કલાપીનો કેકારવ/વીત્યાંને રોવું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← તલફું કાં કલાપીનો કેકારવ
વીત્યાંને રોવું
કલાપી
ક્રૂર માશૂક →


વીત્યાંને રોવું

રોતું અન્તરનું રોનારૂં :
રોતું ભીતરનું જોનારૂં :
લ્હોનારૂં એ લ્હોતું :
                      પણ વીત્યાને શું રોવું ?

મળતાં પ્રેમજમાતી ખાખી,
હજુ એ ના રોશું પડ રાખી,
ભર સમુદરિયે સાથે વ્હેશું,
                     ત્હોયે વીત્યાંને રોશું.

૨૯-૪-૧૮૯૭