કલાપીનો કેકારવ/અશ્રુસ્થાન

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← તારામૈત્રક: મુગ્ધ પ્રેમ કલાપીનો કેકારવ
અશ્રુસ્થાન
કલાપી
એક પ્રેમ  →


ના પાડ હે મન અરે! કદિ પ્રેમબિંદુ:
ના ઢોળ હે મન! અરે! કદિ પ્રેમસિન્ધુ:
ના રેડ અમૃતઝરો કદિ પ્રેમઇન્દુ:
નીચોવ ના રસભર્યું કદિ પ્રેમલીંબુ!

નિઃશ્વાસ અશ્રુ દપટી ધર ધીર સ્નેહી:
ના રોળ ક્ષારભૂમિમાં ફુલડાં સુપ્રેમી:
હૈયે દબાય કદિ જો કુમળું સુહૈયું,
રો રો ભલે ટપકતે નયને પછી તું!

રોવા ભલે વિજન, કહિં સ્થાન શોધી:
આંસુ ભલે વિખરતાં રડતાં સુમોતી:
જા જંગલે નિડર તું પડ વૃક્ષખોળે,
આંસુઝરો જલઝરે જ વરાળ બોળે!

૧૩-૧૨-૯૨