કલાપીનો કેકારવ/પ્રેમીનું સ્મરણ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રેમીની પ્રતિમા કલાપીનો કેકારવ
પ્રેમીનું સ્મરણ
કલાપી
પ્રેમીની મૂર્તિપૂજા →


પ્રેમીનું સ્મરણ

સ્મર સ્મર, ઉર ભોળા! ચન્દ્ર ઉગ્યો હતો તે,
ચળકી ચળકી મોજાં કૂદતાં ત્યાં હતાં તે;

અધવચ લટ્ક્યો'તો તેજનો સ્તમ્ભ કેવો?
ઉદધિ! તુજ દિલેથી નીકળ્યો નાદ કેવો?!

૧૪-૮-૧૮૯૬