કલાપીનો કેકારવ/શાને રોવાનું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વ્હાલાને કલાપીનો કેકારવ
શાને રોવાનું
કલાપી
ખતા નહીં જાતી →


શાને રોવાનું

જે ખપનું ના તે ખોવાનું:
ખોવાતાં શાને રોવાનું?
લેનારાં જો જોવાનું,
વ્હાલાં ! શાને રોવાનું?

માગો તે માગો તે લેતાં:
ત્હોયે કાં આંસુમાં ર્ હેતાં ?
દેનારાંને જોવા ક્હેતાં,
વ્હાલાં ! કાં રોતાં ?

૧૦-૦૫-૧૮૯૯