કલાપીનો કેકારવ/પ્રેમીની મૂર્તિપૂજા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પ્રેમીનું સ્મરણ કલાપીનો કેકારવ
પ્રેમીની મૂર્તિપૂજા
કલાપી
ફુલ વીણ સખે ! →


<poem> કર તું કંઈએ ! કર તું કંઈએ ! મધુ તેથી બને વધુ શું કદિ એ ? તુજ કાર્ય સહુ દિલ નિત્ય સ્મરે, વધુ નિર્મળ શું ઉર પૂજી શકે ?

કંઈ બોલ અને દિલ ઈચ્છતું, કે કંઈ બોલ તું બોલ સદા જ પ્રિયે ! તુજ વાણી સદા સુણતો જ રહું, ઝરતાં ફુલ એ વીણતો જ રહું !

તુજ એ સ્વર ગાયનના સ્મરતાં, વળી ઓર જ ધૂન મચે ઉરમાં, તુજ યાચક આ ઉર થાય, પ્રિયે ! ફરીને ફરી એ સ્વર માગી જ લે.

ઉર ઇચ્છતું કે હજી ગા જ પ્રિયે ! નવ થોભ, કશું પણ ગા જ પ્રિયે !

કંઈ દે કંઈ લે સહુ ગીત મહીં, વ્યવહાર બધાં કર ઓ સ્વરથી. હુકમો સહુ ગાયનથી કરજે ; મુજ ઝિંદગીએ સ્વરથી ભરજે.

તુજ નૃત્ય સ્મરૂં ! ભૂલું ભાન, પ્રિયે ! કંઈ પ્રશ્ન કરૂં સ્મરી નૃત્ય, પ્રિયે ! ક્યમ ઊર્મી બની ન તું વારિધિની, બસ નાચત દિવસ ને રજની ! ઘુઘવાટ વળી તુજ હું બનતે, હસતો નકી તાલ દીધા કરતે !

કર તું કંઈ એ ! કર તું કંઈ એ ! કરુણાર્દ્ર પ્રભુ પ્રતિ કાર્ય પરે ; તુજ શું તુજ શુંથી મધુતર છે ? વળી નિર્મળ શું તુજ શુંથી ? પ્રિયે !

સ્મરતાં સ્મરતાં સ્મરણે ચડ્યું જે બસ પૂજીશ પૂજીશ તે જ, પ્રિયે !

                    ૧૫-૮-૧૮૯૬
          *