લખાણ પર જાઓ

પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
ચિત્રદર્શનો
 


૧૦

ત્હેને ન શોધ, તુજને જડશે નહીં તે,
ત્‍હારો નઠોર નથી નાથ અહીં ક્‌યહીંયે;
આઘે ભમે શરીર, ભૂલ્યું મને ભમન્ત,
એકાકિની મૂકી ત્‍હને અતિ એ દમન્ત.

૧૧

આંખડી શૂન્યતાની એ પછી પાછી વળી નમે;
કાદવે કમળો જેવાં બાળ જ્ય્હાં ધૂળમાં રમે.

૧૨

કદીક સ્નેહે તુજ કંઠ ગેલતાં,
કદીક હેતે મુજ નામ બોલતાં;
કદીક મીઠી નિજ મસ્તીમાં મચે;
હમેશ ન્હાનાં કંઈ નાટકો રચે.

૧૩

ઉતાર્યાં દિલથી એવાં દિલે સમૃદ્ધ બાલકો;
વિસાર્યાં વ્હાલસોયાં મ્હેં આત્મશ્રીભર અર્ભકો.

૧૪

લજ્જાળુ લોચન મનોહર કેરૂં ચારુ,
તેજસ્વી આનન અનુપમનું સુપ્યારૂં;
સોહાગશોભિત વિલાસ વિનોદિનીના,
આનન્દનાં ગહન હાસ્ય : કશી કમીના ?