કલાપીનો કેકારવ/ઘા
Appearance
← રજા | કલાપીનો કેકારવ ઘા કલાપી |
દેશવટો → |
ઘા
વાંભ ભરી ક્યાંની ક્યાં મારી :
ક્યાંની ક્યાં ભોંકાઈ કટારી :
રક્તનીક ચાલી ક્યાંની ક્યાં :
ગૂમ થઈ તું ક્યાં ?
કોની પાસે ઘા ખોલાવું ?
કોને સાદ કરી બોલાવું ?
બોલે છે પડઘા દૂરે ત્યાં,
"રે રે ક્યાંની ક્યાં !"
૨૬-૩-૧૮૯૭