સર્જક:રામનારાયણ પાઠક

વિકિસ્રોતમાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Nuvola apps ksig.png
જન્મ ૮ એપ્રિલ 1887
ગણોલ (તા. ધોળકા)
મૃત્યુ ૨૧ ઓગસ્ટ 1955
મુંબઈ
વ્યવસાય લેખક
ભાષા ગુજરાતી
રાષ્ટ્રીયતા ભારત
મુખ્ય પુરસ્કારો Narmad Suvarna Chandrak, સાહિત્ય અકાદમી પુરસ્કાર

રામનારાયણ પાઠક:‘દ્વિરેફ’, ‘શેષ’, સ્વૈરવિહારી’ (જન્મ :એપ્રિલ ૮, ૧૮૮૭), (અવસાન : ૨૧ ઓગસ્ટ, ૧૯૫૫): વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી.
રામનારાયણ પાઠકનું આખું નામ રામનારાયણ વિશ્વનાથ પાઠક હતું., તેમનો જન્મ ગણોલ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો, ગુજરાત રાજ્ય, ભારત દેશમાં ૧૮ એપ્રિલ ૧૮૮૭ના દિવસે થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. તેઓ મેટ્રિક પાસ થયા બાદ વધુ આગળ અભ્યાસ કરી વકીલ બન્યા. તેમનો જીવ વકીલાતના વ્યવસાયમાં અઢળક આવક હોવા છતાં ન લાગતાં, સાહિત્ય તેમ જ શિક્ષણ જેવાં ટાંચી આવક આપતાં ક્ષેત્રોમાં કાર્ય કરવા લાગ્યા. તેમણે પ્રસ્થાન માસિક દ્વારા સાહિત્યના વિવિધ પાસાંઓ સાથે વિશેષ પરિચય કેળવ્યો.
તેમનાં નામમાં બે વાર ર અક્ષર આવતો હોવાને કારણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી. કાવ્યોની રચનાઓ તેમણે શેષ ઉપનામ દ્વારા કરી તેમ જ સ્વૈરવિહાર ઉપનામથી હળવી શૈલીના નિબંધો પણ લખ્યા છે.તેમ જ 'ખેમી' નવલકથા નો ઉલ્લેખ અનિવાર્ય છે.

બહુમાન[ફેરફાર કરો]

પ્રાજ્ઞ વિદ્યાપુરુષ રામનારાયણ પાઠકને સાહિત્ય ક્ષેત્રે તેમના મૂલ્યવાન યોગદાન બદલ અનેક સન્માન, પારિતોષિકો પ્રાપ્ત થયાં છે.

  • નર્મદ સુવર્ણચંદ્રક
  • મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક
  • હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક

આ ઉપરાંત ગાંધીયુગ તેમ જ સાક્ષરયુગના સાક્ષી એવા શ્રી પાઠકજી ગાંધીયુગના સાહિત્યગુરુ તરીકે વિશાળ શિષ્યવર્ગનો અપાર પ્રેમ અને આદર પામ્યા.

અવસાન[ફેરફાર કરો]

૨૧મી ઓગસ્ટ ૧૯૫૫ના દિવસે હ્રદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું.