આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કુલયોગિની
ભરેલા સરમાં નીર ખાતાં'તાં મન્દ હેલિયાં;
ને હૈયું યે ચ્હડ્યું હેલે, દર્શ ત્ય્હાં દેવીનાં થયાં.
છે એક ઉજ્જવળ પુરાણપ્રસિદ્ધ દેશ,
ઉષ્માપ્રતાપભર સૂર્ય તપે હમેશ;
આતિથ્યની નગરીઓ જ્યહીં ન્હાની ન્હાની;
ત્ય્હાં છે અમારી કુલની લઘુ રાજ્યધાની.
તોફાની બાળુડાંને ત્ય્હાં જોતી નેન ઉંડાં ભરી,
બેઠી'તી દામણી દેવી, દેહે સૌ દીનતા ધરી.
સખિ ! ત્ય્હાં સુકુમાર વાંકડી
નમતી એક હતી બદામડી;