લખાણ પર જાઓ

સર્જક:ભોજા ભગત

વિકિસ્રોતમાંથી
(સર્જક:ભોજો થી અહીં વાળેલું)
જન્મ 1785
ગુજરાત
મૃત્યુ 1850
વિરપુર
વ્યવસાય લેખક

ભોજા ભગત (૧૭૮૫-૧૮૫૦),[] જેઓ ભોજલ[] અથવા ભોજલરામ તરીકે જાણીતા છે, ગુજરાત, ભારતના હિંદુ સંત કવિ હતા.[]

ભોજા અથવા ભોજોનો જન્મ ૧૭૮૫માં[] લેઉઆ કણબી[][] જ્ઞાતિમાં ફતેહપુર અથવા દેવકી ગલોળ ગામમાં જેતપુર નજીક સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમનાં પિતાનું નામ કરસનદાસ અને માતાનું નામ ગંગાબાઇ હતું. તેમની કૌટુંબિક અટક સાવલિયા હતી. ૧૨ વર્ષની ઉંમરે તેઓ તેમનાં ગુરૂને મળ્યાં જેઓ ગિરનારના સંન્યાસી હતી. જ્યારે તેઓ ૨૪ વર્ષના થયા ત્યારે તેમનું કુટુંબ અમરેલી નજીક ફતેપુર ગામમાં સ્થાયી થયું. તેઓ પછીથી ભોજા ભગત અને ત્યારબાદ ભોજલરામ તરીકે જાણીતા થયા.[][][]

વ્યવસાયે તેઓ ખેડૂત હતા. અભણ હોવા છતાં તેમનાં ગિરનારી ગુરૂના આશીર્વાદથી તેમણે કવિતાઓ અને ગીતો લખ્યા જેમાં સામાજિક દૂષણો પરનો વિરોધ હતો, તે ભોજા ભગતના ચાબખાઓ તરીકે પ્રખ્યાત છે.[][][][]

૧૮૫૦માં વીરપુર મુકામે ૬૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું, જ્યાં તેઓ તેમના શિષ્ય જલારામ બાપાની મુલાકાતે ગયા હતા. તેમનું સ્મારક મંદિર (ઓતા તરીકે જાણીતું) વીરપુરમાં આવેલું છે.[]

તેમના પદોમાં તેઓ પોતાનો ભોજલ તરીકે ઉલ્લેખ કરતા હતા.[] કવિ અને ફિલસૂફ તરીકે તેમણે આરતીઓ, ભજનો, ધૂન, કાફી, કિર્તન, મહિમાઓ, પ્રભાતિયા, હોરી, સરવડા, ગોડી અને પ્રભાતિયાં લખ્યા છે પરંતુ તેમના ચાબખાઓ સૌથી વધુ પ્રખ્યાત છે. આ કટાક્ષમય રચનાઓ ભોજા ભગતના ચાબખાઓ તરીકે ગુજરાતીમાં જાણીતી છે. સામાજીક વિસંગતતાઓ પર તેમણે તેમની ભાષામાં કટાક્ષ કર્યો છે. તેમના પદોમાં તેમની કોમળ ભાષા દેખાઇ આવે છે. ભક્તમાળામાં ગોપીઓથી વિખૂટા પડતા કૃષ્ણનું વર્ણન છે. ચાલૈયાખ્યાન અને તેમનું ભજન કાચબો અને કાચબી જાણીતાં છે. તેમનું સર્વદાન વિશ્વ સાથે તાદાત્મય અંગે છે.[][][૧૦]

પ્રભાવ

[ફેરફાર કરો]

તેમનાં અનુયાયીઓ ફતેપુરના દર્શને જાય છે જ્યાં તેમણે તેમના જીવનનો મોટા ભાગનો સમય ગુજાર્યો હતો. ભોજા ભગતના આશ્રમમાં તેમની પાઘડી, ઢોલિયો અને પાદુકાઓ રાખેલ છે.[][૧૦] તેમનું ઇંટોનું બનેલું મૂળ ઘર એમનું એમ છે અને તેમની અંગત વસ્તુઓ ત્યાં રાખવામાં આવી છે. આશ્રમને ગાદી-પતિ કહેવાતા મહંત સંભાળે છે.[૧૧][૧૨]

તેમને ઘણાં શિષ્યો હતા જેમાં સૌથી વધુ પ્રભાવશાળી અને જાણીતાં સંતોમાં વીરપુરના જલારામ અને ગારીયાધારના વાલમરામનો સમાવેશ થાય છે.[][][૧૩][૧૪]

ભોજા ભગતની કૃતિઓની સુચિ:

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  5. ૫.૦ ૫.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  6. A Dictionary of Indian Literature: Beginnings-1850 By Sujit Mukherjee page: 54
  7. ૭.૦ ૭.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  8. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  9. Akademi, p. 128 Medieval Indian Literature
  10. ૧૦.૦ ૧૦.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  11. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  12. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  13. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  14. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]