કલાપીનો કેકારવ/દેશવટો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ઘા કલાપીનો કેકારવ
દેશવટો
કલાપી
ભ્રમર →


દેશવટો

ઝરમર અધરે વરસે મોતી,
ફુલડાં આંખડીને ખૂણેથી,
એ મુખડાનું વાસી દિલડું,
                દેશવટે ઉદાસી રે!

પાળેલું પોષેલું પંખી,
રણવગડામાં મરતું ઝંખી,
નાગ ગયો હૈયામાં ડંખી,
              તલફે પ્રેમપ્રવાસી રે!

૨૯-૩-૧૮૯૭