લખાણ પર જાઓ


કલાપીનો કેકારવ/નિ:શ્વાસને

વિકિસ્રોતમાંથી
← અર્પણપાત્ર કલાપીનો કેકારવ
નિ:શ્વાસને
કલાપી
વ્હાલીનું રુદન →
મંદાક્રાંતા


નિ:શ્વાસને

હૈયે કેવું દુઃખ સુખ ભર્યું ફૂંકવા આવતો તું!
ખેંચી કાઢી દિલથી સઘળો ભાર લેઈ જતો શું?
તું આવ્યો ને કુદરત ઘડી હાસ્ય મીઠું કરે છે!
શોધું છું તે તુજ સહ મને લાધતું હોય જાણે!

૩૦-૫-૧૮૯૬