કાશ્મીરનો પ્રવાસ
કાશ્મીરનો પ્રવાસ કલાપી |
કાશ્મીરનું સ્વપ્ન → |
‘સસ્તું’ સાહિત્ય એટલે ઊંચામાં ઊંચું સાહિત્ય’
કાશ્મીરનો પ્રવાસ
અથવા
સ્વર્ગનું સ્વપ્નું
લેખક : ‘કલાપી’
ભિક્ષુ અખંડાનંદની પ્રસાદી
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
ઠેઃભદ્ર પાસે અમદાવાદ અને પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઇ-૨
★
બાર આના
‘સસ્તું’ સાહિત્ય એટલે ઊંચામાં ઊંચું સાહિત્ય’
કાશ્મીરનો પ્રવાસ
અથવા
સ્વર્ગનું સ્વપ્નું
★
લેખક :
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’
ભિક્ષુ અખંડાનંદની પ્રસાદી
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
ઠેઃભદ્ર પાસે અમદાવાદ અને પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઇ-૨
★
બાર આના
- ::
[ સર્વ હક્ક પ્રકાશક સંસ્થાને સ્વાધીન છે.]
1000-11-'57
મુદ્રક અને પ્રકાશક : ત્રિભુવનદાસ ક૦ ઠક્કર,
સસ્તું સાહિત્ય મુદ્રણાલય, રાયખંડ : : અમદાવાદ'
- :
નિવેદન
ગુજરાતી ભાષાને ગદ્ય અને પદ્યમાં ઉત્તમ સાહિત્ય અને ઉન્નત વિચારોનો વારસો આપી માત્ર ૨૬ વર્ષની ભરયુવાનીમાં જ આ નશ્વર દુનિયાને ત્યજી ગયેલા ‘લાઠી’ના સ્વ૦ નામદાર ઠાકોર શ્રી સૂરસિહજી તખ્તસિંહજી ગોહિલ–‘કલાપી’ના નામથી ગુર્જર સાહિત્યનો કોઈક જ અભ્યાસી અજાણ્યો હશે. તેમનું આ પુસ્તક ઈ. સ. ૧૯૧૧માં આ સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલું. તેમનું સાહિત્ય સચવાઈ રહે અને આજની પેઢીના વાચકોને તેનો લાભ મળે તે માટે તેના પુનર્મુદ્રણરૂપે આ નવી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
ઈ. સ. ૧૮૯૨માં માત્ર અઢાર વર્ષની ઉમ્મરે તેમણે આ પુસ્તક પહેલવહેલું લખેલું. એમાં તેમના સંસ્કારી હૃદયની, તેમની સૃષ્ટિસૌંદર્ય નીરખવાની ને તેને સરળ ને રસિક શૈલીથી આલેખવાની તેમની શક્તિની આપણને પ્રતીતિ થાય છે.
પોતાના કાશ્મીરના પ્રવાસનું વર્ણન તેમણે તેમના શિક્ષક સ્વ. નરહર બાલકૃષ્ણ જોશીને ઉદ્દેશીને લખાયેલા પત્રરૂપે આલેખ્યું છે. એમાં તે સમયના કાશ્મીરના સૃષ્ટિસૌંદર્યનું તેમ જ પ્રવાસમાંની સગવડ-અગવડનું ચિત્રણ ચીતર્યું છે, જે આજેય સુરમ્ય લાગે છે.
આ પછીનાં પાનાંમાં ભાઈ કપિલ ઠક્કરે ‘પત્ર અને પત્ર- લેખકના પરિચય’ એ મથાળા નીચે લેખકનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે, તે તરફ વાચકબંધુઓનું ધ્યાન દોરવામાં આવે છે.
તા. ૩૧-૧૦-૧૭
મનુ સુબેદાર (પ્રમુખ)
અનુક્રમણિકા
- પ્રકરણ ૧ કાશ્મીરનું સ્વપ્ન
- પ્રકરણ ૨ પત્રની શરૂઆત
- પ્રકરણ ૩ તા. ૧-૧૧-૯૧
- પ્રકરણ ૪ તા. ૩-૧૧-૯૧
- પ્રકરણ ૫ તા. ૫-૧૧-૯૧
- પ્રકરણ ૬ તા. ૬-૧૧-૯૧
- પ્રકરણ ૭ તા. ૭-૧૧-૯૧
- પ્રકરણ ૮ તા. ૮-૧૧-૯૧
- પ્રકરણ ૯ તા. ૯-૧૧-૯૧
- પ્રકરણ ૧૦ તા. ૧૦-૧૧-૯૧
- પ્રકરણ ૧૧ તા. ૧૧-૧૧-૯૧
- પ્રકરણ ૧૨ તા. ૧૨-૧૧-૯૧
- પ્રકરણ ૧૩ તા. ૧૩-૧૧-૯૧
- પ્રકરણ ૧૪ તા. ૧૪-૧૧-૯૧
- પ્રકરણ ૧૫ તા. ૧૫-૧૧-૯૧
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |