લખાણ પર જાઓ

કલાપીનો કેકારવ/જેને વીતી ગઈ

વિકિસ્રોતમાંથી
← ખોવાતું ચિત્ત કલાપીનો કેકારવ
જેને વીતી ગઈ
કલાપી
શંકાશીલ →


જેને વીતી ગઈ

'જેને વીતી તે તો જાણે,'
જખમી એવું માની મ્હાણે;
ખોળામાં શિર ધરવા આણે,
               ત્યાં આ ખંજર શું ?

જેને વીતી તે બોલે છે :
'હાં ! કૈં વીતે તો તુંને છે !
'વીતે તો છોને વીતે છે !
               'વીતે એમાં શું ?'

જેને વીતી ગઈ સંસારે,
તે તો બેપરવાઈ ધારે !
               વીતે છે તેને તો,
જેને વીતી તે લાધ્યે શું ?
જેને વીતી તે સાથે શું ?

વીજ વાદળી સાથે જાતી,
કાલે ગઈ આજે ભૂલાતી !
સૂકાઈ કોરી છાતી થઈ,
               જેને વીતી ગઈ !

૧-૬-૯૮