કલાપીનો કેકારવ/સ્ખલિત હ્રદય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← હ્રદય-સ્ખલન કલાપીનો કેકારવ
સ્ખલિત હ્રદય
કલાપી
કોને કહેવું  →


સ્ખલિત હ્રદય

આ ઉરથી ન ગીતો ગવાશે :
ના રસ આઉરથી અર્પાશે :
નોચોવાશે સ્પર્શ પહેલાં
                    દ્રવતું હૈયું આ !

રોયા પ્હેલાં રોઈ જાતું :
આંસુડું સુકાયું થાતું :
ઢોળાઈને ચાલ્યું જાતું
                  કુણું હૈયું આ !

૨૪-૩-૧૮૯૭