આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૧૧
બુચના દ્રુમ ધીમું ડોલતા,
ધ્વજ જેવા ગગને વિરાજતા.
૫
બારણામાં કરે રક્ષા સદાયે હનુવો જતિ;
લીમડાની શીળી છાયા આંગણે પાથરી હતી.
૬
ઝાંખો પ્રકાશ તરુજાળી મહીંથી આવે,
ને ઓસરી મહીં સુજાજમ તે બિછાવે;
ત્ય્હાં લીલી એકસર માલતી વેલ દીપે,
ને એક ડોલર હતો તુલસી સમીપે.
૭
માંડેલો માંડવો આછો ચોકમાં છાંયડી કરે;
એક-બે જૂઈની વેલો સૂકાતી હતી તે પરે.
૮
તે તેજલીંપી શીળી ઓશરીમાં
પ્રારબ્ધની પોથી ઉઘાડી ધીમાં
દેવી જુવે તે મહીં ભાગ્યલેખ,
મુખે હતી દુઃખીણી કેરી રેખ.
૯
અન્તરિક્ષે હતી દૃષ્ટિ, સૂની ને કાંઈ શોધતી,
હતું તે પેખતી ન્હોતી, ન્હોતું ત્હેને નિહાળતી.