કલાપીનો કેકારવ/એકલો હું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નિઃશ્વાસો કલાપીનો કેકારવ
એકલો હું
કલાપી
રજા →


એકલો હું

જ્યોત્સના ચોપાસ રેલે છે:
ચોપાસે તારા ખેલે છે:
શાન્ત નિશા ગાતી ચોપાસે :
                    કો મ્હારી પાસે?

જે આ આંસુમાં ન્હાનારૂં,
જ્યોત્સનામાંથી રસ પાનારૂં,
તે તો દૂર થયું થાનારૂં:
                   શું મ્હારી પાસે?

૨૫-૩-૧૮૯૭