લખાણ પર જાઓ

પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
ચિત્રદર્શનો
 

કય્હારેક પૂજી પ્રભુ આશિયો લહેઃ
નિત્યે ય ચિન્તા કુલક્ષેત્રની વહે.

૨૧

ઉપાડે કુલનો ભાર, ભાર્યા તે સતીને ભણીઃ
સંભાળે ગહની શોભા, તે દેવી ગૃહિણી ગણી.

૨૨

દેવિ સતિ ! પરમ પાવનકારી ભાર્યા !
કલ્યાણિનિ ! ગૃહિણિ ! ઓ પ્રભુપ્રેમી આર્યા !
ઢોળે શિરે નફિકરો પતિ સૌ ગુમાને,
‘સર્વસ્વ સોંપ્યું મુજને જ‘’ તું એમ માને.

૨૩

ન બૂઝે ભાવ એ ત્‍હારો, કે લેશે સ્‍હમજે નહીં,
ત્‍હોયે તું શાન્તિથી સેવા સદા સૌની કરી રહી.

૨૪

ભમે-ભમે દેહ ભલે વિદેશે,
ભલે ભમે આ મનડું વિશેષે;
નથી-નથી એક ઘડી ય ન્યારૂં
કલ્યાણિ ! આકર્ષણ દૈવી ત્‍હારૂં.

૨૫

માહરી જિંદગી કેરૂં સુહાગી મધ્યબિન્દુ તું:
અન્ધારી રાત્રિમાં મ્હારી અમીનો પૂર્ણ ઈન્દુ તું.