કલાપીનો કેકારવ/નિઃશ્વાસો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કોને કહેવું કલાપીનો કેકારવ
નિઃશ્વાસો
કલાપી
એકલો હું →


નિઃશ્વાસો


હૈયું આજ નિસાસા લેશે :
આંસુડાંને પૂરે વ્હેશે :
ઊંડાં દુઃખ નિચોવી દેશે :
ઝાળ કોણ એ ઝીલે છે ?

વાયુ દૂર નિસાસા લે છે;
એનાં દુઃખડાં કોણ સહે છે?
એનું છે તે એનું યે છે:
નિસાસા એકલડું લેશે ?

૨૪-૩-૧૮૯૭