કલાપીનો કેકારવ
કલાપીનો કેકારવ કલાપી |
કલાપીનો કેકારવ
એટલે
સંસ્થાન લાઠીના સ્વ. ઠાકોર સાહેબ
શ્રી સુરસિંહજી તખ્તસિંહ જી ગોહેલની
કવિતાઓનો સટીક સંગ્રહ
ઉપોદઘાત
અનંતરાય રાવળ
પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.
લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ.
website : www.pravinprakashan.com
E-mail : pravinprakashan@yahoo.com<
KALAPINO KEKARAV
By : KALAPI
Published by : PRAVIN PRAKASHAN PVT. LTD., RAJKOT 360 001
પ્રકાશક :
પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.
લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો. સામે,
ઢેબર રોડ, રાજકોટ,
નવસંસ્કરણ : ૨૦૧૫
ISBN : 978-81-7790-832-9
કિંમત : રૂ. ૫OO
મુદ્રક :
પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.
વેરાવળ (શાપર),
જિલ્લો : રાજકોટ.
વિયોગી હોગા પહિલા કવિ,
આહસે ઉપજા હોગા ગાન,
ઉમડ કર આંખસે ચૂપચાપ;
બહી હોગી કવિતા અનજાના.”
– સુમિત્રાનંદન પંત
પ્રસ્તાવના
“પ્રેમ” વૃક્ષનાં સુગંધ સુમન-કાલિદાસ, ભવભૂતિ, બાણ વગેરે કરમાઈ ગયાં, ખરી પડ્યાં, તોપણ તેના મધુર મકરન્દના લોભી ભૃંગ તો તેની વાસનામાં જ ગુંજ્યા કર્યા, તેના ગુણગણ પર જ ગણગણ કર્યા ગયા. તે “આર્ય હૃદય!!” તે હૃદયની, તે ઉચ્ચ, કોમળ-કુમળી, ઊંડી, શાન્તમસ્ત લાગણી સજીવ રહો ! ચિરંજીવ રહો ! અરે, પણ,-અહહ મુસલમાનનાં હિમનાં સખ્ત ઝાપટાં પરેશાનીના દવબળતા અંગારા! તેણે તે હૃદયને દાબી દીધાં. તે લાગણી પ્રદીપ્ત સૂર્ય હતી; ચન્દ્ર બની, તારા ખદ્યોત થઈ ગઈ !! સૂરદાસ, પ્રેમાનન્દ, જગન્નાથ જેવાં પુષ્પ પણ કાંઈક પરાગ છાંટતાં ગયાં. અરે! બિચારું પ્રેમાળ “આર્ય હૃદય”! હજી તેની બૂરી હાલત જોઈ જોઈ રોવું બાકી રહેલું ! કાલિદાસની શકુન્તલા ભવભૂતિના ઉત્તરરામચરિત અને બાણની કાદમ્બરીથી કાવ્યરસિકતા ભોજા ભક્તના ચાબખા અને સ્વામિનારાયણનાં ભજનિયામાં આવી પડી ! કેવો મોટો પાત!?! કેવો સજ્જડ વાર !?! માળાનો મણકો જેટલું નીચે જવાય તેટલું ગયો. હવે ઊંચો આવવો જ જોઈએ અને આવ્યો. “સુદર્શન”, “ચન્દ્ર”, “સ્નેહમુદ્રા” પારા પછી પારા ફરવા લાગ્યા, ચડવા લાગ્યા. દૈવની બલવાન ગતિને બલિહારી છે !
“અરે, પણ આ સુરસિંહ તો નહિ તે સૂર્ય કે ચન્દ્ર, નહિ ઉડગણ કે અઘોત ! તે શાની કાવ્ય કરે? ઝાડબાડ બળી જઈ હીંગોરે હીમ ઠર્યું! સૂંઠનો ગાંગડો મળ્યો એટલે ગાંધી થઈ બેઠો – તોપણ :
“મ્હોટાં ન્હાનાં વધુ મ્હોટામાં
તો ન્હાનાં પણ મ્હોટાં,
વ્યોમદીપ રવિ નભબિન્દુ-
“તો ઘરદીવડાં નહીં ખોટાં.”
(ગોવર્ધનરામ)
તો ભલે અજ્ઞાન કોઈ પણ સુરસિંહ કે સાંગાભાઈ, મ્હોટામાં મ્હોટાં કામ માથે લે અને મંડ્યા રહે – સારા વિચારમાં ઈશ્વર પ્રેરે અને મદદ આપે.
કાવ્યનું મૂળ “આદ્રતા-પ્રેમ" છે, આર્ટ-પ્રેમી હૃદયને કાવ્ય દ્વિભાવ, ત્રિભાવ, ચતુર્ભાવ, આર્દ્ર અને પ્રેમી, કોમળ અને રસમય કરે છે. હું કાવ્ય લખું કે ટાયલાં
લખું પણ તેથી મ્હારા હૈયાના ઉળમકા બહાર પડે અને કાવ્ય લખવાની મ્હારી ઈચ્છા તૃપ્ત થાય તો બસ છે.
“જો ઘડી ગઈ આનન્દમેં જીવનકા ફલ સોહી"! કેવું રમણીય સિદ્ધાંત છે ! દુનિયાનાં દુઃખ કવિતા કરતી વખતે દૂર થાય અને આત્મા “રસમય” અને એ જ “આનન્દ” મ્હને મળી શકે તો મ્હારાં મહ્દ્ભાગ્ય. “એકાન્તસુખ” દુનિયાદારીના જીવડાને “કળા” વિના ક્યાંથી મળે ? “એકાન્તઆનન્દ" મ્હારૂં તો બનવું એ કળા. અસ્તુ.
“મ્હેં જે લખ્યું છે અને જે હું લખીશ તે આ ચોપડી પર ચિતરાશે - કેટલોક ભાગ “સુદર્શન”માં પ્રસિદ્ધ થશે તેથી મ્હને અને કેટલાંક બીજાને પણ “આનન્દ" મળશે.
“મંડ્યા રહેવું” એ ગુણ પરમાત્મા મ્હને શિખવે અને બીજા કાર્યમાં તેમજ “કાવ્ય”માં તે ગુણથી મ્હારા માર્ગ રસમય બને એ જ મ્હારી ઇચ્છા અને વાઞ્છના.
કેકારવની
કેટલીક ચિંતનકણિકાઓ
ત્હોયે હતાં સહુ જ તત્ત્વ રૂપાન્તરે આ
કો’ એ નવું નથી થયું, નવ થાય કાંઈ
કો’ દિ' વળી પ્રણયનો સહુ ભોગ થાશે,
ત્યારે ય બીજ રૂમાં સહુ આ સમાશે.”
મર્યું, ખોવાયું, વા ઢળી ગયું કહો, કે ઊડી ગયું,
ભળ્યાં ભૂત ભૂતો, લય નથી થયું એ કબુતરૂં!”
“ફાની છે આ જગત સધળું અન્ત આ જીવવાને,
જે છે તે ના ટકી કદી રહે સર્વદા કાલ ક્યાંએ;
શોધી લેને પ્રિય પ્રિય સખે! સર્વદા જે રહેશે,
આશાતૃપ્તિ વિભવ સુખની તુચ્છ સૌ છોડી દેને!”
“તૈયારી તું પ્રિયતમ કરી મૃત્યુની લે અગાડી,
ને મ્હારો તું કર ગ્રહી મને સાથ લેને ઉપાડી;
તોડી ભીંતો તિમિરગઢની દિવ્ય સ્થાને ઊડી જા,
ને તે માટે સુર! હૃદયથી દાસ તું ઈશનો થા.”
“કહે પ્રજ્ઞા કે ના પ્રણય કરશો વ્યક્તિ સહ કો'-
ઘટે બ્રહ્માંડોના પ્રતિ જીવ પરે પ્રેમ સરખો.”
“દયા છે ઈશ્વરી માયા, આ સંસાર કટુ મહીં,
દયામાં બ્રહ્મપ્રીતિનું કાંઈ ભાન જનો કરે.”
“દોરાવું એ સહુ હૃદયનું, ભાઈ! નિર્માણ આંહી
ભાવિ વિના જનહૃદયનો, અન્ય ના કો’ સુકાની”
અનુક્રમણિકા
|
|
|
|
|
|
![]() |
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૨ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1962 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |