સભ્યની ચર્ચા:સતિષચંદ્ર

વિકિસ્રોતથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

અનુક્રમણિકા

રામ રામ ભાઈ [ફેરફાર કરો]

સતિષભાઈ, સીતારામ...જય માતાજી...તમારો આભાર કે તમે મારી ફોન પર વિનંતી માની... ચાલો વિશેષ કાંઈ નહી કહેતા આપણે મુરબ્બીયો દ્વારા સોપાયેલ કામમાં મંડી પડીયે... અવિરત ગંગા વહેતી કરીયે.... :-) --જીતેન્દ્રસિંહ (talk) ૧૬:૧૯, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)

પ્રબંધક [ફેરફાર કરો]

સતિષભાઈ, ક્યાં ખોવાઇ જાવ છો યાર? તમને જોઈને જરા અમને કામ કરવાનો પોરો ચઢે છે. એક વિનંતી કે, અહિં જરા નજર નાંખશો? અને તમારા વિચારો પણ જણાવશો તો આનંદ થશે.

આભાર.--Dsvyas (talk) ૧૮:૩૨, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)

અવિરત અને અથાગ યોગદાન [ફેરફાર કરો]

સતિષભાઈ, આપશ્રી ને તા.૧૭ ઓગસ્ટ ૨૦૦૯ નાં રોજ ગુજરાતી વિકિપીડિયામાં અવિરત અને અથાગ યોગદાન આપવા બદલ પ્રબંધકશ્રી તરફથી તારક એનાયત થયેલ છે જે અમે ભુલી શકીયે તેમ નથી અને તેનાથી પ્રેરણા લઈને અમે અત્યાર સુધી અહીં ટકી રહ્યા છીએ. જે હું એક નહીં પણ કોઈ તેની અવગણના કરી શકે તેમ નથી, તો જેવું યોગદાન ત્યાં આપે કરેલ છે તેવું જ ધુંવાધાર યોગદાન કરીને અહીં પણ તેવું અથવા તેનાંથી પણ ઉંચુ સન્માન મળે તેવી આશા રાખીશુ અને આપ આપની કલમને આગળ વધારો તેવી આશા રાખીશુ.. તેમજ આપણા એક મિત્ર મહર્ષિભાઈને પણ હું ટુંક સમયમાં જ અહીં ગોતી આવીશ, જેથી તમને સહકાર મળી રહે, તો ચાલો તમને અને સૌમિત્રોને મારા જય માતાજી....--જીતેન્દ્રસિંહ (talk) ૨૧:૩૯, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)

આત્મકથા:પ્રકરણ મોકલ્યું [ફેરફાર કરો]

પ્રકરણ મેઇલ થઈ ગયા. સતિષભાઈ= ભાગ ત્રીજો, પ્ર.૫ (બાળકેળવણી). (સતિષભાઈ, કદાચ આપને મેઇલ ન મળ્યો હોય તો કૃપયા અહીં જાણ કરશો. આપને satish14........ વાળા એડ્ડ્રેસ પર મોકલ્યો છે. આભાર) --અશોક મોઢવાડીયા (talk) ૧૧:૦૬, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)

સતિષભાઈ, નમસ્કાર. આ વખતે પણ આપે જેઠાભાઈને સોંપાયેલું પ્રકરણ ચઢાવી દીધું !!!!! આપનો આભાર, પરંતુ બીચારા "જેઠાજી"ને નાહક ટાઈપ કરવાની મહેનત થઈ પડે છે !!! તો કૃપયા અન્યને ન સોંપાયેલું પ્રકરણ (આપનું પ્રકરણ પત્યા પછી ફાળવણી ન થઈ હોય તો,) ચઢાવો અને ત્યાં ચર્ચાના પાને (સહકાર્ય કરતા મિત્રોની કાર્યસૂચી)માં તેની નોંધ કરી નાંખો તો મને બાકી રહેલા પ્રકરણ કયા વગેરે મેનેજ કરવું સુગમ પડે (બાકી હું ગોટે ચઢી જઈશ !! :-) ) આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૧:૨૦, ૬ એપ્રિલ ૨૦૧૨ (IST)
"પ્રકરણ ફાળવણી" સંબંધે = અરે સતિષભાઈ, હોય કંઈ !!! આપે ’માફ કરશો’ એવું કહેવાનું જ ન હોય. અને જેઠાભાઈ પણ આપણાં મિત્ર જ. આ તો માત્ર વ્યવસ્થા સંબંધી ગોઠવણ વિષયે પરસ્પર સંવાદ સાધવો પડે બાકી આપ અમ સૌથી વધારે અનુભવી છો. કશો અવિનય જણાય તો ક્ષમા કરશો. આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૮:૦૭, ૬ એપ્રિલ ૨૦૧૨ (IST)

Authorને બદલે સર્જક શબ્દ વાપરવા બાબત [ફેરફાર કરો]

Authorને બદલે સર્જક શબ્દ વાપરવા બાબત વિકિસ્રોત:Scriptorium પર આપનો અભિપ્રાય આપવા વિનંતી. - નિલેશ બંધીયા (ચર્ચા)

મલયાલમ ભાષાની કોન્ફરન્સ [ફેરફાર કરો]

સતિષભાઈ, મારો ઈમેલ તો મળ્યો જ હશે. ઉપરોક્ત ચર્ચાના પાનાં પર આ વિષયક ચર્ચામાં ભાગ લેશો?--Dsvyas (talk) ૨૦:૫૫, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)

’આત્મકથા પરિયોજના’ અભિનંદન [ફેરફાર કરો]

Birthday bouquet.jpg

શ્રી.સતિષભાઈ, ||અભિનંદન|| મહાત્મા ગાંધીજીનું પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથા, સહકાર્ય પરિયોજના હેઠળ વિકિસ્રોત પર ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ સહકાર્યમાં આપના અમૂલ્ય સહકાર બદલ હાર્દિક ધન્યવાદ.--અશોક મોઢવાડીયા (talk) ૧૮:૨૩, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)


ભદ્રંભદ્ર [ફેરફાર કરો]

આપ જો આપણી આગામી યોજના ભદ્રંભદ્ર ઉપર કામ કરવા ઇચ્છતા હો તો મને vyom73163@hotmail.com પર ટેસ્ટ મેઇલ કરો. આભાર.--Vyom25 ૨૧:૧૯, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)

આપને આગામી પ્રકરણ મોકલી આપ્યું છે. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૪૦, ૧૧ મે ૨૦૧૨ (IST)
સતિષચંદ્રજી, ક્યાં ખોવાયા છો? હવે ઝટ પ્રકરણ પૂર્ણ કરો એટલે નવું પુસ્તક હાથમાં લેવાય.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૧૦, ૧૭ જૂન ૨૦૧૨ (IST)

કેમ છો [ફેરફાર કરો]

સતિષચંદ્રભાઇ... ખુબ લાંબા સમય થી કંઈ સંપર્ક થઈ શક્યો નથી. આપ સહ:પરિવાર કુશળ હશો. આ વર્ષે ભારવ આવવાનું થયું ત્યારે દુર્ભાગ્યવશ એક પણ વિકિ મિત્રો ને મળવાનું શક્ય ન બન્યું. બાકી આપ ભાવનગર બાજુ જાઓ તો મને જરુર થી જણાવશો... સીતારામ... --Maharshi675 (talk) ૦૧:૪૫, ૩૦ મે ૨૦૧૨ (IST)

ભદ્રંભદ્ર [ફેરફાર કરો]

CargoNet Di 12 Euro 4000 Lønsdal - Bolna.jpg ભદ્રંભદ્ર
મને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી પરિયોજના ભદ્રંભદ્ર પૂર્ણ થઈ. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. આપનો આભાર માનવા સાથે હું એટલું જ કહીશ કે આપણે એક નાનકડું સીમાચિહ્ન વટાવ્યું છે. રાહમાં ગમે તેટલી મુસીબતો આવે આપણે આગળ વધતા રહેવાનું છે જે બાજુનું ચિત્ર સમજાવે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૨૬, ૨૩ જૂન ૨૦૧૨ (IST)

આપનો મત [ફેરફાર કરો]

ભાઈ શ્રી. સતિષભાઈ, સભાખંડમાં ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ચર્ચા ચાલી રહી છે તેમાં આપના મતની આવશ્યકતા છે. આપ જરા જોઈ જશો?--Dsvyas (talk) ૦૧:૪૨, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

આભાર [ફેરફાર કરો]

CargoNet Di 12 Euro 4000 Lønsdal - Bolna.jpg મેઘાણીની નવલિકાઓ ખંડ ૨
ભાઇ શ્રી સતિષચંન્દ્રભાઇ, અભિનંદન બદલ ખુબ ખુબ આભાર.... ખરા અભિનંદનને પાત્ર તો તમે બધા મિત્રો છો. કાર્યનો શ્રેય આપ સૌને જાય છે. આપે હાથ પર લિધેલા પ્રકરણો કાળજી અને ત્વરા થી પૂર્ણ કર્યા. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. વ્યોમભાઇએ મોકલેલું ચિત્ર અહિં પણ બંધબેસતું લાગે છે. અન્ય પરિયોજનાઓ જોતા એવી લાગણી થાય છે કે "મંઝિલ છે હાથમાં છતા ચાલુ પ્રવાસ છે". પ્રવાસનો આનંદ અનેરો છે અને આપ સૌ મિત્રો ના સાથ થી આ પ્રવાસ વધુ આનંદ દાયક લાગે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૫:૩૨, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

અનાસક્તિયોગ [ફેરફાર કરો]

ભાઇશ્રી સતિષચંદ્રભાઇ, અશોકભાઇ કંઇક કામ માં લાગે છે... હું પણ નવા પ્રકરણોની રાહ જોઉ છું ત્યાં સુધીમાં જો આપની પાસે અવકાશ હોય તો અનાસક્તિયોગ ના એકાદ-બે પાના હાથ પર લેશો? મેં આપને યાહુ પર ઇ-મેઇલ મોકલ્યો છે. સીતારામ... મહર્ષિ --85.180.29.63 ૧૪:૪૫, ૭ ઓકટોબર ૨૦૧૨ (IST)

સતિષભાઇ, મારા મોબાઇલમાં કંઇક તકલીફ હોવા થી તમને એક એક પાન દિઠ એક એક ઇ મેઇલ કરું છું તકલીફ બદલ ક્ષમા કરશો.. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૦૦:૫૯, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)

દાદાજીની વાતો [ફેરફાર કરો]

સતિષચંદ્રજી મેં આપને પ્રકરણ ૩ વિક્રમ અને વિધાતા આપના યાહૂ આઈ ડી પર મેલ કરેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૦૧:૦૨, ૧૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)

ઓખાહરણ:ધન્યવાદ [ફેરફાર કરો]

Dainsyng.gif શ્રી.સતિષભાઈ, આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના ઓખાહરણ સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૩૯, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)

સ્ત્રોત પર ટાઇપિંગની યુક્તિઓ [ફેરફાર કરો]

શું આપ આ[૧] ચર્ચા જોઇ જશો? આભાર. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૨:૫૧, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)

મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ [ફેરફાર કરો]

Flower jtca001.jpg

સતિષચંદ્રજી, આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ. --Sushant savla (talk) ૨૧:૨૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)

દીવાળીની શુભકામનાઓ [ફેરફાર કરો]

Diwali Diya.jpg દીવાળીની શુભેચ્છા
આપને તથા આપના સમગ્ર પરિવારને દીવાળીના આ શુભ પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૪૨, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST)

આભાર [ફેરફાર કરો]

સતિષભાઈ, મારી ગેરહાજરીના કાળ દરમ્યાન પરિયોજના વ્ય્વસ્થાપનાની જવાબદારી સ્વીકારવા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર. આપે તો મારું ટેન્શન ઓછું કરી નાખ્યુ.--Sushant savla (talk) ૧૯:૪૬, ૧૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

જન્મદિનની શુભેચ્છા [ફેરફાર કરો]

Piąte urodziny polskojęzycznej Wikipedii tort 001.jpg જન્મદિનની શુભેચ્છા
સતિષભાઈ મોડેથી પણ આપને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છા. આશા છે કે આપને કેક ભાવતી જ હશે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૨૧, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

અમને પણ કેક આપજો હો કે, જ્ઞાન વર્ધક વિકિ કેક, ફરીથી આપને જન્મદિવસની વધાઈ --Sushant savla (talk) ૧૮:૩૮, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

કલાપીનો કેકારવ [ફેરફાર કરો]

Icône étoile d'or à cinq branches.svg

સતિષચંદ્રજી, આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના કલાપીનો કેકારવ સંપન્ન થઈ છે. મારી ગેરહાજરીમાં આપે પરિયોજનાનું સુકાન સંભાળી મારું કામ ઘણું હળવું કર્યું. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ. --Sushant savla (talk) ૨૧:૨૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)

આભાર સતિષભાઈ [ફેરફાર કરો]

Old book - Les Miserables.jpg સોરઠને તીરે તીરે અને દાદાજીની વાતો
સોરઠને તીરે તીરે અને દાદાજીની વાતો પરિયોજના આ બંને પૂર્ણ થયેલ છે અને આ પરિયોજનાઓ આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને તસ્વીર દ્વારા બે પુસ્તક મોકલાવું છું આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો અને આગામી યોજના માટે કમર કસીને તૈયાર થઈ જાવ. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૨, ૧૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

સભ્ય પાનું.. [ફેરફાર કરો]

આદરણિય સતિષભાઈ, અહીં આપનું સભ્ય પાનું હજુ સાવ કોરું પડ્યું છે એ આંખને ખૂંચે છે ! આપ જેવા સંનિષ્ઠ અને સિનિયર સભ્યશ્રી વિશે બે વાત જાણવાની, એમાંથી પ્રેરણા લેવાની, નવા નવા સૌ મિત્રોને ઉત્કંઠા હોય એવું સમજી શકાય છે. કૃપયા એ પાને બે શબ્દો માંડો પ્રભુ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૦૧, ૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

એક સાચો બાર્નસ્ટાર [ફેરફાર કરો]

Real Life Barnstar.jpg સાચો બાર્નસ્ટાર
આ સાચો બાર્નસ્ટાર આપને કોમ્પ્યુટરથી આગળ વધી અને સાચી જીંદગીમાં ભરૂચ જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેવા અને વિદ્યાર્થીઓને વિકિસ્રોત અને વિકિપિડિયા વિષે માહિતીગાર કરવા માટે મારા તરફથી એક નાની ભેટ.

--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૪૧, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

હું પણ વ્યોમભાઈની વાતનો પડઘો પાડું છું. આપ તો આનાથી ઘણા વધુના હકદાર છો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૨, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
અહીં એક નહિ પાંચ સ્ટાર હોવા જોઈએ ---સુશાંત
સહમત. અભિનંદન.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૩૩, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

અભિનંદન [ફેરફાર કરો]

A Unidentified Rhododendron blüte 123.jpg કાશ્મીરનો પ્રવાસ
સતિષભાઈ, કાશ્મીરનો પ્રવાસ પરિયોજનાનું સુપેરે સંચાલન કરવા બદલ અભિનંદનના પાત્ર તમે છે. આ પરિયોજના આપના સુયોગ્ય સંચાલન અને ભૂલશુદ્ધિ વગર પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપનો ખૂબ ખૂબ આભાર. આ ર્‌હોડોડેન્ડ્રોનનું પુષ્પગુચ્છ, કે જે કાશ્મિર રાજ્યનું પ્રાંતિક પુષ્પ છે, અને હિમાલયના સૌંદર્ય માટે જે સુપ્રસિદ્ધ છે, તે આપને અર્પણ.આપે ધરેલી ભેટના વળતરમાં આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. ફરી પાછા બીજી પરિયોજનાનું સંચાલન કરવા સત્વરે તૈયાર થઈ જાવ એવી ઈચ્છા સાથે પુન: અભિનંદન.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૮, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
પરિયોજનાના સુંદર સંચાલન બદ્દલ આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. --Sushant savla (talk) ૧૯:૦૯, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
અમારાં અભિનંદન પણ સ્વીકારશો. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૩૮, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

દલપત સાહિત્ય - પરિયોજના પૂર્ણાહૂતી - આભાર [ફેરફાર કરો]

Newtons cradle animation book.gif દલપત સાહિત્ય
પ્રિય સતીષચંદ્રભાઈ, આપના સુંદર સહકાર્યને કારણે આજે આ પરિયોજના પૂર્ણ થઈ છે. સૌ પ્રથમ વખત એક પરિયોજના હેઠળ છ પુસ્તક ચઢાવવાનો પ્રયાસ આ પરિયોજનામાં થયો. બુફે સિસ્ટમનો સરસ ઉપયોગ થયો. આવા સુંદર સાથ બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર. કવિશ્વવર દલપતરામની કવિતાઓ થકી પ્રેરીતે આ છંદ આપના માનમાં .... :)

દોહરો
કળફલક પરે આંગળી, ટક ટક ચાલી જાય,
પડદે અક્ષર પાડતી, પુસ્તક રચતી જાય!
--Sushant savla (talk) ૨૧:૪૧, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)

આ તે શી માથાફોડ ! [ફેરફાર કરો]

ભાઇશ્રી સતિષભાઇ, આ સાથે "આ તે શી માથાફોડ !" પરિયોજના પૂર્ણ થયેલી ઘોષીત કરતા હર્ષ અનુભવું છું. આ પરિયોજના વિશેષ એટલા માટે હતી કે તે સ્વયં-સંચાલિત ધોરણે જ ચાલી; ચાલી નહિં પણ દોડી. ડ્રોપ બોક્સ પર પ્રકરણ મુકી દીધા અને સૌએ જાતે જ પોતાનું ભાણું પિરસી અને જમણવાર શીસ્તતાથી આટોપી લીધો. અનુક્રમણીકા પણ સૌએ જાતે જ બનાવી લીધી. આવું તો એક જુથ કુટુંબ ના સભ્યો જ કરી શકે. જે આપ સૌ મિત્રો એ કરી બતાવ્યું જે આપ સૌની એક ટીમ તરીકે ની પરિપક્વતાની સાબિતી છે. હવે આશા રાખીયે કે જલદીથી ગુજરાતી નું ઓ.સી.આર સોફટવેર જલ્દીથી તૈયાર થઈ જાય અને આપણે સૌ અત્યંત ત્વરાથી આપણી વહાલી માતૃભાષાનો ખજાનો યથા શક્તિ અહિં લાવી શકીયે. ફરી એક વાર અંત:કરણ થી આભાર માનું છું. સીતારામ... મહર્ષિ

જરા જોઈ આપશો [ફેરફાર કરો]

સતીષચંદ્રભાઈ, હાલમાં મેં અમુક નાનકડા પુસ્તકોની સ્કેન ઈમેજ સ્રોત પર ચઢાવી છે. જેમાં કુસુમમાળા, મંગળપ્રભાત અને ગામડાંની વહારે એ પુસ્તકો છે. તેની સ્કેનપાનાની ડ્રોપ બોક્સ લિંક જે તે પુસ્તકના ચર્ચાના પાને મૂકેલી છે. તે બરાબરાબર દેખાય છે કે નહિ તે જરા જોઈ આપશો. --Sushant savla (talk) ૦૮:૧૯, ૧૨ માર્ચ ૨૦૧૩ (IST)

આભાર [ફેરફાર કરો]

Diwali Diya.jpg વિકિસ્રોતે માણસાઈના દીવા પ્રજ્વલિત કરનારાઓનો હાર્દિક આભાર
પરિયોજના "માણસાઈના દીવા" પૂર્ણ થઈ છે. થોડું ભૂલશુદ્ધિ કાર્ય બાકી છે જે બહુ ઝડપથી આટોપાશે. આપે આ ઉમદા કાર્યને પોતાનું જ ગણી જે સાથ અને સહયોગ આપ્યો છે એ અવિસ્મરણીય રહેશે. પરિયોજના સંચાલક લેખે આપનો હાર્દિક આભાર માનુ છું. ધન્યવાદ.

--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૨, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST)|}

નરસિંહ મહેતા [ફેરફાર કરો]

સતિષભાઈ, આજે આપે ચડાવેલે કૃતિથી નરસિંહ મહેતાની કૃતિઓ ૯૮ ને આંકદે પહોંચી છે. બસ જો બે વધુ કૃતિ મળે તો સેંન્ચુરી થઈ જાય. --Sushant savla (talk) ૨૨:૧૯, ૪ એપ્રિલ ૨૦૧૩ (IST)

વાહ સતિષભાઈ, ૧૦૦ કૃતિ પૂર્ણ થઈ એ તો ગણી સરસ વાત થઈ. આજે તો સેલીબ્રેશન થવું જોઈએ.!!!:) --Sushant savla (talk) ૦૭:૨૫, ૬ એપ્રિલ ૨૦૧૩ (IST)

આપના મંતવ્યો [ફેરફાર કરો]

કુસુમમાળા કાવ્ય સંગ્રહની ચર્ચાના પાના પર તેના આખરી પ્રકરણ "ટીકા" સંબંધે અને સભાખંડમાં આગામી સહકાર્ય પરિયોજના ૨૦ સંબંધે આપના વિચારો મૂકવા વિનંતી. --Sushant savla (talk) ૧૫:૨૧, ૬ એપ્રિલ ૨૦૧૩ (IST)

કુસુમમાળા [ફેરફાર કરો]

Flower Garlands for Dipavali garnishing.jpg કુસુમમાળા
આપના સુંદર સહકારને કારણે કુસુમમાળા પરિયોજના પૂર્ણ થયેલ છે આ પરિયોજનાઓ આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે ગલગોટાની કુસુમમાળા આપને ભેટ સ્વરૂપે મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. આભાર.--Sushant savla (talk) ૨૦:૪૩, ૧૫ એપ્રિલ ૨૦૧૩ (IST)

આભાર સતિષચંદ્રભાઈ [ફેરફાર કરો]

Kankavati.jpg કંકાવટી
કંકાવટી પરિયોજના સફળ સંચાલન અને તેને સફળતા પૂર્વક પૂર્ણ કરવા બદ્દલ આપને ખૂબ ખૂબ અભિનંદન. આપન દ્વારા સૂચિત આ પુસ્તક ચડાવતા ઘણી નવી માહિતી મળી. ઝવેરચંદ મેઘાણીએ આ પ્રકારનું સાહિત્ય લખ્યું હશે તેવી કલ્પના પણ ન હતી. ભવિષ્યની આવનારી યોજનાઓ માટે આપ આજ રીતે ઉત્સાહભેર યોગદાન અને નેતૃત્વ કરતા રહેશો એવી શુભેચ્છા સહ. આભાર. --Sushant savla (talk)
સતિષભાઈ મારાં પણ અભિનંદન સ્વીકારશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૪૨, ૨૩ એપ્રિલ ૨૦૧૩ (IST)

મંગળપ્રભાત [ફેરફાર કરો]

Sunrise thailand ko samui.jpg મંગળપ્રભાત
આપના સુંદર સહકારને કારણે પરિયોજના મંગળપ્રભાત પૂર્ણ થયેલ છે. આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે મંગળમય પ્રભાતનું ચિત્ર આપને ભેટ સ્વરૂપે મોકલાવું છું. મંગળમય પ્રભાતના સોનેરી સૂર્ય કિરણો આપના જીવનમાં સ્વસ્થ્ય અને શાંતિની નિત નિત અભિવૃદ્ધિ કરે એ જ પ્રાર્થના. આભાર.--Sushant savla (talk) ૨૦:૪૩, ૧૫ એપ્રિલ ૨૦૧૩ (IST)