કલાપીનો કેકારવ/પ્રીતિની રીતિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કાશ્મીરમાં વિયોગ કલાપીનો કેકારવ
પ્રીતિની રીતિ
કલાપી
સુખમય અજ્ઞાન →પ્રીતિની રીતિ
સોરઠ

ધન તન દેતાં નવ ડરવું, ભાઇ, મનને વિચારીને ધરવું,
ચંદન વૃક્ષને વ્યાલ વિંટાયા, સાચવી તેને લેવું;
રત્ન પથ્થર કુંદનને કથીરમાં રત્ન કુંદનથી જડવું,
કરી ક્સોટી કરવી ખરીદી, પાછળ ના પસ્તાવું.
ધન, તન દેતા૦

પ્રીતરીત તે પ્રેમી પિછાને, સાગરે મોતી સમાણું,
જો દીધું દિલ કોઇને પ્રેમે, તેને તો નિજનું ગણવું;
એક જ રંગ નિભાવવો નિત્યે, નવરંગી નવ થાવું.
ધન, તન દેતા૦