લખાણ પર જાઓ

કલાપીનો કેકારવ/એ સ્થલ

વિકિસ્રોતમાંથી
← એ મૂર્તિ કલાપીનો કેકારવ
એ સ્થલ
કલાપી
મ્હારૂં ભાવિ →


એ સ્થલ

હૈયું આ ત્યાંનું ત્યાં ચોંટ્યું:
ત્યાનું ત્યાં બોટાયું બોટ્યું:
લોટ્યું પુષ્પે ત્યાં સાથી તે
                મુખડું ત્યાંનું ત્યાં.

ત્યાં તો હાવાં નહિ જાવાનું:
પ્રેમપૂરમાં ના ન્હાવાનું:
રોતાં અન્ત સુધી ગાવાનું
               'એ સૌ ત્યાંનું ત્યાં !'

૧૮-૩-૧૮૯૭