વિકિસ્રોત:પ્રબંધક

વિકિસ્રોતમાંથી

પ્રબંધક કે પ્રબંધક પ્રવેશ તરીકેની પરવાનગી કે પદવી એવા સભ્યને એનાયત કરાય છે કે જેઓ વિકિસ્રોતની નિતીઓથી પરિચીત હોય છે. પ્રબંધક તરીકેની પદવીનો અર્થ વિકી પ્રોજેક્ટનું સંપાદન કરવું એવો નથી.

પ્રબંધક એ માત્ર એક વિશ્વાસુ સભ્ય છે કે જે:

  • પાનાઓને સંપાદનથી સુરક્ષિત કરી શકે છે અથવા સંપાદન માટે મુક્ત કરી શકે છે
  • પાનાઓને હટાવી શકે છે અથવા હટાવેલા પાનાને પુનઃ સ્થાપિત કરી શકે છે
  • ચિત્રો અથવા અન્ય ચડાવેલી ફાઈલોને હટાવી શકે છે
  • સભ્યો પર પ્રતિબંધ મૂકી કે હટાવી શકે છે
  • સંપાદન પૃષ્ઠ કે અન્ય સુરક્ષિત પાનામાં ફેરફર કરી શકે છે.

લાયકાત[ફેરફાર કરો]

જો તમે નીચે જણાવેલ લાયકતો ધરાવતા હોવ તો તમે પ્રબંધકના પદ માટે અરજી કરી શકો છો:

  • તમે વિકિસ્રોત માટે સંપૂર્ણ રીતે નવા ન હોવ.
  • તમે ઓછામાં ઓછું ૨ મહિના માટે સંપાદન કર્યું હોય અને તમે આ યોજનાનો ઉદ્દેશ્ય અને ધ્યેય સમજતા હોવ.
  • તમારું વિકિપીડિયા પર સભ્ય પાનું હોય અને તમે અહીં યોગદાન કર્યું હોય.
  • તમે યથોચિત નિતીઓ અનુસરણ અને સભ્યોનું એક્મત કે વિચારોનું સન્માન કરી શકતા હોવ.
  • તમે ગુજરાતી વિકિસ્રોતમાં ઓછામાં ઓછા ૧૦૦ ફેરફારો સંપાદિત કર્યાં હોય
  • સભ્યોમાં તમને પ્રબંધક બનાવવા વિષે એકમત હોય.

નાબૂદી[ફેરફાર કરો]

મેટાના પ્રબંધકોની જેમ નિષ્ક્રીય પ્રબંધકો એ તેમના હક્કો હટાવડાવી શકે છે.

હાલનાં પ્રબંધકો[ફેરફાર કરો]

હાલમાં વિકિસ્રોત પર ૨ પ્રબંધક છે. તેમની‌ યાદી અહીં જોઈ શકાય છે.

પૂર્ણ ચર્ચાઓ[ફેરફાર કરો]

સભ્ય:Dsvyas[ફેરફાર કરો]

આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે.

સુશાંતભાઈને સહાયક બનવા કાજે થઈને હું મારું પણ નામ વધારાના પ્રબંધક તરીકે નોંધાવું છું.

તરફેણ

વિરુદ્ધ

સભ્ય:sushant_savla

તરફેણ

વિરુદ્ધ

ટીપ્પણીઓ

  • હું શ્રી સુશાંતભાઈ સ્રોત પર પ્રબંધનની જવાબદારી લેવા સહમત થયા છે તે બદલ તેમને ધન્યવાદ આપું છું, અને સહર્ષ ટેકો જાહેર કરું છું. સાથે અનુભવી હોવાને કારણે ધવલભાઈ પણ અહીં સહાયક તરીકે મદદરૂપ થાય તે આનંદની વાત છે. આમે કામનું ભારણ જોતાં ઓછામાં ઓછા બે મિત્રો આ કાર્યમાં સહકાર કરે તે યોગ્ય રહેશે. (ગુ.વિકિ. પર પણ હવે એક સહાયક પ્રબંધક હોય તો અનુકૂળતા રહેશે એમ મારું નમ્ર મંતવ્ય છે, જે આ તકે હું જાહેરમાં રજુ કરું છું.) આને નમ્ર સૂચનમાત્ર ગણવાનું રહેશે. સુશાંતભાઈ અને ધવલભાઈ જેવા કર્મઠ અને અનુભવી મિત્રોના માર્ગદર્શન હેઠળ વિકિસ્રોત ગુજરાતી ભાષા,સાહિત્યની સેવાનાં નવા સોપાનો સર કરે અને આવતલ પેઢી માટે એક ઉમદા જ્ઞાનકોષ બને તેવી અભ્યર્થનાસહઃ આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૨:૦૮, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)[ઉત્તર]
આ વખતે, આપને મેરે મુંહ કી બાત છીન લી. તમારી વાત એકદમ સાચી છે. આપ જુના જોગી છો, અને અનુભવી, ઉપરાંત વિકિની નીતિઓના સારા જાણકાર પણ ખરા. તો આ કાર્ય માટે આપના કરતા સારો ઉમેદવાર કોણ હોઈ શકે? મને આશા છે કે તમે સહમત હશો જ, અને અન્ય મિત્રો પણ.--Dsvyas (talk) ૧૬:૨૫, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)[ઉત્તર]
હા ભાઈ હા! આતો સરસ મજાનો વિચાર છે. મારું સમર્થન અશોકજી માટે. મુકો પ્રસ્તાવ મિડિયાવિકી પર. --Sushant savla (talk) ૧૮:૦૭, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)[ઉત્તર]
ધવલભાઈ અને સુશાંતભાઈ, હું સમજ્યો છું ત્યાં સુધી ઉપર આપ બંન્નેએ મેં કરેલા સૂચન (વિકિપીડિયા ગુજરાતી વિષયે) વિષયે આપનો પ્રેમાળ અભિપ્રાય જણાવ્યો છે ! મેં બે‘ક વર્ષ પહેલાં ’વિકિ’ પર એક ચર્ચા થયેલી ત્યારે પણ જણાવ્યું હતું જે આજે વળી જણાવું તો; આપ મિત્રોનો સ્નેહ વંદનિય છે. કિંતુ આ પ્રસ્તાવને હું નમ્રતાપૂર્વક નકારું છું. મારી કેટલીક મર્યાદા છે જે હું જાણું છું, જેમાની સૌથી મોટી અંગ્રેજીનું નહિવત જ્ઞાન એ ગણી શકાય. (મને આ વિષયે આપ બંન્નેની ઈર્ષા પણ થાય છે !!!). કોઈપણ પ્રબંધકને અન્ય ભાષા (ખાસ તો અંગ્રેજી) જાણતા વિકિનાં અધિકારીગણ કે અન્યભાષી વિકિનાં પ્રબંધકશ્રીઓ સાથે, પોતાની ભાષાનાં વિકિનાં લાભાર્થે, સંવાદ રચવો જરૂરી છે. મારાથી કદાચ આ કામ ન થઈ શકે. આ તો એકમાત્ર, ઉદાહરણાર્થ વાંધો જણાવ્યો, અન્ય નાની સમસ્યાઓ પણ હોય. હું સૂચન કરીશ કે અન્ય કોઈ યોગ્ય લાયકાત ધરાવતા (અને મારૂં અંગત સૂચન તો એ છે કે હાલનાં પ્રબંધકશ્રીને અનુકૂળ જણાય તેવા) મિત્રને આ જવાબદારીનું, તેમની સહમતી હોય તો, નિર્વહન કરવા આપણે સૌ વિનંતી કરીશું. હા, મારો સહકાર તો હંમેશ રહેશે જ. આશા રાખું કે હું મારી વાત આપને સમજાવી શક્યો હોઉં. આપનો પ્રેમ આમ જ બની રહે અને અમે આપનાં (આપ બંન્નેનાં) માર્ગદર્શન હેઠળ નવું નવું શિખતા રહીએ એજ અભ્યર્થનાસહ: (નકાર બદલ માઠું ન લગાડો તેવી વિનંતી તો ખરી જ !!!!!! બાકી જુનાગઢ આવો ત્યારે બંન્નેને એક એક રોટલો વધારે ખવડાવીશ !! :-) ) આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૨૦:૧૩, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)[ઉત્તર]
હવે રે'વા દોને, તમારા રોટલામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. અને આવી ફાલતુ દલીલોથી કશું ઉપજવાનું નથી. ગુજરાતીના પ્રબંધન કાર્યમાં અંગ્રેજીની જાણકારીની કોઈ જરૂર નથી. હું વિકિકોન્ફરન્સમાં ગયો હતો ત્યારે અન્ય ભાષાઓના પ્રબંધકો અને અન્ય ઘણા સભ્યોને મળ્યો હતો. તેમાંના ઘણાએ તો તેમના પ્રેઝન્ટેશન્સ પણ આપ્યાં હતાં, મને જે અંગ્રેજી ભાષાનું અપૂરતું જ્ઞાન છે તેમાં પન મને સમજાતું હતું કે તેઓ ભૂલ કરે છે, પણ તોય બધાનું ગાડું ગબડ્યું. અને મને એટલી તો ખબર છે જ કે તમે અંગ્રેજીમાં કાંઈ સાવ અજ્ઞાની નથી જ. જુઓ, તમે નીતિઓ વિષે જાણો છો, તમારી ગુજરાતી ઉપરની પકડ પણ સારી છે, જોડણી અને વ્યાકરણ બંનેમાં, અને તમારૂં વાંચન પણ બહોળું છે, જે અમને સૌને ઉપયોગી થાય તેમ છે, એટલે મારો તો આગ્રહ તમારા માટે જ છે. હવે બીજા બહાના હોય તે લાવો.--Dsvyas (talk) ૦૪:૫૬, ૩૦ માર્ચ ૨૦૧૨ (IST)[ઉત્તર]
"ફાલતુ દલીલો" !!!!! ઝક્કાસ દલીલોની આવડત હોત તો હું એ ગાંધીજીની માફક ’બારિસ્ટર’ ના થયો હોત ?! અને બારિસ્ટરી ના ચાલત તો ’મહાત્માગીરી’ના રવાડે પણ ચઢી જાત !!! (બાપુ અને હું એક જ ગામમાં જનમ્યા હોવાથી તેમની પ્રત્યે સંપૂર્ણ આદરસહઃ આટલી મજાક કરવાનો હક્ક તો અમને હોવો જોઈએ !) ખેર, મેં જ સૂચન કર્યું અને હું જ મોરલો થાઉં એ તો ’ભૂવાએ ધૂણીને નાળિયેર ઘર ઢારું જ ફેંક્યું’ જેવો તાલ થાય !! કે ખોટી વાત ? છતાં પ્રથમ તો આપ અંગતપણે આપણાં અન્ય સૌ મિત્રોનાં સ્પષ્ટ મંતવ્ય જાણી પછી, વિકિપીડિયાનાં હિતમાં, આપ મિત્રો જે આદેશ કરશો તે સરઆંખો પર ચઢાવીશ. --અશોક મોઢવાડીયા (talk) ૧૩:૨૬, ૩૦ માર્ચ ૨૦૧૨ (IST)[ઉત્તર]
મારું માનવું છે કે અશોકભાઈ, આપ આ પ્રસ્તાવ વધાવી લો. આપ એકલા નથી પણ ધવલભાઇ, સુશાંતભાઇ સાથેની ત્રિપુટી આ માટે પૂર્ણપણે સક્ષમ છે જ. રહી વાત અંગ્રેજીમાં વ્યવહાર કરવાની, તો એ માટે ભાઈશ્રી ધવલ અને સુશાંત આપની સેવામાં ખડેપગે ઉભા રહેશે એવી એમના વતી હું બાંહેધરી આપું છું. મારી માન્યતાને આદેશ સમજવાની છૂટ છે. --સતિષચંદ્ર (talk) ૧૭:૩૬, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
અશોકભાઇ, આપણી સોરઠ ધરા જગ જુની અને ગઢ જુનો ગિરનાર, સાવજડા સેંજળ પીવે એનાં નમણા નર ને નાર. તમે ઉઠીને જો પડકારને ના જીલોને તો આ બધી કહેવતો ખોટી પડે ભલા માણસ, અને આટલા બધા મિત્રો પ્રેમથી કહેતા હોય અને તમે ના પાડો તે કેવી રીતે ચાલે ! આવા બુંગીયા ઢોલ વાગતા હોય અને ગામનું કોઈ માણસ આવીને આપણુ નામ લે, તો શું શાંતિથી બેસવાનુ હોય! કેશરીયા જ કરવાના હોય(તમારે ક્યાં સાચુકલા તલવાર ઉપાડવી છે:-) નહીંતર વિચારવુ પડે!)... ચાલો ચાલો કહી દીયો હા !!! હું તમને વિનંતી કરૂ છુ કે પાર્થને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ અને હવે તો લડી જ લેવુ છે પછી કેને પુછવાનુ હોય.. હું બેઠો છુને પછી તમારે શું વાંધો છે અને કોઈ ખોટી રીતે કાંઈ ઉંચાનીચુ થાસે તો પછી આપણે કયાં બંગડીયુ...... તો ચાલો ને અશોકભાઈઈઈઈ, કહી દીયો... ડાયરાને હા.... જય માતાજી...--જીતેન્દ્રસિંહ (talk) ૨૦:૫૧, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
અશોકજી ભાષાની મર્યાદા એક નાનક્ડી મર્યાદા છે. તે માટે જ્યાં આતકો ત્યાં હું તમારી સાથે છું. બાકી પ્રબંધન માટે પાકટ વિચાર અને દ્રષ્ટિકોણ જોઈએ. જે તમારી પાસે છે જ. ગાંધીજી એ એક નિબંધ લખ્યો હતો કે "આંગ્રેજી ભાષા શીખવી જ જોઈએ! એ જરૂરી નથી!" અને આપણે તો આપણા ગુજરાતી વિકીનું વ્યવસ્થાપન જ કરવાનું છે ને! તમારું નામ "અશોક" છે તમારી ના અમ સૌ મિત્રોને "શોકમય" બનાવી દે તે કેમ ચાલે વળી. --Sushant savla (talk) ૨૨:૨૪, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
હું પણ ટાપશી પુરુ... ભાઇ શ્રી અશોકભાઇ, બધાની વાત તો સાચી છે.... ફક્ત એક દાખલો આપું.. જર્મન વિકિ એ બીજા ક્રમનું વિકિ છે. અને અહીં મોટા ભાગના લોકો ને અંગ્રેજી નથી આવડતું... આપ ખરેખર નાહક આનાકાની કરો છો... સીતારામ... મહર્ષિ Maharshi675 (talk) ૧૨:૩૮, ૩ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
શ્રી.ધવલભાઈ, સુશાંતભાઈ, સતિષભાઈ, જીતુભા, મહર્ષિભાઈ અને મિત્રો, કદાચ કોઈ મને પાક્કો રાજકારણી સમજશે !!!!! પ્રથમ ’ઊંહું ઊંહું’ અને પછી લોકલાગણીને માન આપી ’હું’..’હું’ !!!!!!!!!! પરંતુ આપ સૌનો ખરે જ મારા પ્રત્યેનો પ્રેમ જોઈ અને હું "ઊંહુ ઊંહું" કર્યે રાખું એ પણ હવે મિત્રોનું અપમાન છે !! (હવે તો રાજકારણી પાક્કો જ !) ચાલો હું મારું નામ મેલીશ. જોઈએ પસંદ થાઉં છું કે નહીં. અને બાપુશ્રી જીતેન્દ્રસિંહજી ! મને તો એમ હતું કે ધવલભાઈ અને સુશાંતભાઈ મને માત્ર વિકિ (ગુજ.)નાં પ્રબંધન કાર્યમાં સહાયક નિમવા માંગે છે. કિંતુ હવે શંકા જાય છે કે ક્યાંક સરહદ પર લડવા તો નથી મોકલવાનાને ?!!! બાપુ આવા વિદ્વાન મિત્રોની ઝપટે ક્યાંક હું ભોળો માણસ નંદવાઈ ન જાંવ હોં !!! અમારું ધ્યાન રાખતા રહેજો (મજાક કરું છું, આપણો સૌનો પરસ્પર પ્રેમ છે એટલે તો કદાચ આપણી આ શ્રેષ્ઠત્તમમાંની એક વિકિ ટીમ છે.) આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૨૦:૩૭, ૩ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

આભાર

આભાર આપ સહુ મિત્રોનો કે જેમના વિશ્વાસને કારણે હવે અમે બંને પ્રબંધક તરિકે સેવા બજાવી શકીશું.--Dsvyas (talk) ૦૭:૧૯, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

અભિનંદન

શ્રી.સુશાંતભાઈ અને ધવલભાઈ, હાર્દિક અભિનંદન. આપને અમારો પૂર્ણ સહયોગ અને અમને આપનું અમૂલ્ય માર્ગદર્શન મળતાં રહે તેવી અભ્યર્થનાસહઃ આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૧:૧૪, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

આપ બન્નેને મળેલી આ વધારાની જવાબદારી નિભાવવા માટે અમે આપને અશોકભાઇના જણાવ્યા મુજબ પૂર્ણ સહકાર આપશું. આપ ગુજરાતી ભાષાની સેવા અવિરત રીતે ચાલુ રાખો. આપને ખૂબ ખૂબ અભિનંદન. જય હિંદ.--Vyom25 (talk) ૧૧:૨૯, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
આભાર અશોકજી, વ્યોમ. સમાજની અપેક્ષા મુજબ નિષ્પક્ષ રીતે, ગુજરાતી ભાષાના હિતમાં આ જવાબદરીનું સારી રીતે સંચાલન કરી શકું એ જ મારી ઈચ્છા છે. આપનો સહકારની હામી જ મારા કાર્યને હળવું કરી દે છે. --Sushant savla (talk) ૧૪:૦૯, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
આભાર અશોકભાઈ અને આભાર વ્યોમભાઈ. બસ આપણી ગુર્જરી ભાષાની સેવા કરવામાટે આપ સહુનો સહયોગી બની જે થઈ શકે તે કરવાને ઉત્સુક છું.--Dsvyas (talk) ૧૫:૪૦, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

આ પણ જુઓ[ફેરફાર કરો]