કલાપીનો કેકારવ/હસવા કહેતીને

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રેમાધીન કલાપીનો કેકારવ
હસવા કહેતી
કલાપી
રુરુદિષા →


હસવા કહેતીને

રોવાનું ક્હે તો રોવાશે
હૈયું કાંઈ હલકું થાશે !
શાને ખાલી હસવા ક્હેવું ?
               ક્યાંથી હસશે ભારે હૈયું ?

પ્યાલા કાં ભરતી મદિરાના ?
એથી આ મુખડું ફરશે ના ?
હૈયાના ચીરા ટળશે ના !
            રોનારૂં હસશે ના હૈયું !

૨૯-૩-૧૮૯૭