કલાપીનો કેકારવ/સ્મૃતિ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← બ્હોળો રસ કલાપીનો કેકારવ
સ્મૃતિ
કલાપી
કુસુમ માટે પ્રાર્થના →દિન એક ગયો, પછી લાખ ગયા,
શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા !
ઉરનું જળવુંય શમી જ જશે,
પણ તે ચટકું ફરી ક્યાં મળશે ?

દિનરાત સદાય જળ્યાં કરવું !
સહતાં સહતાં પણ કેમ સહું ?
સહશું ! રડશું ! જળશું ! મરશું !
સહુ માલિકને રુચતું કરશું !

કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં !
ન સુકાવ ભલે જલ નેત્ર તણું !
પણ તે દિલને વિસરાવીશ ના!
સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં !
                                          ૧૫-૧-૧૮૯૭
                 *