કલાપીનો કેકારવ/રજા
Appearance
← એકલો હું | કલાપીનો કેકારવ રજા કલાપી |
ઘા → |
રજા
હાવાં જ્યાં ફાવે ત્યાં જા તું :
જ્યાં ફાવે ત્યાં રો વા ગા તું :
ઢોળે દે હૈયું ફાવે ત્યાં :
શું અહીં કે ત્યાં ?
રો તું રો તું દી ને રાતે :
ડૂબી જા તું એ જ અખાતે :
એ રાત્રિને ન્હોય પ્રભાતે :
જા જ્યાં ફાવે ત્યાં !
૨૪-૩-૧૮૯૭