કલાપીનો કેકારવ/ભ્રમર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← દેશવટો કલાપીનો કેકારવ
ભ્રમર
કલાપી
પ્રેમાધીન →


ભ્રમર

આંખલડી ત્હારી કાં રોતી ?
ભમરા ! ફુલડું લેને ગોતી !
કળી નાજુકડી તુંને જોતી,
                 ત્હોયે કાં રોતી !

પ્રેમપુષ્પ રોઈ જોવાનું,
લાધ્યું ત્યારે એ રોવાનું,
ગૂંથાતાં હૈયું ખોવાનું,
                 રહેશે આંખલડી રોતી !

૨૬-૩-૧૮૯૭