આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૧૩
૧૫
અન્તરે કોઈ યે બાપુ ! ઓછું મા આણશો રજે;
આપણા બાળની, દેવિ ! તું માતા-તું પિતા થજે.
૧૬
તજિયાં બાળ, તજી મનોરમા;
કરુણાળુ ! કરજો બધું ક્ષમા,
પ્રિય ! ડાહ્યાં થઈ માનું માનજો,
કુલને છાજતી રીત ચાલજો.
૧૭
આવશે અતિથિરૂપે દેવી કે કોઈ દેવતા,
કે સ્નેહી કો', સગાં કો,' કે હરિનાં જન ભાવતાં.
૧૮
આતિથ્ય યોગ્ય સહુનું સખિ ! તું કરીશ,
ચિન્તા નથી લગીર, અર્ધ્ય પદે ધરીશ;
સૌ પૂછશે કુશળ, તું મુજ સાંઈ કહેજે,
મ્હારી વતી ય સખિ ! અંજલિ અર્ધ્ય દેજે.
૧૯
દેવી ! તું કુલની રાણી, હુંયે મ્હેમાન તાહરો;
માંડ્યું ત્હેં કુલનું રાજ્ય, રાજયોગ ખરો કર્યો.
૨૦
કય્હારેક તો તું કુલ માટ રાંધતી,
કય્હારેક તું મેલ ચ્હડ્યા ઉતારતી;