કલાપીનો કેકારવ/કોને કહેવું
Appearance
← સ્ખલિત હ્રદય | કલાપીનો કેકારવ કોને કહેવું કલાપી |
નિઃશ્વાસો → |
કોને કહેવું
ઊંડા દુઃખડાં કોને કે'વાં ?
પૂરાં ઘાયલ ક્યાં છે એવાં ?
લાખ મળે છે જેવાં તેવાં :
ક્હેવા કોને રે ?
હૈયાના તો તારો તૂટ્યા :
ગાવાના સૂરો એ ખૂટ્યા :
આંખલડીના તારા ફૂટયા :
ક્હેવું કોને રે ?
૨૫-૩-૧૮૯૭