કલાપીનો કેકારવ/એક આશા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← શંકાશીલ કલાપીનો કેકારવ
એક આશા
કલાપી
એકલો બોલ →


એક આશા

વ્હાલાં ! જુદાઈ તો આવે,
આંખો આંસુ મિથ્યા લાવે;
યાદી એકલડી ર્‌હેવાની
          એ એ રોવાને !

દૂર દાઝવું જો ના થાયે,
જો ના દ્‌હાડાથી ઓલાયે -
જો યાદી ના કૈં ભાવે તો -
          ભૂલી જાવા આશાઓ !

૪-૬-૯૮