કલાપીનો કેકારવ/રોનારાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← હ્રદયપ્યાલું કલાપીનો કેકારવ
રોનારાં
કલાપી
વીત્યા ભાવો →


રોનારાં

રોનારાંને રોવા દેજો:
હસવાનું તેને ના ક્હેજો :
શીદ દયા ખાલી ખોવાની ?
                     રોતી આંખો રોવાની?

રોનારાંએ રોવું લીધું,
આંસુડાંને હૈડું દીધું,
આંખે ઘેલું અમૃત પીધું,
                     પી પી રોવાની !

૯-૩-૧૮૯૭