કલાપીનો કેકારવ/સનમને સવાલ
Appearance
← સનમની શોધ | કલાપીનો કેકારવ સનમને સવાલ કલાપી |
સ્વર્ગ ગીત → |
સનમને સવાલ
તું યાર ક્યાં ? દુશ્મન કયો? જાણું નહીં !
આ દિલ ધડકતું જાય ક્યાં? જાણું નહીં !
આવે ધરી આ દુશ્મનો તારી શિકલ;
યા આંખ આ અંધી બની? જાણું નહીં.
છે હાથ તો લાંબો કર્યો, દોરાઉં છું;
છે દોરનારૂં કોણ આ ? જાણું નહીં.
× × ×
છે તો ચમન તારો રચેલો તેં ખુદે;
ચૂંટું ગુલો યા ખાર આ? જાણું નહીં.
જાદૂભરી બુલબુલ બજાવે વાંસળી;
તેની ઝબાંમાં કોણ છે? જાણું નહીં.