કલાપીનો કેકારવ/તલફું કાં
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
← વીત્યા ભાવો | કલાપીનો કેકારવ તલફું કાં કલાપી |
વીત્યાંને રોવું → |
તલફું કાં
જે દુઃખ હૈયે પાળી રાખ્યું,
જેને પીતાં અમૃત ચાખ્યું,
જે માટે સુખ ફેંકી નાખ્યું,
તેને સ્હેતાં તલફું કાં?
જેમાં છે હૈયાને ર્ હેવું,
તે તલફી કાં લૂંટી લેવું ?
દેતાં કાં પૂરૂં ના દેવું ?
સ્હેતાં તલફું કાં ?
૨૩-૪-૧૮૯૭