કલાપીનો કેકારવ/એક ચિન્તા
Appearance
← કુસુમ માટે પ્રાર્થના | કલાપીનો કેકારવ એક ચિન્તા કલાપી |
અસ્વસ્થ ગૃહિણી → |
એક ચિન્તા
શયનો ફુલનાં કરમાઈ ગયાં!
અનિલો સુરભિ સહુ લેઈ ગયાં!
અહ ! કંટકની જ બિછાત રહી!
બસ કંટકની સહુ વાત રહી!
અમી-નિર્ગળતું ઝરણું અટક્યું!
વિષનો પરિવાહ વહ્યો જ પ્રભુ!
સઘળા પલટાય સહાઈ ગયા!
ભવ એક મહીં ભવ લાખ થયા!
મુજ નેત્ર તણું સહુ હીર બળ્યું!
મુજ વ્યર્થ ગયું સઘળું ગણવું!
પણ એ નયનો, મૃદુ એ નયનો,
હજુ શું રડતાં જ હશે નયનો?
૧૮-૧-૧૮૯૭