કલાપીનો કેકારવ/મ્હારૂં ભાવિ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← એ સ્થલ કલાપીનો કેકારવ
મ્હારૂં ભાવિ
કલાપી
ભવિષ્ય અને શ્રદ્ધા →


મ્હારૂં ભાવિ

ભાવિ કાંઈ એ ના મ્હારે;
કાંઈ એ રોવું ના ઠરે;
આંખ અગાડી જોતાં હારે;
                 તાજું શું છે કૈં?

ભાવિ ભૂત તણા ભણકારા:
એની એ આંસુની ધારા:
એના એ દુઃખડાના વારા:
                 શું છે તાજું કૈં?

૨૩-૩-૧૮૯૭