કલાપીનો કેકારવ/વીત્યા ભાવો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← રોનારાં કલાપીનો કેકારવ
વીત્યા ભાવો
કલાપી
તલફું કાં →


વીત્યા ભાવો

વીત્યા ભાવો હજુ મ્હારા છે:
આગ મહીં થંડા ક્યારા છે :
આંસુ તો સુખની ધારા છે :
                     આ હૈયાને બીજું શું ?

તું એ મીઠા ભાવો સ્મરજે :
તેને સ્મરતાં સ્મરતાં મરજે :
હૈયાફાટ સદા વા રડજે :
                     રે રે ! બીજું શું ?

૧૫-૪-૧૮૯૪