લખાણ પર જાઓ

કલાપીનો કેકારવ/વ્હાલીનું રુદન

વિકિસ્રોતમાંથી
← નિ:શ્વાસને કલાપીનો કેકારવ
વ્હાલીનું રુદન
કલાપી
એક ઘા →
મંદાક્રાંતા


વ્હાલીનું રુદન

આ શું! વ્હાલી! તુજ મુખ બધું આંસુંથી ભીંજવે કાં?
હું વિચારૂં સહજ કંઈ છું, દર્દ તો કૈં જ છે મા;
આ સંસારે કંઈ ફિકર છે કાંઈ તેને વિચારૂં,
રે રે! તેથી રુદન કરવું આમ, વ્હાલી ઘટે શું?

૩૦-૫-૧૮૯૬