કલાપીનો કેકારવ/રુરુદિષા
Appearance
← હસવા કહેતીને | કલાપીનો કેકારવ રુરુદિષા કલાપી |
ત્હારાં આંસુ → |
રુરુદિષા
ઉભરાઈ જરા નયહો પલળે,
ઉરના શયને પણ દાઅ બળે;
નવ બાફ ઝરે, ઝરતો ન ઠરે હજુ
દર્દ મહીં દિલદાગ કળે.
નવ પૂર વહે મનને ગમતું,
જિગરે જળતો વિષનો વશમો દવ :
ખાક મહીં ધગતું મુજ આ શબ :
આ ઉર આ ઉરને દમતું !
૨૭-૩-૧૮૯૭