કલાપીનો કેકારવ/પ્રેમાધીન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ભ્રમર કલાપીનો કેકારવ
પ્રેમાધીન
કલાપી
હસવા કહેતીને →


પ્રેમાધીન

કાચે તાંતણલે ટાંગ્યું છે,
ભાંગે તો હૈયું ભાંગ્યું છે,
એ તો કાચ તણી જ કટોરી
              તોડી દેશે એક ટકોરી !

એ ત્હારૂં તેથી તુંને શું ?
એને મન તો ના છે શું શું ?
વેચે તો વેચાયા થાશું,
              આંસુડે પગ ધોતા જાશું !

૨૬-૩-૧૮૯૭