ચર્ચા:સત્યના પ્રયોગો અથવા આત્મકથા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આ પુસ્તક (C) નવજીવન ટ્રસ્ટ, ૧૯૨૭ એમ દર્શાવેલ છે. તો, પબ્લિક ડોમેઈનમાં ગણી શકાય? KartikMistry 16:54, 26 February 2012 (UTC)


Please go throuth this link

[૧]

in additiona English wiki source on gandhiji's work shows

[૨] which reads

PD-icon.svg This work is now in the public domain because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2012, prior to 1 January 1952) after the death of the author.

--Sushant savla 04:31, 27 February 2012 (UTC)

I'm not a lawyer myself and this is no legal advice.
It is true that the works of Gandhi are in the the public domain in India and in all countries that apply the rule of the shorter term or don't have longer term. USA has a longer protection term (life + 70 years) and doesn't follow the rule of shorter term. So the original works of Gandhi (with the exceptions of those published before 1923 and maybe other ones) seemt to be still copyrighted in the US until 2019.
Works hosted in Wikisource should comply with US copyright law, since that is the country where their servers are based (check Wikisource copyright information).
I guess that the relevant paragraph is (taken from વિકિસ્રોત:પ્રકાશનાધિકાર નીતિ [sorry, I just copied it, but I'm afraid I don't understand a word]):

વિકિસ્રોતના સર્વરો યુનાયટેડ સ્ટેટ્સમાં આવેલા હોવાથી વિકિસોર્સને ત્યાંના પ્રકાશનાધિકાર નિયમો લાગુ પડે છે. સર્જક ના પોતાના દેશમાં હોય તેથી આગળ વધી કોઈ નિતી યુનાયટેડ સ્ટેટ્સ લાગુ પડાવી શકશે નહીં. આને પ્રાય: દરેક દેશના પ્રકાશનાધિકારની સમય મર્યાદા સર્જકની હયાતી અધિક અમુક વર્ષો સુધીનો હોય છે.

Really sorry for the bad news. You might need to obtain licensing. (I agree, so stupid as it sounds, this is the way copyright in a global context works.)
Maybe discussing it here (start a new discussion) could give some information that would help to solve the issue. Maybe moving the works to Wikilivres (which is based on Canada [country which applies the rule of the shorter term]) fixes the issue. --Ousia (talk) ૦૦:૫૧, ૧૬ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]
Thank you Ousia for your concern we will discuss it and will decide; although you don't understand the word of para you copied surprisingly it is the correct one. we will follow up on this.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૨૪, ૧૬ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]
Well, this isn't so surprising. I mean, since the Guatjari version is a translation, the second paragraph should match in both versions. --Ousia (talk) ૦૧:૨૪, ૨૦ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]
Thank you for taking interest in this Ousia, we have discussed this issue earlier and so far as I remember, Gujarati text of Mahatma Gandhi's work is not under copyright because it was first published in India and never published in USA. English translation may be under copyright because it was published sometime in USA. US Copyright law could not be applied works published outside the country. However, we will check the relevance of US Copyright law.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૪, ૧૬ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]
I'm not sure I understand your explanation. If Wikisource hosts Gandhi's work in their severs, I guess this amounts to a publication. I'm no expert in US copyright law (no lawyer and no US citizen), but I know it's tricky. I mean, standard term for copyright protection in the US is life+70 years. In that case, the English translation of the Autobiography by Mahadev Desai would be in the public domain, since its author died in 1942. But it seems that the US law considers it a work for hire and its protection term is 95 years after publication date.
Although I cannot read Guatjari (and won't be able to do it in my life), I'd be happy to be proven wrong. Gandhi's original works (and I guess Hindi translations, but check that before) enjoy standard term protection in the US: life plus 70 years. This means that Gandhi's original work might pass into the public domain in the US on January 1st, 2019. The same will happen with all EU member states (since we have the same standard protection term as the US), but the EU applies the rule of the shorter term, which the USA don't.
I can ask about this issue at Wikisource, if you want me to. --Ousia (talk) ૦૧:૨૪, ૨૦ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]
Nice to see you returned here on this discussion. I am baffled now, as you, repeatadly, are claiming that you're no expert in US copyright law (no lawyer and no US citizen) and still trying to prove your point, not only that are not ready to accept my explanation. We are happy here having all our content as it is. Thank you for your kind gesture to go to wikisource (surprised to see this statement as, this is wikisource as well where we are discussing, so not sure what do you mean with asking this issue at "Wikisource"). Seems you really don't have proper understanding of not only US Copyright law but any copyright law. If you had it, you wouldn't assume that Mahadevbhai Desai's translation would enter public domain earlier than Mahatma Gandhi's own work. You continued to prove my above observation by making another assumption that "...The same will happen with all EU member states (since we have the same standard protection term as the US)...", which is incorrect. Please do not bother yourself with this issue any more as this is not at all an issue. If you find anything objectionable here, please feel free to raise it to legal team and let them sort it out.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૬, ૨૦ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

અનુક્રમણિકા...[ફેરફાર કરો]

સૌ મિત્રોને નવી અનુક્રમણિકા ચકાસી લેવા વિનંતી...સૂચનો આવકાર્ય...સહમતી થશે પછી કામ આગળ ધપાવીશું. હાલ ટ્રાયલ ગણાશે. આભાર.--અશોક મોઢવાડીયા (talk) 14:49, 24 March 2012 (UTC)

I think we should use – instead of - what do you guys say?--Vyom25 (talk) 16:37, 24 March 2012 (UTC)
where - or - is used? --Sushant savla (talk) 16:41, 24 March 2012 (UTC)
In title of chapter 18 and 24 in Part 1.--Vyom25 (talk) 17:31, 24 March 2012 (UTC)
(૧.) અશોકભાઈ, અનુક્રમણિકા મને આમ તો બરાબર જ લાગે છે. પણ એક સુઝાવ કે, પ્રકરણોનાં શીર્ષકમાંથી ક્રમ હટાવી શકીએ તો નામો થોડા ટૂંકા થઈ શકે. હા, અનુક્રમણિકામાં આપણે નંબર રાખી શકીએ. ઉદાહરણ તરીકે મેં પ્રકરણ ત્રીજું, ચોથું અને પાંચમુંની અનુક્રમણિકામાં કરેલા ફેરફારો જોઈ જુઓ. એમાંથી કોઈ પણ એક પ્રરૂપ પસંદ કરી શકીએ. પરંતુ આ ફક્ત એક સુઝાવ જ છે, કેમકે શરૂઆતનાં અમુક પ્રકરણો લખાઈ ચુક્યા છે, તો જો તે જ ફોર્મેટને પકડીને આગળ ચાલવું હોય તો પણ મારો કોઈ વિરોધ નથી. અને (૨.) મારી સહમતી '-' અને '-' બંને સાથે છે, જે બધાને યોગ્ય લાગે અને ટાઈપ કરવામાં સરળ હોય તે રાખી શકાય.--Dsvyas (talk) 18:09, 24 March 2012 (UTC)


ધવલજીનો સુઝાવ સારો છે. પણ જો માત્ર શીર્ષકની લંબાઇ એક માત્ર કારણ હોય તો ક્રમ લખવાથી શીર્ષકમાં માત્ર ત્રણ અક્ષરોનો ફરક પડશે. જે મારા જ હિસાબે વાંધા જનક નથી.
પણ જો મુદ્દો શીર્ષકના સારા દેખાવનો કે મૂળભૂત પ્રણાલીનો હોય તો આપણે વિચાર કરીએ. આપણે જ્યારે પુસ્તક વાંચીએ ત્યારે દરેક પ્રકરણના માથે તેનો ક્રમ લખેલો હોય છે તે વાચકને તેને સ્થિતી જણાવે છે. પણ ધવલભાઇના વિકલ્પ અનુસરીયે તો વાચક તે પ્રકરણના પાના પરના શીર્ષકમાં તેનો અનુક્રમ જાણી શકશે નહીં. આવી સ્થિતીમાં આપણે દરેક પાનાની શરૂઆતમાં શીર્ષક અને અનુક્રમ લખવો જોઈએ જેથી વાચકને અનુક્રમણિકામાં જઈને ક્રમ ચકાસવો ન પડે. (આપણે રચનત્મક કાર્યક્રમમાં તેમ નથી કર્યું.)
તો સાર રૂપે (1) યાતો જેમ છે તેમ શીર્ષક તેના અનુક્રમ સાથે ચાલુ રાખીએ અથવા (2) તેમ ન કરીયે અને નવી પ્રણાલી અનુક્રમ વગરની અપનાવીયે (ધવલજી એ દર્શાવેલા કોઇપણ સુઝાવમાંની) અને પ્રકરણના મુખ્ય દેહમાં તેનો અનુક્રમ અને શીર્ષક પાનાની શરૂઆતમાં મધ્યમાં લખીયે.
મારી બંને માટે સહમતી સજવી. --Sushant savla (talk) 05:39, 25 March 2012 (UTC)
What I feel is we should keep the book in it's original form. If the book has numbered every chapter then we should also do it regardless of length of title.--Vyom25 (talk) 08:34, 25 March 2012 (UTC)
સુશાંતભાઈ જે નિર્ણય લે તેની સાથે સહમત. (એક વિનતી, સંદેશો લખતી વેળા ઉપરના સભ્યએ વાપરેલા : કરતા એક વધુ વાપરવાનો આગ્રહ રાખો તો અલગ સંદેશાઓને અલગ તારવવા સહેલા રહેશે અને ઇન્ડેન્ટેશન ક્રમમાં રહેશે.)--Dsvyas (talk) 10:18, 25 March 2012 (UTC)
ધવલજી મેં તો મારી પસંદગીના વિકલ્પો આપી દીધા છે. વ્યોમભાઈ નો વિચાર યોગ્ય છે કે પુસ્તક ને શક્ય તેટલું મૂળ સ્વરૂપે રાખીયે. આમ કરતાઁ આપણે દરેક પ્રકરણની શરૂઆતમાં ક્રમ અને શીર્ષર્ક પ્રકરણના અક્ષર દેહમાઁ પણ લખવો રહ્યો. હવે આપણાં અશોજીએ બે વાઁદરા વચ્ચેની બિલાડીનો રોલ અદા કરવાનો છે. --120.61.152.141 13:16, 25 March 2012 (UTC)
Ha ha very funny, That is why I said let the controller decide with our creative inputs.:)--Vyom25 (talk) 13:27, 25 March 2012 (UTC)
મિત્રો, આભાર. (૧) મને પણ લાગે છે કે શિર્ષકની લંબાઈ સહન કરીને પણ મૂળ પુસ્તકમાં આપેલા પ્રકરણ નંબરને વળગી રહીએ તો સારૂં. ફાયદા તો સુશાંતભાઈએ જણાવ્યા જ છે. (૨)વ્યોમજી, મને '-' અને '-'વચ્ચેનો ભેદ નથી સમજાયો. આપની વાત યોગ્ય છે, લીટી લાંબી રહેવી જોઈએ, અને આપણે લાંબી લીટી જ રાખવી છે. પરંતુ એ લાંબી લીટી કઈ રીતે ટાઈપ થશે તે સમજાવવા નમ્ર વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયા (talk) 15:21, 25 March 2012 (UTC)
મારૂં સુચન તો મેં અંગ્રેજી સોર્સ પર જે પ્રમાણે નામાલેખન થયું છે તેને ધ્યાનમાં રાખીને જ કર્યું હતું. ઉદાહરણ તરીકે આત્મકથા અને આ શેર્લોક હોમ્સની એક નવલકથા. પણ તમારા સહુની સાથે સહમત છું કે પુસ્તકને શક્ય તેટલું યથારૂપ રાખવું સારૂં.--Dsvyas (talk) 17:50, 25 March 2012 (UTC)
We can add en dash(–) by going to Special Characters while editing then to Symbols and in that fifth from the last in second last row.--Vyom25 (talk) 05:04, 27 March 2012 (UTC)
આભાર વ્યોમજી. સુધારો કર્યો.--અશોક મોઢવાડીયા (talk) 07:17, 27 March 2012 (UTC)

પહેલાં ભાગની અનુક્રમણિકા મેં જોઇ અને મતે તે યોગ્ય લાગી છે. હવે પરિયોજના પર આગળ વિચારી શકાય.

 1. આ પુસ્તક ખાસ્સું મોટું છે. આથી પરિયોજનાને ચરણોમાં વહેંચી લેવાય તો સારું અને એક સમયે એક જ ચરણ પર કાર્ય કરવું.
 2. આની જાણકારી વિકિપીડિયા ચોતરા પર મુકવી
 3. આ જમાનો પ્રસારનો છે. પરિયોજના ના અસ્તિત્વની જાણ બહોળા વર્ગને થાય તે માટે વિકિ ગુજરાતીની અમદાવાદની અને મુંબઈની એમ જ્યાં પણ ગુજરાતીઓ હોવાની શક્યતા છે તે મેઇલિઁગ લીસ્ટ પર આની જાણ કરવી.
 4. અંગ્રેજી સોર્સ પર ચોપડીઓ પૃષ્ઠ પ્રમાણે ચાલે છે. શું આપણે પૃષ્ઠ પ્રમાણે આગળ વધી શું ? પણ તે કપરું જશે. વિવિધ આવૃત્તિઓના પાના નંબર અલગ અલગ હશે.
 5. પ્રકરણો લાંબા હોતાં જો અધુરું રહી જાય તો જે તે સભ્ય એ તેની નીચે (અપૂર્ણ) એમ લખવું અને જો થઇ જાય તો (પૂર્ણ) એમ લખવું.
 6. પરિયોજના સંચાલકનું નામ જાહેર કરવું પરિયોજના તેના નિયંત્રણમાં ચાલવી જોઇએ.

--Sushant savla (talk) 15:44, 24 March 2012 (UTC)

I think instead of going page wise we should do it chapter wise. It would be easy to control and manage. And I can't find any problem with index. Before starting our work we should decide the edition first. I don't think content would much differ by editions. Proof reading of what we right is also necessary to avoid any mistakes we make. Otherwise we can start working on it after deciding controller and let him decide best method. Of course with valuable inputs of others.--Vyom25 (talk) 16:32, 24 March 2012 (UTC)
૧. સુશાંતભાઈ સાથે સહમત, ૨. સુશાંતભાઈ સાથે સહમત, ૩. તટસ્થ, ના તો સહમત કે ના કોઈ ચોક્કસ અસહમતી. પણ વ્યક્તિગત રીતે હું આની તરફેણમાં નથી, ૪. વ્યોમભાઈ સાથે સહમત, ૫. સારો પ્રસ્તાવ, અને તેની સાથે-સાથે, તમે ચોતરા પર કોષ્ટક બનાવ્યું હતું તેને બદલે આ વખતે અહીં આના ચર્ચાના પાનાં પર જ બનાવી તેને જ અપડેટ કરતા રહેવું. જેથી લેખમાં પૂર્ણ/અપૂર્ણ લખવાની ઝંઝટમાંથી બચી શકાય, ૬. મને લાગે છે આ કાર્ય થઈ ગયું છે, માટે કોઈ ટિપ્પણી નહી.--Dsvyas (talk) 18:18, 24 March 2012 (UTC)
I agree with Vyom25 regarding Proof reading, it is a must. I have noticed some lack of it in the રચનાત્મક કાર્યક્ર્મ. The biggest blunder we have all done there is in its title. It should in fact be રચનાત્મક કાર્યક્રમ and not રચનાત્મક કાર્યક્ર્મ. I am correcting it now however. --Dsvyas (talk) 20:02, 24 March 2012 (UTC)
૧.સહમત; પ્રથમ ભાગ ૧ પૂર્ણ કરીશું. ૨.સહમત; ૩.ધવલભાઈ સાથે સહમત, જો કે સહકાર કરી શકે તેવા મિત્રોને વ્યક્તિગત રીતે/અંગત સ્રોતથી, જાણ કરી જોડવા પરંતુ વિકિ તરફથી જાહેર ટહેલ નાંખવી જરૂરી નથી લાગતી. ૪.વ્યોમજી/ધવલભાઈ સાથે સહમત. આપણે સભ્ય દીઠ એક પ્રકરણ વહેંચશું, પ્રકરણ લગભગ ૩-૪ પાનાંનું થાય છે. (આગલી પરિયોજના ’રચનાત્મક...’ પર કર્યું હતું તે પ્રમાણે જ) ૫. સહમત. ૬. આભાર !! --અશોક મોઢવાડીયા (talk) 15:30, 25 March 2012 (UTC)
ધવલજી અને અશોકજી. આપ બંને પ્રત્યેના સંપૂર્ણ વિનય સાથે અમુક વસ્તુ સમજવા માંગું છું. મેઈલિઁગ લીસ્ટ દ્વારા (૧) પરિયોજનાની જાણકારી લોકો સુધી પહોઁચાડવામાં અને (૨) જાહેર ટહેલ નાખવા સંબંધે આપની અનિચ્છાના કારણો સમજવા માંગુ છું. તેના ગેરફાયદાઓ તરફ મારું ધ્યાન દોરશો. મને લાગે છે કે તેના કદાચ ફાયદા શૂન્ય હોઈ શકે પણ નુકશાન શું છે? આપનો દ્રષ્ટિકોણ હું સમજી નથી શક્યો. કૃપા કરી આને મારો અવિનય ન સમજશો. અનુજ સમજી ને મને સમજાવશો. --Sushant savla (talk) 15:48, 25 March 2012 (UTC)
સુશાંતભાઈ, બહુ મામુલી ભેદ છે, મને ધવલભાઈના દૃષ્ટિકોણ વિષયે જાણ નથી (તેઓ લખશે જ) કિંતુ મેં એમ વિચાર્યું કે ’વિકિ’નાં જે સભ્યમિત્રો છે તેમને તો આ પરિયોજનાની જાણ થવાની જ. વ્યક્તિગત જાહેર આગ્રહથી સ્વૈચ્છીક કાર્યને બદલે ’શરમે ધરમે’ થતું કાર્ય બનવા સંભવ રહેશે. માટે માત્ર જાહેર જાણ (જેમ કે ચોતરા પર) કરવી. હા, આપણે વ્યક્તિગત રીતે (અંગત માધ્યમથી જેમકે, આપણાં મેઈલ, ફોન, રૂબરૂ વ.), જેઓ રસ ધરાવતા હોય કે સહકાર્ય કરવા સહમત હોય તેમને જાણ કે આગ્રહ (અંગત મિત્રતાનાં ધોરણે !) કરીએ. સમૂહ મેઈલ દ્વારા જાણ થતા કોઈને એમ લાગી શકે કે વિકિપીડિયાનાં સભ્ય છીએ એટલે હવે તો વિકિસ્રોત પર પણ આ કાર્ય ફરજીયાત કરવું પડશે, તો ’સ્વૈચ્છીક’ સિદ્ધાંતનો ભંગ થયા જેવું લાગશે. (’ગાંધીજી’ સાથે આપણે જોડાયા છીએ તેથી આટલું ઝીણું કાંતવું યોગ્ય છે !) જો કે આ મારૂં મંતવ્ય માત્ર છે, આગ્રહ નહિ. (વળી એ જ-ગાંધીજી !) સમગ્ર પરિયોજના દરમિયાન આપણે એકબીજા સાથે આવો સંવાદ તો ચાલુ જ રાખવો તેવી પણ વિનંતી છે. આભાર.--અશોક મોઢવાડીયા (talk) 16:50, 25 March 2012 (UTC)
આભાર અશોકજી. પરંતુ મારા ખયાલ પ્રમાણે સામે મુખે વ્યક્તિને પુછતાં ભાર વશ થઈ તેમના દ્વારા હા કહેવાની શક્યતા વધુ છે. જુઓને આપણે પહેલી વખત ટહેલ નાખી જ હતી ને કેટલા લોકો ભાર વશ થયાં અને જોડાયાં? આમ મન ન હોય તો કોઈ પન સભ્ય અને તે પણ મૈલિઁગ ના સભ્યો તો આમાઁ ભાર વશ નહીં જ જોડાય. અને જો કદાચ ભાર વશ જોડાય અને જે હળવું કંઇક યોગદન કરે તો પણ તેને કે આપણને કંઇ નુકશાન નહીં થાય. જે તે સારું કામજ થશે. હા હા હા. ચાલો જવા દો આ ટહેલના મુદ્દાને પણ બીજા મુદ્દા સંદર્ભે પરિયોજનની જાણ કરવામાઁ કંઈ આપત્તિ. ચોતરા પર લોકો નિયમિત નથી આવતાઁ અને ઘણાઁ તો તે જોતા પણ નથી. તો ભલે ને આવા સભ્યને ઇ-મેલ દ્વારા જાણ થતી. અશોકજી મેં ભૂતકાળમાઁ એવા ઘણાઁ સભ્યો જોયાં છે કે તેમણે તે સમયે લખેલું કે હાલમાં સમય નથી સમય મળ્યે હું જરૂર જોડાઇશ. એવા સભ્યોને જો આવી યોજના ની જાણ થાય તેના વિકાસની તવારીખ મળે અને જે આયોજન બદ્ધ રીતે તે આગળ વધે છે તે બધુઁ જુએ તો તેમને પ્રેરણા મળે ને જોડાવાનુઁ મન થાય. એક ઉદાહરણ આપું. હુઁ નિયમિત રક્તદાન કરું છું. બે મહિના પહેલા મે ૧૮મું રક્ત દાન કર્યું. મારો મિત્ર પહેલા તો ડરતો. પન મને આ કાર્ય નિયમિત કરતો જોઇ તેણે મને એમ કરવાનુઁ કારૅણ પૂચ્યુઁ મે તેને નૈતિક કારણ જણાવ્યું. પછી જે મઁદળમાઁ રક્ત દાન કરુઁ ચું મેં તેને ત્યાં આવવા કહ્યું તે આવ્યો. તેણે આયોજન બદ્ધ રીતે શિસ્ત બદ્ધ રીતે રક્ત દાન મેઁ કરેલા ર્ક્ત દાનની ઇતિહસ આદિ આયોજન જોઇ તે પ્રભાવિત થયો અને આ સૌથી પ્રેરિત થઈ તેણે રક્ત દાન શરૂ કર્યુઁ. આ રીતે હું મારા સૌ મિત્રોને પ્રેરણા કરતો રહુઁ. ત્યાર બાદ મારા તે મિત્રની એક મિત્ર અને એક અન્ય મિત્ર પન તેમાઁ જોડાયાઁ હવે અમે સૌ સાથે મળી રક્તદાન કરવા જઈએ છીએ. મારા તે મિત્ર એ છ વખત અને તેની મિત્ર એ ૨ વખત રક્ત દાન કર્યુઁ છે. કહેવાનો આશય એમ કે વ્યાપક સ્તરે યોજના સાકર કરવા વ્યાપક સમુદાયમાઁ જાણકારી પહોંચતી કરવી. દા. ત. જો મેઁ રક્ત દાનનીવાત મારા સુધી જ રાખી હોત અને વિચાર્યું હોત કે સરકાર ઘણી જાહેરાતો કરે છે સમાજ સેવી સંસ્થાઓ ઝુંબેશ ચલાવે છે તો મારે શું કામ કોઇને કહેવાની જરૂર છે. તો કદાચ મારા મિત્ર અને તેની મિત્ર કદાચ ન જોડાયા હોત. આમ આપને પણ અપણી પાસે જે કોઇ સગવડો ઉપલબ્ધ ચે તેનો ઉપયોગ કરી મહિતી વહેતી કરવી જોઇએ. શુઁખબર આપણુઁ કાર્ય જોઇને જ કોઇ સ્વેચ્છાએ પ્રેરિત થઈ જાય. આપ તો સ્વયં બહોળુઁ વાઁચન લેખન કરનાર જાણકર વ્યક્તિ છો મારો પક્ષ માંડવા આટલા બધા શબ્દોની ય જરૂર ન હોયૢ પણ શું કરું મારું હાળું મને પણ સંતોષ તો થવો જોઇએ ને. હા હા હા...! ચાલો હવે કામે વળગું.--Sushant savla (talk) 17:38, 25 March 2012 (UTC)
મારો દૃષ્ટિકોણ પણ જણાઅવી દઉં. અશોકભાઈએ કહ્યું છે તે જ રીતે, આપણે ઉપર પડીને કોઈને આ કામ માટે નોંતરવા મને યોગ્ય લાગતું નથી. કોઈ વ્યાક્તિ સ્વેચ્છાએ જોડાવા માંગતી હોય તો તેનું હંમેશા સ્વાગત છે, પણ વારેઘડીએ એકની એક વાત કરીએ તો સ્વાભાવિક જ સંવેદનશીલ લોકો દબાણવશ કહો તો દબાણવશ કે બે આંખની શરમે કહો તો તેમ, તે કાર્યમાં જોડાય. આવી રીતે કરેલું કાર્ય કરવા ખાતર કર્યું હોય અને તે કારણે તેમાં ખાસ ભલીવાર ના હોય તેમ બની શકે. આ ઉપરાંત, અન્ય સ્થળોએ જઈને આપણા કાર્યની જાહેરાત અને ઉઘરાણું કરવું તે મને નૈતિક રીતે યોગ્ય લાગતું નથી, જેમકે એક પ્રસ્તાવ હતો કે જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસતા હોય ત્યાં ત્યાંની ટાપાલયાદીઓમાં. હા, વિકિસ્ત્રોત ગુજરાતીમાં પણ છે, તેવી જાહેરાત સામે મને વાંધો નથી (જો કે હજુ એ દિવસ પણ નથી આવ્યો) પણ "અમે એક પુસ્તક ટાઈપ કરવાનું શરૂ કર્યું છે, તો તમે પણ અમારી સાથે એ પુસ્તક ટાઈપ કરવા જોડાવ" તેને જાહેરાત ના કહી શકીએ. તે માંગણી છે. સ્વાશ્રયી બનવું તેમ ગાંધીજીએ જ શીખવ્યું છે, તો સ્વેચ્છાએ આ સહકાર્યમાં જોડાતા લોકોને સાથે લઈને ચાલવું, બસ. અસ્તુ!--Dsvyas (talk) 18:16, 25 March 2012 (UTC)

પરિયોજના સંચાલક માટે પ્રસ્તાવ[ફેરફાર કરો]

પરિયોજના સંચાલક તરીકે હું અશોક મોઢવડિયા જી ના નામનો પ્રસ્તાવ મુકું છું --Sushant savla (talk) 15:44, 24 March 2012 (UTC)

As long as he is agree with this duty I have no problem. I support this proposal.--Vyom25 (talk) 16:20, 24 March 2012 (UTC)
અશોક મોઢવાડીયા સાથે સુશાંતભાઈની અને મારી વાત થઈ ગઈ છે, અને તે આ માટે પહેલેથી સહમત છે જ. માટે આ પ્રસ્તાવ પર ચર્ચાનો અવકાશ જણાતો નથી. ઉપર પણ તેમણે પોતાનો સંદેશો લખીને આ પરિયોજનાની શરૂઆતની જે જાણ કરી છે, તેને આ સહમતીના સંદર્ભે જ લેવી. હા, કોઈને આ સામે વાંધો હોય તો અવશ્ય અહિં ચર્ચા કરી શકીએ છીએ, અને મને ખાત્રી છે કે અશોકભાઈ તેને આવકારશે.--Dsvyas (talk) 17:51, 24 March 2012 (UTC)
મિત્રો દ્વારા મને સોંપાયેલી જવાબદારી હું નમ્રતાથી સ્વિકારૂં છું. આપ સૌના સહકારની અપેક્ષાએ. પ્રકરણ પ્રમાણે પાનાં સ્કેન કરી નાંખ્યા છે. શ્રી.સુશાંતભાઈએ પહેલા ભાગને લગભગ અડધે તો પહોંચાડ્યો જ છે, બાકી રહ્યો ત્યાંથી આપણે સહિયારો પુરુષાર્થ આદરીયે. પાનાંની JPG બનેલી છે. મોકલવી ચાલુ કરૂં છું. (JPG અનુકૂળ ન લાગે તો PDF પણ બની શકશે.) આ પાના પર જ કોને કયું પ્રકરણ સોંપાયું તેની યાદી બનાવીશું. આભાર.--અશોક મોઢવાડીયા (talk) 15:37, 25 March 2012 (UTC)

મારી પાસે પુસ્તક છે મને ફક્ત પ્રકરણ ક્રમાંક કહેશો.--Sushant savla (talk) 15:55, 25 March 2012 (UTC)

સુશાંતભાઈ, (૧૧. વિલાયતની તૈયારી)જે અપૂર્ણ છે, તે પણ આપ જ પૂર્ણ કરો. અન્યની વહેંચણી તુરંતમાં જ. આભાર. --અશોક મોઢવાડીયા (talk) 16:56, 25 March 2012 (UTC)

પરિયોજના ’આત્મકથા’[ફેરફાર કરો]

વિકિસ્રોત પર ગાંધીજીની આત્મકથાનું અક્ષરાંકન કરવા માટે સૌ મિત્રોનાં સહકારથી ચાલુ કરાયેલી આ પરિયોજનામાં આપનું સ્વાગત છે.

 1. દરેક મિત્રને આખું પ્રકરણ ફાળવાયેલું છે. (જે લગભગ ૩-૪ પાનાંનું હશે) પ્રકરણનાં બધાંજ પાનાની JPG મેઈલ દ્વારા મોકલાશે.
 2. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
 3. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
 4. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{header
 | title   = [[સત્યના પ્રયોગો અથવા આત્મકથા]]
 | author   = મોહનદાસ કરમચંદ ગાંધી
 | translator = 
 | section  = પ્રકરણનું નામ
 | previous  = [[સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:xxx|xxx]]
 | next    = [[સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:yyy|yyy]]
 | notes   = 
}}
 zzz

(અપૂર્ણ)

'''[[સત્યના પ્રયોગો અથવા આત્મકથા]]'''

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક શાથે) અને zzz=પ્રકરણનું લખાણ.

સહકાર બદલ આભાર.

’ભાગ પહેલો’ પર સહકાર્ય કરતા મિત્રોની કાર્યસૂચી[ફેરફાર કરો]

 • સુશાંત સાવલા: પ્રકરણ = ૧ થી ૧૧, ૧૭, ૨૩
 • ધવલ વ્યાસ:પ્રકરણ = ૧૨, ૧૬, ૨૨,
 • vyom25:પ્રકરણ = ૧૩, ૧૮, ૨૦
 • સતિષ પટેલ:પ્રકરણ = ૧૪,
 • જેઠાભાઇ ઓડેદરા:પ્રકરણ = ૨૧, ૨૫
 • અશોક મોઢવાડીયા:પ્રકરણ = પ્રસ્તાવના, ૧૯, ૨૪,
 • jaishree:પ્રકરણ =૧૫,

(મિત્રો, ’ભાગ પહેલો’નું કાર્ય સંપન્ન થયું છે. આભાર.)

’ભાગ બીજો’ પર સહકાર્ય કરતા મિત્રોની કાર્યસૂચી[ફેરફાર કરો]

 • સુશાંત સાવલા: પ્રકરણ = ૫, ૬, ૭, ૧૭, ૨૩, ૨૪
 • ધવલ વ્યાસ:પ્રકરણ = ૩, ૪, ૧૧, ૧૨, ૨૮,
 • vyom25:પ્રકરણ = ૮, ૯, ૧૪, ૧૫, ૨૨, ૨૭,
 • સતિષ પટેલ:પ્રકરણ = ૧૯,
 • જેઠાભાઇ ઓડેદરા:પ્રકરણ = ૧૩ ,
 • અશોક મોઢવાડીયા:પ્રકરણ = ૧, ૧૬, ૨૫,
 • jaishree:પ્રકરણ = ૨૦
 • Roopal Mehta:પ્રકરણ = ૧૮,
 • સંજય બાલોતિયા:પ્રકરણ = ૨, ૧૦, ૨૯,
 • જીતેન્દ્રસિંહ:પ્રકરણ = ૨૧, ૨૬,
 • (મિત્રો, ’ભાગ બીજો’નું કાર્ય સંપન્ન થયું છે. આભાર.)

’ભાગ ત્રીજો’ પર સહકાર્ય કરતા મિત્રોની કાર્યસૂચી[ફેરફાર કરો]

 1. સુશાંત સાવલા: પ્રકરણ =૩, ૧૭, ૧૮,૧૯,
 2. ધવલ વ્યાસ:પ્રકરણ = ૨, ૭,
 3. vyom25:પ્રકરણ = ૪, ૧૩, ૧૪,
 4. સતિષ પટેલ:પ્રકરણ = ૫, ૨૧,
 5. અશોક મોઢવાડીયા:પ્રકરણ = ૧, ૧૨,
 6. jaishree:પ્રકરણ = ૯, ૨૩,
 7. Roopal Mehta:પ્રકરણ = ૧૫, ૧૬,
 8. સંજય બાલોતિયા:પ્રકરણ = ૬, ૨૦,
 9. જીતેન્દ્રસિંહ:પ્રકરણ = ૮,
 10. નિલેશ બંધીયા = ૧૦, ૨૨,
 11. Findjigar = ૧૧,

’ભાગ ચોથો’ પર સહકાર્ય કરતા મિત્રોની કાર્યસૂચી[ફેરફાર કરો]

 1. સુશાંત સાવલા: પ્રકરણ = ૧, ૨, ૧૫, ૧૬, ૨૫, ૨૬, ૨૮, ૩૮,
 2. ધવલ વ્યાસ:પ્રકરણ = ૩, ૪,
 3. vyom25:પ્રકરણ = ૫, ૬, ૩૯,
 4. સતિષ પટેલ:પ્રકરણ = ૭, ૮, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭, ૩૫, ૩૬, ૩૭, ૪૧, ૪૦,
 5. જેઠાભાઇ ઓડેદરા:પ્રકરણ = ૯, ૧૦, ૩૨,
 6. અશોક મોઢવાડીયા:પ્રકરણ = ૧૧, ૧૨, ૨૭, ૨૯, ૩૩, ૩૪,
 7. jaishree:પ્રકરણ = ૧૩, ૧૪,
 8. સંજય બાલોતિયા:પ્રકરણ = ૧૭, ૧૮,
 9. જીતેન્દ્રસિંહ:પ્રકરણ = ૧૯, ૨૦, ૩૦, ૩૧,
 10. નિલેશ બંધીયા = ૨૧, ૨૨,
 11. Findjigar = ૨૩, ૨૪,
 • (મિત્રો, ’ભાગ ચોથો’નું કાર્ય સંપન્ન થયું છે. આભાર.)

’ભાગ પાંચમો’ પર સહકાર્ય કરતા મિત્રોની કાર્યસૂચી[ફેરફાર કરો]

 1. સુશાંત સાવલા: પ્રકરણ = ૧,૨,૩, ૧૮, ૧૯, ૨૭,૨૮, ૩૭, ૨૩, ૨૪,
 2. ધવલ વ્યાસ:પ્રકરણ = ૪, ૫, ૬, ૨૦, ૨૧, ૨૨, ૩૪, ૩૬, ૩૮,
 3. vyom25:પ્રકરણ = ૭, ૮, ૯, ૨૫,
 4. સતિષ પટેલ:પ્રકરણ = ૪૩, ૧૦, ૧૧, ૧૨, ૨૯, ૩૦, ૪૦, ૪૧, ૪૨,
 5. જેઠાભાઇ ઓડેદરા:પ્રકરણ = ૧૩, ૧૪, ૩૫,
 6. અશોક મોઢવાડીયા:પ્રકરણ = પૂર્ણાહૂતિ, ૧૫, ૧૬, ૧૭,
 7. jaishree:પ્રકરણ =
 8. Roopal Mehta:પ્રકરણ =
 9. સંજય બાલોતિયા:પ્રકરણ = ૨૬,
 10. જીતેન્દ્રસિંહ:પ્રકરણ = ૩૧, ૩૨, ૩૩,
 11. નિલેશ બંધીયા =
 12. Findjigar =
 13. દેવેન્દ્રસિંહ ગોહિલ:પ્રકરણ =૩૯,

(જે મિત્રો પાસે પુસ્તક છે તેઓ સોંપાયેલું પ્રકરણ પૂર્ણ થયે અન્યને ન સોંપાયેલું પ્રકરણ, પ્રથમ અહીં નોંધી, શરૂ કરી શકે છે. ધન્યવાદ)

 • આપ પણ સામેલ થાઓ (નીચે જાણ કરો)

પરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]

 • આપનું સભ્યનામ લખો.
 1. --Roopal Mehta (talk) ૧૨:૫૨, ૨૮ માર્ચ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
આભાર. કૃપયા આપનું ચર્ચાનું પાનું જૂઓ.--અશોક મોઢવાડીયા (talk) ૧૩:૦૭, ૨૮ માર્ચ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
 1. --સંજય બાલોતિયા
આભાર. કૃપયા આપનું ચર્ચાનું પાનું જૂઓ. --અશોક મોઢવાડીયા (talk) ૧૩:૩૧, ૨૮ માર્ચ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
 1. --નિલેશ બંધીયા (talk) ૧૨:૩૬, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
આભાર. કૃપયા આપનું ચર્ચાનું પાનું જૂઓ --અશોક મોઢવાડીયા (talk) ૧૨:૫૦, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
 1. --Findjigar (talk) હું તમારા જેવા સરસ માણસોને આ પુસ્તકને લખવામાં કોઈ મદદ કરી શકું ? હું ખુશ થઈશ મારી મદદ આપીને.
આભાર. કૃપયા આપનું ચર્ચાનું પાનું જૂઓ --અશોક મોઢવાડીયા (talk) ૨૦:૪૬, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]


પરિયોજના વિકાસપત્ર[ફેરફાર કરો]

તારીખ ભાગ કુલ પ્રકરણ સંપન્ન પ્રકરણ ટકાવારી
૨૭/૦૩/૨૦૧૨ પ્રસ્તાવના ૧૦૦.૦૦%
૦૨/૦૪/૨૦૧૨ ભાગ પહેલો ૨૫ ૨૫ ૧૦૦.૦૦%
૦૫/૦૪/૨૦૧૨ ભાગ બીજો ૨૯ ૨૯ ૧૦૦.00%
૨૧/૦૪/૨૦૧૨ ભાગ ત્રીજો ૨૩ ૨૩ ૧૦૦.૦૦%
૧૮/૦૪/૨૦૧૨ ભાગ ચોથો ૪૭ ૪૭ ૧૦૦.૦૦%
૨૧/૦૪/૨૦૧૨ ભાગ પાંચમો ૪૩ ૪૩ ૧૦૦.૦૦%
૧૮/૦૪/૨૦૧૨ પૂર્ણાહૂતિ ૧૦૦.૦૦%
૨૧/૦૪/૨૦૧૨ કુલ ૧૬૯ ૧૬૯ ૧૦૦.૦૦%
પ્રિય મિત્રો, નમસ્કાર.

આપ સૌના સાથ અને સહકારથી આપણી આ ’આત્મકથા પરિયોજના’ પૂર્ણ થયેલ છે. ધાર્યા કરતાં પણ ઓછા સમયમાં આપણે આ કાર્ય પૂર્ણ કર્યું એ બદલ આપ સૌ સહકાર્ય કરનાર મિત્રોને હું પરિયોજના સંચાલક લેખે હાર્દિક અભિનંદન પાઠવું છું. મને આ પરિયોજનાનાં સંચાલનની જવાબદારી સોંપવાલાયક ગણ્યો એ બદલ પ્રબંધકશ્રીઓનો અને આપ સૌ મિત્રોએ ઉત્સાહભેર આ પરિયોજનામાં ભાગ લઈ મહાત્મા ગાંધીજીનાં આ વિશ્વપ્રસિદ્ધ પુસ્તકને, ગુજરાતીમાં પણ, લોકભોગ્ય બનાવી આપ્યું એ બદલ આપ સૌ મિત્રોનો હું હાર્દિક આભાર માનું છું. ધન્યવાદ. --અશોક મોઢવાડીયા (talk) ૧૮:૦૦, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

 • આ પરિયોજનામાં સહભાગી બનનારા સર્વે મિત્રોના આભારસહઃ, દરેક મિત્રએ યથાશક્તિ, યથાસમય પોતાનું યોગદાન આપ્યું તે અમુલ્ય જ છે છતાં, સર્વનાં કાર્યની અહીં આંકડાશાસ્ત્રના માધ્યમથી નોંધ લઈએ તો,
સભ્ય પ્રકરણ પાનાં ટકાવારી
સુશાંતભાઈ ૪૧ ૧૨૪.૨૫ ૨૫.૪૬ %
સતિષભાઈ ૨૬ ૬૮.૨૫ ૧૩.૯૮ %
વ્યોમજી ૧૯ ૫૯.૫ ૧૨.૧૯ %
ધવલભાઈ ૨૧ ૫૮.૭૫ ૧૨.૦૪ %
અશોકભાઈ ૧૮ ૫૩.૫ ૧૦.૯૬ %
જીતેન્દ્રસિંહ ૧૦ ૩૦.૫ ૬.૨૫ %
જેઠાભાઈ ૨૫.૫ ૫.૨૦ %
સંજયભાઈ ૨૩ ૪.૭૦ %
જયશ્રીબહેન ૧૬ ૩.૨૮ %
નિલેશભાઈ ૧૨.૨૫ ૨.૫૨ %
જીગરભાઈ ૧.૬૪ %
રૂપલબહેન ૬.૫ ૧.૩૩ %
દેવેન્દ્રસિંહ ૨.૨૫ ૦.૪૫ %
કુલ ૧૬૯ ૪૮૮ ૧૦૦.૦૦ %

(કુલ પાનાંની ગણતરીમાં અડધાં કોરા પાનાં વગેરેની ગણતરી કરી ખરેખરૂં લેખનકાર્ય ગણ્યું છે.)

અરધું કાંત્યું, અરધું રહ્યું[ફેરફાર કરો]

મિત્રો, પરિયોજનામાં આજનો દિવસ એક મહત્ત્વ પૂર્ણ દિવસ છે. આજે આપણું આડધું કાર્ય પૂરું થયું છે. આ અવસરે અપ સૌને વધાઈ. આપના સૌના સહકાર અને અશોકજીના પ્રબંધન હેઠળ આ કાર્ય સારી રીતે પ્રગતિ કરી રહ્યું છે. આગળ ઉપર આવીજ ત્વરાથી સહકાર્ય કરતા રહેશો. --Sushant savla (talk) ૨૨:૦૧, ૮ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

સર્વ મિત્રોને ધન્યવાદ. જો કે પ્રકરણ નહીં પણ પાનાંઓની ગણતરીએ જોઈએ તો આપણે લગભગ ૫૨૫માંથી ૩૫૦ પાનાં જેટલું, એટલે કે ૨/૩ (૬૬.૬૬ %) કાર્ય પૂર્ણ કર્યું છે. હવે માત્ર ત્રીજા ભાગનું, ૧/૩ (૩૩.૩૩ %) કાર્ય રહ્યું. આમ જ ઉત્સાહ જાળવી રાખીશું તો મારી અંગત ધારણા (એક માસ) કરતાંયે અડધા સમયમાં મિત્રો આ કાર્ય સંપન્ન કરી લેશે ! આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૩:૪૭, ૯ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

પોણું થયું પા રહ્યું[ફેરફાર કરો]

માત્ર છ દિવસના ગાળામાં, માત્ર છ દિવસમાં પુસ્તકનો ૨૫% ભાગ ચઢાવાયો ! વાહ ભાઈ વાહ ! પ્રકરણની દ્રષ્ટિએ આજે ૭૫% ભાગ પૂર્ણ થયો છે. સૌ મિત્રો આમ જ સહકાર્ય કરતા રહેશો. આ છે એકતાની શક્તિ. --Sushant savla (talk) ૦૭:૫૬, ૧૪ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]


અન્ય ચર્ચા[ફેરફાર કરો]

મુદ્દો ૧[ફેરફાર કરો]

એક બાબત પરત્વે ધ્યાન દોરવાનું (માફ કરજો, દરેક વાતમાં ડહાપણ કરવાની ટેવ પડી ગઈ છે તેમ કરીને) આપણે પ્રકરણો જે બનાવીએ છીએ તે મૂળ પુસ્તકનાં સબપેજ (ઉપપાના) તરીકે બનાવીએ છીએ, અને ફક્ત મૂળપાનાઁઆં જ શ્રેણીઓ ઉમેરવાનો રિવાજ છે, સબપજીસમાં નહી. માટે દરેક પાનાં પર આ બધી શ્રેણીઓ ઉમેરવાનું ટાળવું. રચનાત્મક કાર્યક્રમાં જે શ્રેણીઓ ઉમેરી છે તેને પણ દૂર કરવી તેવું મારૂં સુચન છે. અને પુસ્તકના નામની પણ શ્રેણી ના હોવી જોઈએ, કેમકે પુસ્તક પોતે જ એક કરતા વધુ શ્રેણીઓમાં (દાત. લેખનપ્રકાર, લેખક, વર્ષ વગેરે) આવતો એકમ છે. જો કે આ બહુ મોટી વાત નથી એટલે મારી અન્ય વાતોની જેમ જ આનો પણ કોઈ દુરાગ્રહ નથી. ફક્ત ધ્યાનદોરવા સબબ જ જણાવું છું. દખલઅંદાજી કરવા બદલ ફરી એકવખત માફી માંગું છું.--Dsvyas (talk) 18:04, 25 March 2012 (UTC)
આપની વાત વ્યાજબી છે. હવે એક માર્ગદર્શન આપવા વિનંતી(અથવા ફેરફાર જ કરી આપવા તસ્દી લેશોજી). ૧. ગુજરાતી અને gujarati લખેલી બે શ્રેણી દરેક પાને રાખવાની કે નહિ ? ૨. ઉપર લખાણ કર્યું તેમાં અન્ય જરૂરી સૂચનો. આભાર. --અશોક મોઢવાડીયા (talk) 18:14, 25 March 2012 (UTC)
ઉપરનું લખાણ તદ્દન વ્યાજબી જ છે, અને આવી સરસ ફાળવણી કરવા બદલ પણ આભાર. અને સૌથી મોટો આભાર તો આ સહકાર્યનાં સંચાલનની ધુરા સંભાળવા બદલ અને મારી લમણાફોડો સહન કરવા બદલ પણ. અને શ્રેણી વિષયક હું તો આ બે શ્રેણીઓ પણ ઉમેરવાની હિમાયત નહી કરું. જો કે મારા ખ્યાલે, આ બે શ્રેણીઓ જ્યારે આપણું સબડોમેઇન મળી જશે ત્યારે દૂર થવાની જ છે, તો જો તેને ઉમેરવી હોય તો વાંધો નથી. પણ તેમ કરવામાં એક ખતરો એ છે કે, તે દરેક પાનાં શ્રેણીમાં દર્શાવાશે, અને આપણે અહીં પુસ્તકની ગણતરી કરીએ છીએ, માટે જો શ્રેણીમાં તે પાનાં દર્શાવાશે તો આપણે વખતો વખત જે આટલા પાનાં બન્યા, તેટલા બન્યાની જાહેરાતો કરીએ છીએ તેમાં ચોક્સાઈનો અભાવ વર્તાય. હા, પાછલા પ્રોજેક્ટમાં જયશ્રીબેન અને નિલેશભાઈ જોડાયા હતા, વ્યોમજી તો આપણી સાથે છે જ, તો તમને શું લાગે છે? આપણે તે બે સભ્યોને મેલ કરીને પુછી જોવું? સુશાંતભાઈ અને વ્યોમજીના પણ મંતવ્યો આ વિષયે જાણી લઈએ તો સારું, પછી જ વધારો-ઘટાડો કરવાનું શરૂ કરૂં તો કેમ?--Dsvyas (talk) 18:23, 25 March 2012 (UTC)
For wikipedia my motto is "The more the merrier". Right now I am working with several guys on a Tropical Storm list on English wikipedia so ask as many as you can.--Vyom25 (talk) 04:28, 26 March 2012 (UTC)
Dear Vyom25, I haven't seen any email request to the mailing lists of Wikipedia Gujarati, Wikipedians in Ahmedabad or Wikimedia India, which I subscribe. Where did you advertise and asked these guys who are helping you on the Tropical Storm List?--Dsvyas (talk) 08:55, 26 March 2012 (UTC)
 • No no I didn't ask anyone on Wikimedia India or any Gujarati wikipedians in fact those guys are not Indian I guess. we are working on List of named tropical cyclones‎ and it was not a pre planned team work like this.
 • How it started? While going from page to page I got here and I read about work, at that time Larry was the only one working on that list then I joined and some more experienced guys helped with our query. You can look here for more on this. I have started from bottom and Larry from top.
 • By the way it has nothing to do with our work. Above you said that "સુશાંતભાઈ અને વ્યોમજીના પણ મંતવ્યો આ વિષયે જાણી લઈએ તો સારું" so all I am saying is I like to work with more contributors. So we should ask Jayshreeben and Nileshbhai.--Vyom25 (talk) 09:14, 26 March 2012 (UTC)
Dear Vyom25, that is exactly what I am trying to convey. I have been active on Wikipedia for more than 4 years, and so is the case with Sushantbhai and Ashokabhai. We all have always worked together, and with other wikipedians, so it is not at all an issue whether we should include others and none of us wnats to work on just their own. If that would have been the case, none of us would have been here on wikipedia. As you got people interested in the work you were doing, they joined, similarly, my point is the same, we should work on the task we have chosen to (out of our interest, obligation, or whatever it may be) and let others chose what they want to contribute. Rather than we go and invite everyone from all corners of the world, just to come and join us in completing this book or our next book, people should only be shown the way to Wikisource. Once they are in, they can themselves chose what to work on. I can see you have been preparing Zaverchand Meghani's short stories. I have one of my faviourite book in my mind, which I want to upload here, similarly everyone has their own interest, so why to force people to come and join the work that you, me, Sushantbhai, Ashokbhai or for that matter anybody else is doing here? Hope this will clear my stand on what to advertise and what not. Thanks for agreeing with me to invite Nileshbhai and Jayshreeben for this. I have never stopped people from coming and joining the task. The day I do it, I must be forced to retire from wiki entirely.--Dsvyas (talk) 09:29, 26 March 2012 (UTC)
Yeah I get your point and I agree with you that no one should be forced. And I just replied to your query about that Tropical Cyclone work. Otherwise I support your point about working on wikipedia. and who said that you stop people from coming and joining the task in fact it is exactly opposite you encourage people.--Vyom25 (talk) 04:18, 27 March 2012 (UTC)
Thanks a million, I know I have not very good skills of politely replying (મીઠી બોલી, જો કે અમદાવાદી છું છતાં), and this has created stir among users in past, so, that could be seen as me stopping people or turning them away. :) Thanks once again for your understaning.--Dsvyas (talk) 08:47, 27 March 2012 (UTC)

મુદ્દો ૨[ફેરફાર કરો]

કોઇ પ્રકરણમાં અન્ય ભાષાના અંશ હોય તો તેનો સમાવેશ શી રીતે કરવો? આપ સૌ આપના વિચાર જણાવશો.--Vyom25 (talk) ૧૭:૧૩, ૨૮ માર્ચ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

ભાષા એટલે કે લિપિ? જે તે લિપિમાં જ રહેવા દેવું એમ મારું માનવું છે. રચનાત્મક કાર્યક્રમમાં મારા ફાળે આવેલા આમુખમાં દેવનાગરી લિપિમાં લખાણ હતું, તેને મેં તેમ જ રહેવા દીધું હતું. અન્યોના મત પણ આવકાર્ય છે.--Dsvyas (talk) ૧૩:૦૪, ૨૮ માર્ચ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
બરાબર છે, આત્મકથામાં ઘણી જગ્યાએ હિન્દી ભાષા (લિપિ)માં લખાણ આવે છે. તેને હિન્દીમાં જ, યથાવત રાખવું તેવો મારો નમ્ર મત છે. --અશોક મોઢવાડીયા (talk) ૧૯:૦૧, ૨૮ માર્ચ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
અશોકજી સાથે સહેમત --Sushant savla (talk) ૧૩:૫૨, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
ઉતારુ ને બદલે ઉતારૂ એટલે કે "રુ (ru)" ને બદલે "રૂ (ruu)" લખીએ તો કેવુ રહેશે?--સંજય
પુસ્તકમાં હોય તે મુજબ જ રાખો કારણ કે મૂળ પુસ્તકથી અલગ લખાણ મારા મતે યોગ્ય નથી.--Vyom25 (talk) ૧૬:૪૪, ૩૦ માર્ચ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
વ્યોમજીની વાત બરાબર છે. જો કે ઉપર માર્ગદર્શનમાં પણ આ મુદ્દો ઉમેરી દઉં છું. મિત્રો, આપણે મૂળ પુસ્તકને વફાદાર રહેવાનું છે. જોડણી, ભાષા અને વાક્યરચના યથાવત રાખવી એવી વિનંતી છે. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૯:૧૬, ૩૧ માર્ચ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

મુદ્દો ૩[ફેરફાર કરો]

કોઈ અનામી આઈ પી દ્વારા એક નવું સૂચન હતું કે પૂરા થયેલા પ્રકરણ ની આગળ "પૂર્ણ" એમ ન લખતા, માત્ર તે સંખ્યાને ઘાટા અક્ષરે મુકવી. તે સભ્યને વિનંતી કે લોગઈન કરી ફેરફાર કરે અને તેના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરે . વળી આમ કરતાં ગડમથલ થવાની સંભાવના છે માટે મારા મતે "પૂર્ણ" લખવાની પ્રણાલી યોગ્ય છે. અક્ષર ઘાટા છે કે સામન્ય તે તારવવા આંખોને તાણ આપીને ધ્યાન પૂર્વક જોવું પડશે. જો પૂર્ણ એમ લખ્યું હશે તો તેટલી તક્લીફ નહીં પડે. અન્ય સભ્યો નો શું મત છે?--Sushant savla (talk) ૧૬:૩૮, ૧ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

અત્યારની કાર્યપર્ણાલીમાં કોઇ જ વાંધો નથી તો પછી નવી નીતિ શા માટે અપનાવવી? If it ain't broke, don't fix it--Vyom25 (talk) ૧૬:૪૮, ૧ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
શ્રી.સુશાંતભાઈ, માઠું ન લગાડશો !!!!! પણ હવે મિત્રતામાં આપણે થોડી મજાક પણ કરી શકીએ જ ને ?!!! તો, આપ દેહનાં એક ચોક્કસ અંગને કષ્ટ આપી જાણી શક્યા હોત કે એ ફેરફાર કોણે કર્યો હતો !!! મૂળ તો, બહાર હતો અને એક મિત્રનું મશિન વાપરતો હતો, અને પાસવર્ડ યાદ રાખવાનું કાર્ય માત્ર મારું મશિન જ કરે છે તેથી (મારા એ મગજ કરતાં મશિનની મેમરી વધારે પાવરફૂલ છે !!) લોગઈન થયા વગર પ્રકરણ ફાળવણીનું કામ કરી નાંખ્યું. (આપ જોઈ શકશો કે સાથે સાથે મેં નવા પ્રકરણ પણ ફાળવ્યા હતા.) વાંધો નહીં, પ્રકરણનો સુધારો તો હું કરી નાંખુ છું. હવે મને આ વિચાર કેમ આવ્યો તે નમ્રતાપૂર્વક સૌ મિત્રો સમક્ષ મેલું. આગ્રહ નથી જ, યોગ્ય જણાય તો જ એ પ્રમાણે કરીશું અન્યથા મને તો "પૂર્ણ" લખાય છે તે સામે કોઈ વાંધો નથી જ. તો, આગળ જશું તેમ ભાગ - ૪ અને ૫ માં ૪૭ અને ૪૩ પ્રકરણ થશે. દરેક પ્રકરણ પાછળ "પૂર્ણ" લખાયેલું સ્વાભાવિકપણે જ આંખોને ખૂંચે તેવું લાગશે, નાહક જગ્યા પણ વધારે રોકશે. (ગુજ.રૂઢિપ્રયોગ વાપર્યે તો, "રોટલા કરતા અથાણા ઝાઝા" એવું લાગશે !!!) આથી આ સૂચન અને પ્રયોગાત્મક કાર્ય કરેલું. તકલિફ બદલ ક્ષમા ચાહીશ. (આમે આજે પહેલી એપ્રિલ છે :-) ! આટલું કષ્ટ તો સહન કરશો જ ને !!! ) ખરી સમસ્યા મેં વર્ણવી. ઉપાય માટે અન્ય કોઈ વધારે સારો માર્ગ હોય તો પણ સૌએ વિચારવો. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૦૦:૦૬, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
માફ કરજો, આજે રામનવમીને લીધે આખો દિવસ મેળ પડ્યો નહી તે અત્યારે મોડેમોડે આ ચર્ચા આગલ લંબાવું છું. અશોકભાઈની વાત સાચી છે, જો લાંબી યાદી થાય તો, દરેકની પાછળ પૂર્ણ-પૂર્ણ લખાતા ટ્રેનના ડબ્બાઓની સંખ્યા બમણી થઈ જાય. હવે જો આંખોને કષ્ટ ન આપવું હોય તો એક બે સૂચનો. (૧)જે પ્રકરણ પૂર્ણ થઈ જાય તેના ક્રમને <strike>અને</strike>નો સંપૂટ આપીએ (દા.ત. <strike>૧૩</strike>) તો તે આ પ્રમાણે (૧૩) ચેકાઈ ગયેલું દેખાશે, જેથી સહેલાઈથી ખબર પડી જાય કે તે પ્રકરણ પતી ગયું છે, અને વળી આંખો પણ રાજી રહે. (૨) અને તેથી પણ આગળ, અશોકભાઈ તમે આખી યોજનાનું સંચાલન કરો છો, એટલે પ્રકરણોની ફાળવણી તો તમે જ કરવાના. જ્યારે કોઈ સભ્ય તેને ફાળવેલા પ્રકરણો પતાવી દે ત્યારે જ તમારો સંપર્ક કરવાનો છે, અને તમે તેની યાદીમાં નવા પ્રકરણો ઉમેરી દો, જેથી અન્યોને ખબર પડે કે ભૂલથી પણ તેમણે એ પ્રકરણો પર કામ કરવાનું નથી. આમ કરવાથી આ પૂર્ણ લખવું, ઘાટા કરવા કે ચેકી નાંખવા એ બધી અસમંજસમાંથી છુટી શકીશું. બાકી તો જો બધાનો મત જેમ ચાલે છે તેમ ચાલવા દેવાનો હોય તો ભલે ચાલતું ત્યારે.
(ખુબ લાંબું ચાલતું હતું અને ઇન્ડેન્ટેશનમાં જૂના મિત્રો પણ ગડથોલા ખાતા હતા એટલે ચર્ચાઓને વિવિધ મુદ્દા પ્રમાણે વહેંચી દીધી છે, જેથી હવે જે-તે મુદ્દામાં જ ફેરફાર કરવાનો રહે અને લાંબું ઇન્ડેન્ટેશન પણ ના રહે).--Dsvyas (talk) ૦૩:૫૫, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
વાંધો નહી. ધવલજીનો સુઝાવ "જે પ્રકરણ પૂર્ણ થઈ જાય તેના ક્રમને <strike>અને</strike>નો સંપૂટ આપીએ (દા.ત. <strike>૧૩</strike>) તો તે આ પ્રમાણે (૧૩)" એ વધુ સારો લાગે છે. મારા મોનીટરની અમુક મર્યાદા એવી છે કે તેને કરણે ઘાટા અને સામાન્ય અક્ષરોમાં જાજો ફરક ભાસતો નથી. અત્યંત ધ્યાનથી જોવું પડે છે. માટે મેં ઉપરનો સુઝાવ આપ્યો. બાકી મેં આઈ. પી.દ્વારા ફાળવણી પણ થઈ હતી તે બાબતો જોઈ ન હતી. તેથી ઓળખી ન શક્યો. તે બદ્દલ દિલગીર છું. નહીં તો સીધા આપને જ પકડ્યા હોત કે 'જુઓ પ્રભુ "બોલ્ડ" વસ્તુ જોઈને અમારું મગજ કેવું વિચલીત થઈ ગયું. અમરા જેવા રૂઢીગત માણસને "બોલ્ડ" :) વસ્તુ થી દૂર રાખો. '--Sushant savla (talk) ૦૮:૩૨, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
શ્રી.ધવલભાઈનાં સૂચનને હું પણ વધાવું છું. બોલ્ડ અક્ષર વિષયે સુશાંતભાઈનો વાંધો સ્વિકાર્ય છે. ખરી વાત છે, કદાચ અમૂક મોનીટરમાં જોવામાં સમસ્યા થાય. જો કે પ્રકરણ પૂર્ણ થયું તે આમ તો માત્ર કામચલાવ જાણકારી માટે જ છે, કાર્યરત સર્વ મિત્રોને પણ અહીં એક સ્થળે જ જોવાથી જાણકારી મળે કે હવે કોણ કયા પ્રકરણ પર છે. મનોવૈજ્ઞાનિક ધોરણે કહીએ તો આ એક ઉત્સાહવર્ધક પ્રક્રિયા ગણાય. વાત રહી "બોલ્ડ" અને "ઓળખી શકવાની" તો પ્રભુ, એ તો લાંબી કથા થશે ! મેઇલ જ મોકલી આપીશ !! (હવે પ્રબંધકશ્રીનું સન્માન જાળવવું એ અમારી પવિત્ર ફરજ ગણાય. છતાં ક્યારેક અમારી નાનીમોટી ટિખળને આપ મિત્રતાપૂર્ણ હળવાશથી લો છો એ પણ આપની "બોલ્ડનેશ" જ છે.) આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૨:૦૫, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

વિકિ સ્ત્રોત ની વાર્તા[ફેરફાર કરો]

પ્રિય મિત્રો, આપ સહૂ મારા થી પરિચિત નહી હોય તેથી હૂં મારો નાનકડો પરિચય આપી દઊ: મારું નામ નૂપુર છે અને હૂં વિકિસ્ત્રોત વિષયે એક બ્લોગ લખી રહી છૂં જે થકી આખા ભારત નાં તેમજ બહાર ના સદસ્યો ને આપની ગૌરવવંતિ ગાથા ની જાણ થાય. મેં સુષાંત અને ધવલ ભાઈ જોડે વાત કરી અને ઘણૂં જાણ્યુ. જો અન્ય સદસ્યો પણ પોતાની વાર્તા રજૂ કરવા ઇછુક હોય તો આપ્ અહીં જ પોતાના યોગદાન અને અનુભવ વિશે લખશો. આભાર Noopur28 (talk) ૧૭:૫૬, ૧ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

કુલ પાનાં[ફેરફાર કરો]

અશોકભાઈ, આ પુસ્તકમાં કુલ પાનાં કેટલા હતા? કેમકે તમે સ્કેન કર્યું હતું, તમારી પાસેના પુસ્તકના પાનાંની સંખ્યા અધિકૃત રીતે ગણતરીમાં લેવી જોઈએ એમ હું માનું છું. ઉપર એક પરિચ્છેદમાં તમે લખ્યું છે કે લગભગ ૫૨૫માંથી ૩૫૦ પાનાં જેટલું, સુશાંતભાઈએ જે ઝીણવટથી પાનાં લેખે ટકાવારી કાઢી તેમાં ૪૮૮ પાનાં ગણ્યાં છે, અને આજે શીજુ એલેક્સે લખેલા ઈમેલમાં ૪૭૫ પાનાંનો ઉલ્લેખ છે. આ ત્રણેમાં ઘણું અંતર છે. ખાસ કરીને ૪૭૫ અને ૫૨૫ વચ્ચે. મારો આ પુછવા પાછળનો ઉદ્દેશ આપણા કામની યોગ્ય મુલવણી થાય તે જ છે. જો પાનાંની સંખ્યા કોઈ પણ રીતે ૫૦૦ની ઉપર હોય તો શીજુ ભાઈની ભૂલ સુધારવી જોઈએ અને સૌને જણાવવું જોઈએ કે આપણે કુલ કેટલા પાનાં અહિં ઉતાર્યા છે.--Dsvyas (talk) ૦૪:૨૪, ૩ મે ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

  • મિત્રો, આગળ જરા ઝીણવટભરી ટકાવારી મેં કાઢી છે. એ માત્ર સૌ મિત્રોએ ખરેખર કેટલી મહેનત લીધી એનો વાસ્તવિક ચિતાર આપવાની જ ગણતરી જ છે. (તેથી તેને શરેરાશ હિસાબ ગણવો અને બહુ ગંભીરતાથી ન લેવો !!) મૂળતો શું કે પ્રકરણો લાંબા-ટૂંકા હોય શકે, પાનાઓમાં પણ એક પ્રકરણ ચાર લીટીથી પૂર્ણ થઈ નવું પ્રકરણ શરૂ થતું હોય, ક્યાંક પ્રકરણ અડધા પાને પૂર્ણ થઈ બાકીનું પાનું કોરું રહેતું હોય, આવી બધી ઝીણીઝીણી ગણતરીઓને ધ્યાને રાખતાં (અને ફૂટપટ્ટી વડે વાસ્તવિક લખાણને માપી સરખાવતા :-) ) મેં જે ગણતરી કરી તેમાં વાસ્તવમાં મિત્રોએ ૪૮૮ પાનાં (કહો કે જરાયે જગ્યા છોડ્યા વગરનાં, ખચાખચ ભરેલા !) ટાઈપ કરવાની પ્રસંશાપાત્ર મહેનત લીધી છે (આમાં અનુક્રમણિકા સામેલ નથી). હવે પુસ્તકમાં ખરેખર કેટલાં પાનાં છે તેનો હિસાબ પણ નીચે જોઈએ; (નવજીવન ટ્રસ્ટ, ૧૯૨૭, તેરમી આવૃત્તિ, મે-૧૯૭૧)
 • ટાઈટલ અને આવૃત્તિનોંધ = પાનાં ૨ (જે ગણતા નથી)
 • પ્રસ્તાવના = પાનાં ૫
 • અનુક્રમણિકા = પાનાં ૧૦ (જે આપણે ગણતરીમાં નથી લેતા) (અહીં સુધી પાનાં ક્રમાંક હિન્દીમાં, અલગથી, છે.)
 • ભાગ ૧ - પ્રકરણ ૨૫ - પાનાં ૮૬ (એક પાનું કોરું રાખી અને ભાગ ૧-પ્રકરણ ૧ નાં પ્રથમ પાનાંનો ક્રમાંક ૩ અપાયો છે.)
 • ભાગ ૨ - પ્રકરણ ૨૯ - પાનાં ૯૮
 • ભાગ ૩ - પ્રકરણ ૨૩ - પાનાં ૬૮
 • ભાગ ૪ - પ્રકરણ ૪૭ - પાનાં ૧૨૪
 • ભાગ ૫ - પ્રકરણ ૪૩ - પાનાં ૧૨૩
 • પૂર્ણાહુતિ - પાનાં ૩
 • સૂચિ - પાનાં ૨૩ (જે પણ આપણે ગણતા નથી/ટાઈપ કર્યા નથી)
આમ સરવાળો કરતાં કુલ પાનાં ૫૪૨ થાય. (પૂંઠું તથા બે-ત્રણ સાવ કોરા પાનાં વધારાનાં !)
આમાંથી આપણે ૩૫ પાનાં ગણતરીમાં નથી લીધા, એટલે પાનાંની રીતે ગણતાં ૫૦૭ પાનાં થયા પરંતુ આગળ જે ’સુક્ષ્મ’ હિસાબ બતાવ્યો તેમાં કહ્યું તેમ અડધાં કોરાં પાના વગેરે બાદ કરીને ૪૮૮નો આંકડો તારવ્યો છે. (ભૂલચૂક લેવીદેવી !!)
પુસ્તકમાં ’પૂર્ણાહુતિ’ પ્રકરણ પૂર્ણ થાય છે તે પાનાંનો ક્રમાંક ૫૦૨ છે. ત્યાર પછી સૂચિનાં પાનાં આવે છે. આમ આપણે સ્પષ્ટપણે આ પુસ્તકને ૫૪૨ પાનાંના પુસ્તક તરીકે ઓળખાવી શકીએ. આભાર.

--અશોક મોઢવાડીયા (talk) ૧૨:૪૦, ૩ મે ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

ભૂલશુદ્ધિ-સારિણી[ફેરફાર કરો]

છેકાયેલા પ્રકરણની ભૂલશુદ્ધિ પૂર્ણ સમજવી

ભાગ પહેલો

ભાગ બીજો

ભાગ ત્રીજો

ભાગ ચોથો

ભાગ પાંચમો