરફાર કરો]

CargoNet Di 12 Euro 4000 Lønsdal - Bolna.jpg ભદ્રંભદ્ર
મને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી પરિયોજના ભદ્રંભદ્ર પૂર્ણ થઈ. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. આપનો આભાર માનવા સાથે હું એટલું જ કહીશ કે આપણે એક નાનકડું સીમાચિહ્ન વટાવ્યું છે. રાહમાં ગમે તેટલી મુસીબતો આવે આપણે આગળ વધતા રહેવાનું છે જે બાજુનું ચિત્ર સમજાવે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૨૫, ૨૩ જૂન ૨૦૧૨ (IST)

મેઘાણીની નવલિકાઓ[ફેરફાર કરો]

નવું પ્રકરણ મોકલશોજી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૧૩, ૨ જુલાઇ ૨૦૧૨ (IST)

નવું પ્રકરણ મેઇલ કરશોજી...--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૪૧, ૩ જુલાઇ ૨૦૧૨ (IST)
પ્રકરણ ૧૬. કેશુના બાપનું...પૂર્ણ થશે...નવું પ્રકરણ મોકલશોજી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૦૯, ૯ જુલાઇ ૨૦૧૨ (IST)
નવું પ્રકરણ મોકલશો. --Sushant savla (talk) ૦૯:૪૧, ૧૬ જુલાઇ ૨૦૧૨ (IST)
નવું પ્રકરણ મોકલશો--Sushant savla (talk) ૨૦:૨૫, ૨૬ જુલાઇ ૨૦૧૨ (IST)
"લાડકો રંડાપો" પૂર્ણ. નવું પ્રકરણ કે કંઈ બાકી રહ્યું હોય તે મોકલશોજી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૦૫, ૩૦ જુલાઇ ૨૦૧૨ (IST)
આ તો યાર કાથરોટ ભરીને લાડવા ઝાપટવા વાળાને પાણીપુરીની પ્લેટ જેવું થયું ! :-) પ્ર. ’મેઘાણી સાહિત્ય’ પૂર્ણ થયું. હવે અમારે લાયક સેવા ફરમાવો. (પેલા ગુજરાતી OCR વિષયે મથામણ કરું છું, સફળતા મળશે તો આપણે ઘણું ઝડપી કામ કરી શકીશું. જાણ કરીશ.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૫૩, ૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
નવું પ્રકરણ મોકલશો. શક્ય હોય તો કરુણાંતિકા ન હોય તેવું! કરુણ અંત વાંચીને મન ખિન્ન થઈ જાય છે! :( --Sushant savla (talk) ૨૨:૨૦, ૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
ભાઇ સુશાંત, હ્રદયને સ્પર્શે નહિં તો મેઘાણી નહિં. એ તો વાત છે. મેઘાણી સાહિત્ય જીવન મોકલ્યું છે. હાલ હવે ફક્ત ૨ જુ જ પ્રકરણ બાકી છે જે ધવલભાઇ સત્વરે પતાવી દેવાના છે. બાકી અશોકભાઇ ને એક પ્રકરણ મોકલાઇ ગયેલ છે. અન્ય સભ્યોને ખંડ-૧ ના પ્રકરણ મોકલશો તો પણ સારું રહેશે. સીતારામ... મહર્ષિ
આભાર, મહર્ષિભાઈ!--Sushant savla (talk) ૦૯:૩૬, ૨ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
સુશાંતભાઈ આ જ કારણસર તેમણે પોતે જ ડોશીમાની વાતો નામનું પુસ્તક પોતાના જ હાથે જ નષ્ટ કરેલું. માટે હાલમાં તે પુસ્તકની પાંચ કે છ જ વાર્તા મળે છે અને તે પણ દાદાજીની વાતો પુસ્તકમાં સમાવેશ કરેલ છે. આ વાત શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ દાદાજીની વાતો પુસ્તકની એક આવૃત્તિમાં જણાવેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૧૩, ૨ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
વ્યોમ આ તો નવી વાત જાણવા મળી. મહર્ષિ, સાહિત્ય જીવન પૂર્ણ થઈ ગયું. હવે શું આદેશ છે? મને પ્રકરણ ૬ વિશે આશંકા છે. શું તે કોઈને અપાઈ ગયું છે? જો તેમ હોય તો ઉપર તમે જણાવ્યું કે ખંડ ૧ પર કાર્ય ચાલુ કરીએ?--Sushant savla (talk) ૨૨:૦૨, ૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

સાચી વાત છે. વ્યોમ ભાઇ એ સરસ વાત કહિ. એ પાચ વાર્તા પણ જો મળે તો પણ મજા આવે. પ્રકરણ ૬ અશોકભાઇ એ હાથ લીધું છે. બને તો જલ્દીથી ખંડ - ૧ પર કામ ચાલું કરી દઈયે. બહુ આતુરતા છે. બને તો બધા સભ્યોને પ્રકરણો વહેચી આપો એટલી વારમાં હું પ્રુફ રિડીંગ પર લાગુ અને બાકી ના પ્રકરણો પુરા કરવાનો પ્રયત્ન કરું. અન્ય એક રીત કે ડ્રોપબોક્સ પર પ્રક્રરણો મુકી અને દરેકની લિંક જે-તે પ્રકરણમાં મુકવું જેથી જ્યારે પ્રકરણ પર કામ પુરું થાય એટલે તુરત જાતે જ હાથ લઈ શકે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૩:૦૯, ૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

ડ્રોપબોક્સનો વિચાર સારો છે. પણ એમ કરતાં એક જ વાતનું ધ્યાન રાખવું કે કોઈ એક પ્રકરણ પર એક કરતાં વધુ લોકો ભૂલથી કામ ન કરે. મને તો ડ્રોપબોક્સ વાપરવાની અનુકૂળતા છે અન્ય સભ્ય પણ જો પોતાના વિચાર જણાવે તો આ દિશામાં ચોક્કસ આગળ વધી શકાય.--Vyom25(મને વ્યોમ કહો) ૦૧:૦૮, ૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
દરિયાપરી પ્રકરણ પૂર્ણ થઈ ગયું છે અને મિત્રો સુખદ અંત વાળી વાર્તા છે. મજા આવી ગઈ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૩૪, ૧૭ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
સોરી મહર્ષીભાઇ, ખરાદિલ થી માફી માગુ છું કે લિધેલું કામ સમયસર પુરું નથી કરી શક્યો કારણકે હમણા અમે વેલી ઓફ ફ્લાવર્સ ના ટ્રેકીગ પર ગયા હતા તેથી મોડું થયુ. હવે ગાડી આગળ્ ચાલશે.Dkgohil (talk) ૧૧:૫૪, ૨૨ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
મહર્ષિ,(Addressing u with out any formality)" દરિયાપરી" અંતિમ પ્રકરણની કોપી મને મોકલાવી દેજે ને મારી તે વાંચવાની રહી ગઈ હતી, તે સાથે સાથે ભૂલ-શુદ્ધિ પણ કરી લઈશ. - સુશાંત --૧૭:૫૬, ૨૨ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

મેઘાણીને નવલિકાઓ ખંડ ૧[ફેરફાર કરો]

મહર્ષિ, હમણા ખંડ ૨ની ભૂલશુદ્ધિ પક્રિયા ચાલુ છે માટે હમણા કોઈ પ્રકરણ તને નથી મોકલતો. જ્યારે તે પતે ત્યારે જણાવજે. ત્યાં સુધી અમે ખંડ ૧ગાડું હલાવ્યે રાખીશું.--Sushant savla (talk) ૨૦:૫૦, ૩૦ ઓગસ્ટ ૨૦૧૨ (IST)

મેઘાણીને નવલિકાઓ ખંડ ૨[ફેરફાર કરો]

મારું પ્રકરણ પુરૂ થઇ ગયું છે. હવે આગળ... જણાવશો. ‍‍‍‍

રક્ત ટપકતી સો સો ઝોળી[ફેરફાર કરો]

કૃપયા ચર્ચા:રક્ત ટપકતી સો સો ઝોળી (ઝવેરચંદ મેઘાણી) જુઓ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૪, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

આપનો મત[ફેરફાર કરો]

મહર્ષિભાઈ, સભાખંડમાં ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ચર્ચા ચાલી રહી છે તેમાં આપના મતની આવશ્યકતા છે. આપ જરા જોઈ જશો?--Dsvyas (talk) ૦૧:૪૪, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

મહર્ષિભાઈ, તમે મત આપતી વખતે લોગ‌ઇન થયા નથી, અને પરિણામે સહિમાં તમારું નામ આવવાને બદલે આઇ.પી. સરનામું નોંધાયું છે, જેને કારણે શક્ય છે કે મત અમાન્ય ગણાય. જો સમય મળે તો લોગ‌ઇન થઈને, સહિ ઉમેરશો તો આપનો મત વેડફાતો બચી જશે.--Dsvyas (talk) ૦૨:૦૮, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

અભિનંદન[ફેરફાર કરો]

મહર્ષિભાઈ, આપશ્રીના નેતૃત્વ હેઠળ આજે પરિયોજના મેઘાણીની નવલિકાઓ ખંડ - ૨ સફળતા પૂર્વક પૂર્ણ થઈ છે. તે બદ્દલ આપને ખૂબ ખૂબ અભિનંદન. --Sushant savla (talk) ૦૯:૩૬, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

મહર્ષિભાઈ આપના નેતૃત્વ હેઠળ આ અદ્ભુત કૃતિ આપણા સંગ્રહમાં ઉમેરાણી તેના માટે ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ.--Vyom25(મને વ્યોમ કહો) ૦૯:૫૬, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
ભાઈ મારા અભિનંદન પણ સ્વિકારશોજી. ||અભિનંદન||. અને વળી કોઈક નવી કૃત્તિ શોધી પણ રાખજો !! ધન્યવાદ. (ઉપર ખંડ-૨ ના હોવું જોઈએ ? ખંડ-૧ તો સુશાંતભાઈએ સંભાળ્યો છે !!)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૨૦, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
હવે સુધાર્યું છે ધ્યાન દોરવા બદ્દલ્ આભાર. --Sushant savla (talk) ૨૧:૦૧, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
ભાઈ મહર્ષિ, આ કૃતિના સફળ સંચાલન તેમ જ તેની પૂર્ણતા મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તેમ જ ગુજરાતી લોકો બદલ મારા તરફથી ધન્યવાદ.--સતિષચંદ્ર (talk) ૧૪:૩૦, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
ખૂબ ખૂબ અભિનંદન મહર્ષિભાઈ તમને. તમારા નેતૃત્ત્વમાં આ સુંદર પરિયોજના સફળ થઈ અને તે પણ મારા જેવા ઢીલાઢાલા સહાયકો સાથે. મારા કારણે જે મોડું થયું છે તે બદલ ક્ષમાપ્રાર્થી છું.--Dsvyas (talk) ૧૮:૫૮, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

અનાસક્ત યોગ[ફેરફાર કરો]

ભાઈશ્રી મહર્ષિ, નમસ્કાર. વધુમાં નવરાશના સમયમાં કાર્ય સોંપ્યું તે બદલ આભાર. હવે આ પ્રકરણ કે એના પછીનું પ્રકરણ મોકલશો જેથી હું ધીરે ધીરે આ કાર્ય આગળ ધપાવતો રહું.--સતિષચંદ્ર (talk) ૨૩:૨૧, ૧૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST) ભાઈશ્રી મહર્ષિ, નમસ્કાર. તમારું મોકલાવેલ ભાથું મળી ગયેલ છે. છૂટક-જથ્થાબંધની ચિંતા ના કરશો, એમાં કાંઈ જ તકલીફ નથી. વધુમાં અનાસક્તિયોગ/૧. અર્જુન-વિષાદ-યોગ પ્રકરણ પૂર્ણ થયેલ છે, જેની સમય મળ્યે ભુલ-શુદ્ધિ પ્રક્રિયા પૂર્ણ કરી દેશો. આભાર.--સતિષચંદ્ર (talk) ૧૧:૨૩, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)

ઓખાહરણ:ધન્યવાદ[ફેરફાર કરો]

Dainsyng.gif શ્રી.મહર્ષિભાઈ, આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના ઓખાહરણ સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૪૬, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)

કલાપી નો કેકારવ[ફેરફાર કરો]

શ્રી.મહર્ષિભાઈ, નવી પરિયોજના માં જોડાવની નેમ છે.તો કાવ્યો મોકલી આપશો.‍‍‍‍Dkgohil (talk) ૦૦:૦૧, ૨૯ ઓક્ટોબર ૨૦૧૨ (IST)

One Tip[ફેરફાર કરો]

મહર્ષિ, જો આપ <poem> અને </poem> વચ્ચે આપની કવિતા લખશો તો આપને દર વખેતે break - <br> </br> વાપરવાની જરૂર નહિ રહે. --Sushant savla (talk) ૧૫:૫૯, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)

ફક્ત શરૂઆતમાં <poem> લખીને ચાલુ કરવાથી પણ કામ થઈ જશે, અંતમાં </poem> ઉમેરવાની આવશ્યકતા નથી.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૩૨, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)

ભાઇ સુશાંત તથા ધવલભાઇ, ખુબ ખુબ આભાર.. મારું કામ સરળ થઈ ગયું... સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૦૧:૫૬, ૭ નવેમ્બર ૨૦૧૨ (IST)

</poem> એ કમાન્ડ પૂરો કરવા માટે જરૂરી છે, જો નીચે કોઈ વાક્ય ઉમેરવું હોય કે અન્ય માહિતી ઉમેરવી હોય તો કોડને પૂરો કરવાથી તે આપણી અનૂકુળતા અથવા તો ઇચ્છા મુજબ ઉમેરી શકાય.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૩૩, ૭ નવેમ્બર ૨૦૧૨ (IST)
દા.ત.?--ધવલચર્ચા/યોગદાન ૨૨:૫૮, ૭ નવેમ્બર ૨૦૧૨ (IST)
આ ફક્ત ઉદાહરણ છે.

મારું નામ વ્યોમ છે.
હું જૂનાગઢનો નિવાસી છું.
આપનું નામ શું છે?
આપ ક્યાં રહો છો?

મારું નામ વ્યોમ છે. હું જૂનાગઢનો નિવાસી છું. આપનું નામ શું છે? આપ ક્યાં રહો છો?

હવે આપ ફેરફાર કરો પર જઈને </poem> કાઢીને ઝલક જુઓ. જ્યારે કવિતાની નીચે લખાણ ઉમેરવું હોય ત્યારે કમાન્ડ પૂર્ણ કરવો જરૂરી છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૧૦, ૮ નવેમ્બર ૨૦૧૨ (IST)

દીવાળીની શુભકામનાઓ[ફેરફાર કરો]

Diwali Diya.jpg દીવાળીની શુભેચ્છા
આપને તથા આપના સમગ્ર પરિવારને દીવાળીના આ શુભ પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૩૯, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST)

ક્યાં ખોવાણા?[ફેરફાર કરો]

મહર્ષિ ભાઈ બહુ વ્યસ્ત છો? કાંઈ કામમાં અટવાયા છો કે? --Sushant savla (talk) ૧૭:૦૩, ૨૩ નવેમ્બર ૨૦૧૨ (IST)

પરિયોજના વ્યવસ્થાપન[ફેરફાર કરો]

મિત્રો, હું શુક્રવાર તારીખ ૧૪-૧૨-૧૨ થી શુક્રવાર તારીખ ૨૧-૧૨-૧૨ સુધી બહરગામ જતો હોઈ પરિયોજના કેકારવનું વ્યવસ્થાપન સંભાળી શકીશ નહીં. તે કાળ દરમ્યાન પરિયોજનાનું વ્યવસ્થાપન આપણા મિત્ર સતિષચંદ્ર પટેલ સંભાળશે. તો આપને જોઈતા પ્રકરણો આપ સતિષભાઈનો સંપર્ક સાધી મેળવશો. --Sushant savla (talk) ૧૯:૩૮, ૧૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

કલાપીનો કેકારવ[ફેરફાર કરો]

Icône étoile d'or à cinq branches.svg

મહર્ષિભાઈ , આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના કલાપીનો કેકારવ સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ. --Sushant savla (talk) ૨૧:૨૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)

અનાસક્તિયોગ[ફેરફાર કરો]

મહર્ષિભાઈ મને એક પ્રકરાણ મોકલી આપજો ને. ---- સુશાંત

આભાર મહર્ષિભાઈ[ફેરફાર કરો]

Old book - Les Miserables.jpg સોરઠને તીરે તીરે અને દાદાજીની વાતો
સોરઠને તીરે તીરે અને દાદાજીની વાતો પરિયોજના આ બંને પૂર્ણ થયેલ છે અને આ પરિયોજનાઓ આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને તસ્વીર દ્વારા બે પુસ્તક મોકલાવું છું આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો અને આગામી યોજના માટે કમર કસીને તૈયાર થઈ જાવ. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૧, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

આ તે શી માથા ફોડ ![ફેરફાર કરો]

મહર્ષિભાઈ , મારા પ્રકરણો પુરા થયેલા છે. જરા નજર નાખી લેશો.--દેવેંદ્રસિઁહ ગોહિલ ૨૦:૨૬, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

અનાસક્તિ યોગ[ફેરફાર કરો]

અનાસક્તિ યોગનું સોળમું પ્રકરણ પણ પુર્ણ કરેલ છે.--દેવેંદ્રસિઁહ ગોહિલ ૨૦:૩૩, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

મહર્ષિભાઈ, આ પૂરક પરિયોજનાનું અક્ષરાંકન આજરોજ પૂર્ણ થયેલ છે. હવે ભૂલશુદ્ધિ કાર્ય હાથ પર લઈ આખરી ઓપ આપવા વિનંતી છે.--સતિષ પટેલ (talk) ૨૧:૧૦, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

ભાઇશ્રી દેવેન્દ્રસિંહજી અને સતિષચંન્દ્રભાઇ, હું બન્ને પરિયોજનાઓની ભૂલશુદ્ધિનું કામ સત્વરે હાથ પર લઈશ. આપે આ પ્રકરણો પૂર્ણ કરી ધારણા કરતા પણ વધુ ઝડપથી આ પરિયોજનાઓ પૂર્ણ કરેલ છે. જેનો હું આભાર માનું છું. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk)

વિકિસ્રોત ચર્ચા:પરિયોજના સહકાર્ય[ફેરફાર કરો]

મહર્ષિભાઈ મુખપૃષ્ઠ પર આવેલા સહકાર્યના ચોકઠામાં "અહીં તે વિષે અમને જણાવો" આ શબ્દો પર લિંક આપેલી છે. --Sushant savla (talk) ૦૫:૧૨, ૯ માર્ચ ૨૦૧૩ (IST)

ક્યાં ખોવાણા તા?[ફેરફાર કરો]

મહર્ષિભાઈ ઘણા દિવસે!!! ક્યાં ખોવાણા તા; તમારા તો દર્શન દુર્લભ થઈ ગ્યાં છે??? મજાક કરું છું, કામમાં વ્યસ્ત થઈ ગયા છો કે શું?--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૪૦, ૩૦ એપ્રિલ ૨૦૧૩ (IST)

વાહ!!! કમાલ કરી[ફેરફાર કરો]

મહર્ષિભાઈ, તમે પણ આખરી ઓવરમાં બેટીંગ કરીને છ છક્કા ઠોકી દીધા. વ્યસ્ત હોવા છતાં કાર્ય પૂરું કરવા બદલ અભિનંદન. તમારી ખોટ હંમેશા વર્તાય છે પણ સમયાંતરે તમે આવો છો ત્યારે ધબધબાટી બોલાવો છો. ;)--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૪૬, ૧૬ જૂન ૨૦૧૩ (IST)

સોરઠ, તારાં વહેતાં પાણી[ફેરફાર કરો]

Distant view of Benares with two men catching turtles in the foreground from the Mandakini tank by James Prinsep.jpg સોરઠ, તારાં વહેતાં પાણી
મિત્રો મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સોરઠ, તારાં વહેતાં પાણી પરિયોજના પૂર્ણ થયેલ છે. આ ભગીરથ કાર્ય આપના સુંદર સાથ અને સહકાર વિના શક્ય નહોતું. આ સાથે મારે એ પણ જણાવવાનું કે નવલકથા પ્રકારના સાહિત્યમાં આ પ્રથમ પુસ્તક છે. આ સાથે હું આપને જેમ્સ પ્રિન્સેપનું બનારસ ખાતે રચાયેલ સુંદર ચિત્ર ભેટ સ્વરૂપે મોકલું છું. આપનો ફરી એકવાર આભાર માનું છું.

--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૦૭, ૨૪ જૂન ૨૦૧૩ (IST)