કલાપીનો કેકારવ/એક સવાલ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નૂતન સખા પ્રતિ કલાપીનો કેકારવ
એક સવાલ
કલાપી
ભવિષ્યના કવિને →


એક સવાલ

નયનો મૃદુ વત્સલનાં રડશે;
ધરણી પર સૌ જ સખા ઢળશે!
સુનકાર મહીં પડનાર પડી,
મુજ મૃત્યુ પછી મુજને સ્મરશે.

પણ માલિક આ દિલનાં વમલો!
નભતારકયુગ્મ સમાં તરતાં મૃગ
જાદુભર્યા રગસાગર શાં
દગ શું નવ આર્દ્ર થશે કમલો ?

૨૮-૨-૧૮૯૭