કલાપીનો કેકારવ/વ્હાલાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મ્હારો ખજાનો કલાપીનો કેકારવ
વ્હાલાં
કલાપી
ખોવાતું ચિત્ત →વ્હાલાં

વ્હાલાંને વ્હાલાંની પીડા !
લૂછાતા અશ્રુ એ ક્રીડા !
મ્હારાં ત્હારાં : ત્હારાં મ્હારાં :
          એ દુખડાં સુખડાં સુખડાં !

મ્હારાં તો દુ:ખ સૌ મ્હારાં છે !
વ્હાલાંને સુખ સૌ વ્હાલાં છે !
ટેવાયાં જોવાને એ તો
          મ્હારાં દુખડાં છે !

ટેવાયાં ના લાગે કૈં !
ટેવાતાં હસવું જાગે કૈં !
મ્હારે તો રોવું ને રોવું,
          જૂનું તાજું કૈં !

વ્હાલાં ! ટેવ મ્હને એ બાઝી !
ધોખાની વ્રીડા સૌ દાઝી !
ત્હોયે આ દાવા ધીખે તે
          ખોટી છે બાજી !

૨૪-૫-૯૮