સભ્ય:Kuldipsinh j bhati

વિકિસ્રોતમાંથી

"રાજપૂત શક્તિ" માસિક મુખપત્ર

તંત્રીશ્રી મનુભા કે. જાડેજાસાહેબ (જામનગર) ઈ.સ.૨૦૦૫, જુલાઈ માસ ના અંક ના પાના નં,૨૬ થી ૨૯ ઉપર પ્રસિધ્ધ લેખ...

  "ઈતિહાસ ના ઝરુખેથી"
   = ભવ્ય વારસો =

લેખક:- ગોહીલ અજીતસિંહ જી સાહેબ, મુ, અવાણીયા, તા.ઘોઘા, જી.ભાવનગર

વિક્રમ સંવત, ૧૦૧૭ (ઈ.સ.૯૬૦) માં સોલંકી વંશીય રાજા મુળરાજ સોલંકીએ પોતાના મામા સામંતસિંહ ને મારી નાખીને સોળ વર્ષની ઉંમરે ગુજરાત રાજય પોતાના હાથમાં લીધુ અને તેમના શાસન કાળ દરમ્યાન રાજયસીમા ઘણી વધારી ગુજરાત,કાઠીયાવાડ, આબુ,જોધપુર,જયપુર નો ઘણો ખરો ભાગ અને માળવાનો પશ્ચિમ ભાગ જીતી આ ભુમી તેમના આધિપત્ય હેઠળ આવેલ જયારે વૃદ્ધાવસ્થા આવી ત્યારે તેણે મનોમન વિચાર કર્યોં રાજયસીમા વધારવા અનેક હુકમો કર્યા.હવે વૃદ્ધાવસ્થામાં તેમનુ પ્રાયશ્ચિત કરી લેવુ જોઈએ,આ વિચારથી તે પ્રાચીન સરસ્વતીનદી માં સ્નાન કરી વેદપાઠી બ્રાહ્મણો ની પાસે જઈને વિનયપુર્વક કહ્યુ કે રુષિગણ મેં મારા જીવનકાળમા અનેક પાપો કર્યા છે, આ બધાનુ પ્રાયશ્ચિત કરવા માંગુ છુ,ત્યારે બ્રાહ્મણરુષિઓએ કહ્યુ કે હૈ રાજા ! વિદ્વાન વેદપાઠી બ્રાહ્મણોને અન્નદાન ,ભુમિદાન વિગેરે કરવાથી સંપૂર્ણ પાપો નાશ પામે છે,અને પરમ પદ મોક્ષ મળે છે,બધા તીર્થો સ્થાવર હોય છે,પંરતુ બ્રાહ્મણદેવતા જંગમ તીર્થો હોય છે, પવિત્રસ્થાનમાં શુભ સમયે વેદવિધ્યાપારંગત ભૂદેવોને દાન આપી સંતુષ્ટ કરો.અહીના સ્થાનિક બ્રાહ્મણો તો કલીયુગના પ્રભાવથી વેદવિદ્ધા ભૂલી ગયા હતા,તેથી ઉત્તરના નિવાસી બ્રાહ્મણો આ કાર્ય માટે વધુ યોગ્ય ગણાય આથી વેદગ્યાની સંપન્ન બ્રાહ્મણો ને બોલાવવાનો વિચાર કર્યોં,

"ગુજરાતમાં ઔદિચ્યનુ આગમન !

ગુજરાતમાં પ્રાંચી સરસ્વતી ના તટ પર પાટણ સિદ્ધક્ષેત્ર છે. (સિદ્ધપુર) તે પવિત્રસ્થાન પર પાટણના રાજા મુળરાજે એક વિશાળ અને ભવ્ય રુદ્રમહાલય નામનુ મહાદેવ નુ મંદિર બનાવ્યું હતુ, આમા રુદ્ર એટલે અગિયાર માળવાળો મંડપ હતો.જેમા સહસ્ત્રશિવલીંગ સ્થાપિત કર્યા હતા. મુળરાજે મંદિર ની પ્રતિષ્ઠા કરાવવા તથા ભુમિદાન આપવા માટે ઉત્તર તરફથી બ્રાહ્મણોને બોલાવવા વિચાર કર્યો આ પ્રસંગે ઉપસ્થિત રહેવા અને તીર્થયાત્રા કરવા એક હજાર આઠસો એક (૧૮૦૧) બ્રાહ્મણો સિદ્ધપુર આવ્યા આ બ્રાહ્મણો જુદી જુદી બે જગ્યા પરથી આવેલા, ૧૦૦ યજુર્વેદીય કાશીક્ષેત્રમાંથી, ૧૦૦ કુરૂક્ષેત્રમાંથી ૧૦૦ યજુર્વેદીય કાન્ય કુંબજમાંથી ,૧૦૦ સરયુ પારથી, ૧૦૫ પ્રયાગરાજથી, ૧૦૦ નૈમીચારણ્યથી, ૧૦૦ રુગ્વેદી ગંગાપારથી, ૧૦૦ સામવેદી ,૧૦૦ ચ્યવનના આશ્રમેથી, અને ૧૩૨ પુષ્કરરાજથી આવેલ બ્રાહ્મણોને રૂદ્રમાળની પ્રતિષ્ઠા, વિધી પુર્વક કરાવવા, ભૂમીદાન સ્વીકારવા વિનંતી કરી. પરંતુ બ્રાહ્મણોએ ભુમિદાન સ્વીકારવાની ના પાડી,ઈશ્વર ઈચ્છા બળવાન હોય છે. એક દિવસ બધા બ્રાહ્મણો દધીચી રુષિના આશ્રમ પર પંચરામ તીર્થયાત્રા કરવા ગયેલા અને અગ્નિની રક્ષા કરવાની જવાબદારી તેમની પત્નીઓને સોંપી ગયા આ અવસરનો લાભ ઉઠાવવા યુવરાજે તેમની મહારાણીને રુષી પત્નીઓ પાસે મોકલી તેમને અન્ન વસ્ત્રાભુષણ આપી દાન સ્વીકારવા વિનંતી કરી ,કે અમે કારતક માસની શુક્લપક્ષની (દેવઉન) એકાદશીને દિવસે આ સામગ્રી મીત્રવાનને અર્પણ કરી છે હવે તેમની પ્રસાદી આપ લોકોમાં વહેંચી દેવાની ઈચ્છા ધરાવુ છું ,રુષિપત્નીઓએ આ વસ્તુનો સ્વીકાર કર્યો,જયારે રુષિ ગણ છઠ્ઠા દિવસે ઘરે આવીને આ સંપત્તિ જોતા જ ઘણાં ગુસ્સે થયા, આમાં મુળરાજની રુષિઓને સિદ્ધાંત ભ્રષ્ટ કરવાની ચાલ દેખાઈ પરંતુ રુષિ પત્નિઓએ તેમને સાચી વાત સમજાવતા ગુસ્સાનુ શમન થયું ત્યારબાદ મુળરાજે આવી રુષિઓને દંડવ્રત કરી પોતાનું રાજ્ય અર્પણ કર્યું ,પરતુ રાજય રુષિઓએ સ્વીકાર્યું નહી, અને રુદ્રમહાલય નામના શિવ મંદિર થી વિ.સં.1043(ઈ.સ.986) માં પ્રતિષ્ઠા કરાવી અને એ તીર્થયાત્રા ના બ્રાહ્મણોને જુદા જુદા પ્રાંતો માં જુદા જુદા ગામો પ્રદાન કર્યા એમા એક હજાર સાડત્રીસ બ્રાહ્મણોમાંથી પાંચસો બ્રાહ્મણોને સિદ્ધપુર વિભાગમાં 170 ગામ ,અને પાંચસો બ્રાહ્મણોને શિહોર ભાગ મા 88 ગામ દાન માં આપ્યા જે સિદ્ધપુર સંપ્રદાય અને શિહોર સંપ્રદાય થી ઔદીચ્ય સહસ્ત્ર કહેવાયા. 37 બ્રાહ્મણો ને ખંભાત તરફ 17 ગામ દાનમાં મળ્યાં તે ટોળુ બાંધીને રહેવાને કારણે ઔદીચ્ય ટોળકીયા કહેવાયા,સમયના પ્રભાવથી અને ઘણાસમયપર્યંત પાસે રહેવાને કારણે ગુજરાત માં નિવાસ કરવાવાળી ગુજરાતી બ્રાહ્મણ જાતિ અને ઉત્તરથી આવેલી ઔદીચ્ય જાતી એક મેક થઈગયા તે સમયે બ્રાહ્મણ માત્રનો કન્યા ,ભોજન વહેવાર એક હોવાને કારણે કોઈ મુશ્કેલી રહી નહી જે આજે પણ જોવા મળે છે, જયારે ચૌર્યાશી કરવામાં આવે છે.ત્યારે બધા બ્રાહ્મણો પંગતમાં બેસી ભોજન કરવામાં આવે છે.આ બ્રાહ્મણો નુ એક હોવાનુ પ્રતિક છે. અને પ્રત્યક્ષ પ્રમાણ છે, સર્વ વીધી પુરી થયા બાદ બ્રાહ્મણોએ રાજાને આશિર્વાદ આપ્યા પોતાને મળેલ ગામને ગામમાં વસવાટ કરી વહીવટ કરવા લાગ્યા ટોળકીયા ઔદીચ્યને યુવરાજે ગંગા સમાન યસ્વત્ર (સર્વત્ર યા યશવસ્ત્ર) સાબરમતી મેન્દવો વાયક (સમજ બહાર શબ્દ)અને મહી નદી ના કાંઠા પર રહેવા વિનંતિ કરી ,જે તેઓ એ સ્વીકારી, સં.1150(ઈ.સ.1094) માં પાટણ ની ગાદી પર સિદ્ધરાજ જયસિંહ આવ્યો તેણે મહારાજા મુળરાજે બંધાવેલ રુદ્રમાળ નો વિસ્તાર વધાર્યો અને રુદ્રસ્થળ ને પોતાના નામ ઉપર થી સિદ્ધપુર નામ આપ્યુ .ત્યાર થી સિદ્ધપુર અને આજુબાજુ મા વસતા ઔદીચ્યો પોતાને સિદ્ધપુર ઔદીચ્ય સહસ્ત્ર તરીકે ઓળખાવા લાગ્યા આથી શિહોર સૌરાષ્ટ્ર મા વસતા ઔદીચ્યો પોતાને શિહોરી ઔદીચ્ય કહેવડાવવા લાગ્યા આ પ્રમાણે ઔદીચ્યો રહસ્યના સ્થળ વાચક બે ભાગ થયા છતા બન્ને સંવાના( શબ્દ સમજ નો અભાવ)બ્રાહ્મણો પોતાને મળેલા ગામોમાં રાજય કરવા લાગ્યા અને સિદ્ધપુર માં ઔદીચ્ય બ્રાહમણોએ 300 વર્ષ સંવત 1553 સુધી રાજય વૈભવ ભોગવ્યો, સં.1353 માં દિલ્હીપતી અલાઉદીન ખીલજી ના લશ્કરે ગુજરાત પર ચડાઈ કરી .રુદ્રમાળ તોડી નાખ્યો અને હીન્દુ ઓને ભ્રષ્ટ (વટલાવવા) કરવા લાગ્યો . આથી ગુજરાત ના કેટલાક બ્રાહ્મણ કુટુંબો સુરક્ષિતસ્થળ ની શોધમા સ્થળાંતર કરવા લાગ્યા.કેટલાક રાજય સુરક્ષિત જોઈ ત્યાં વસવા લાગ્યા.કેટલાય કુટુંબો રાજસ્થાન જઈ વસ્યા. અમુક સૌરાષ્ટ્ર તરફ ગયા કેટલાક જુદા જુદા રજવાડામાં જઈ સ્થિર થયા આ રીતે મુસલમાન કાળ માં ચારે બાજુ સ્થિતિ ડામા ડોળ થઈ ગઈ અને 400 વર્ષનો ઈતિહાસ કડીબધ મેળવવો મુશ્કેલ થઈ પડયો સં.1350 બાદ પરિસ્થિતિ બદલવા લાગી અને ઔદીચ્યો કંઈક અસ્થિરતા અનુભવવા લાગ્યા.અલાઉદીન ગુજરાત પર ચડી આવ્યો રુદ્રમાળ તોડીને અનેક હિન્દુ ઓને વટલાવ્યા,સિદ્ધપુર ના મવેડી બ્રાહ્મણ વોરા બન્યા,સિદ્ધપુર ના રાજમાર્ગની બન્ને બાજુ ઉભેલી સુંદર ઈમારતોમાં એક બાજુ વચ્ચે ઔદીચ્ય અને વટલાયેલા બ્રાહ્મણો માથી બનેલા વોરા નુ પ્રિય ભોજન મોહક લાડુ.

વિક્રમની તેરમી સદીમાં પાટણ સિદ્ધપુરમાં મુસલમાની રાજય થયુ ત્યારે પોતાનો ધર્મ બચાવવા જે જે બ્રાહ્મણો સિદ્ધપુર છોડી ભાગ્યા જયાં જયાં આશરો મળ્યો ત્યા ત્યા રહ્યા.હીન્દુસ્તાન માં મુસલમાનોનુ ભયંકર આક્રમણ રહયુ.બાદશાહો સાબરમતી ને તીરે એક નાનકડા કર્ણાવતી નામના નગર ને વિકસાવીને અમદાવાદ નામ આપ્યુ મહમદશાહે મહેમદાવાદ વસાવ્યુ .મુસલમાન બાદશાહો તેમની ફોજો દ્વુારા હિન્દુઓ ઉપર જુલમ કરવા લાગ્યા ,શામ.દામ,દંડ,ભેદ ની નીતિઓ અખત્યાર કરીને મુસલમાનોએ હીન્દુઓને વટલાવ્યા અને ગરાસીયા દરબારો વટલાવા લાગ્યા તે "મોલે સલામ " કહેવાયાં,આવી વીકટ પરિસ્થિતિ આવી ત્યારે રાણપુર ,ધોળકાના પરમાર,માંડવાના ઝાલા/મકવાણા,મહાકાંઠાના પઢિયાર બારૈયા,ભોળાદના રાઠોડ ,સીસલાના વાઘેલા ,કાલવિધાના સોલંકી,ડાંગરવાના ડાભી,વગેરે રાજપૂત મા જયારે હાહાકાર મચી ગયો આખા સૌરાષ્ટ્ર ,ગુજરાત મુસલમાન થઈ જશે અને થાવુ પડશે આવા ભયથી ધંધૂકામાં એક ગુપ્ત સભા મળી હતી જેની અણનમ આગવાઈ ધંધૂકા સ્ટેટ ના રાજવી ધાંધજી ભાટીને શિરે હતી.ગરાસિયા રાજપૂતો અને અન્ય હીન્દુ સમાજ મળીને હીન્દુઓને મુસલમાનોના ત્રાસથી બચાવવા તૈયારી કરી લીધી હતી.માથુ ભલે જાય પણ આપણો ધર્મ ના જવો જોઈએ એવી પ્રતિઘ્યા લેવાણી આ કામ માં ધંધૂકા ના રાજગોર સાંઢાજીઠાકર એક તપસ્વી સિદ્ધિ પ્રાપ્ત બ્રાહ્મણ ના આશિર્વાદ અને રાણજી,વિસાજી ( ધંધૂકારાજા ધાંધ યા ધનરાજ કે ધંધૂરાજા ભાટી ના જમાઈ) ની કુશળ બહાદૂરી સરસેનાપતિ તરીકે ની મળી અલાઉદીન ખીલજી વિશાળ સૈન્યની સામે મુઠ્ઠીભર રાણજીને વિસાજી લડયા ,રાજપૂતોએ પોતાનો ક્ષત્રિયતા નો પરચો બાદશાહને બતાવ્યો,મહાભીષ્ણ યુદ્ધમાં રાણજી લડતાં લડતાં શહીદ થયા ત્યારે કોઈ કવિ કે ચારણ ના મુખમાંથી શબ્દો સરી પડયા હશે.

રાણીએ રાણા નીપજે, દાસીએ રાણા ન હોય. દાસીએ રાણા હોત તો રાણી ન પરણત કોય.

(ઉપરનો દોહરો રાણા પ્રતાપ ને સુસંગત વધારે બેસતો આવે છે)

ઉજાળે કુળ એકલો ઓજસ છાપ અભૂત , ત્રય લોશન ત્રબ્બક સમારંગ જોકા રાજપૂત.

જેમની માતા પતિવ્રતા ધર્મ પાળતી હોય અનેજેમનો પિતા પવિત્ર હોય તેમની કુખે જ આવા વિરપુરુષો પાકે ઈ,સં.1309 માં રાણજી શહીદ થયા,અને અલાઉદીને રાણપુર નો કિલ્લો પોતાના તાબે કર્યોં,ત્યાર બાદ બાદશાહે ધંધૂકા સર કરવા પ્રયાણ માંડયાં, (અહી ઈતિહાસિક ખોજ ને અવકાશ છે, ધંધૂરાજા યા ધાંધજી વા ધનરાજ ભાટી ધંધૂકા ના રાજા પાસે ઘણુ પાયદળ,અશ્વદળ,હાથી દળ હતુ,ધંધૂકા નો ધંધૂરાજા બળવાન,પરાક્રમી,શક્તિશાળી રાજા હતો તેના જીવનમાંથી ચારણ કવીએ દોહયે દોહરો તેની ઝાંખી કરાવે છે

દોહરો:-

"પાંચ લાખ પૈદળાં ,આઠ લાખ અસ્વાર" "હાથી બાર હીન્દવી ,ધાંધ તણે દરબાર")

ધંધૂકા માં ધાંધલજી ભાટી રાજ કરતા હતા.તેમના સરસેનાપતિ તરીકે વિસાજી ગોહિલ(શહીદી વહોરી લેનાર રાણજી ગોહિલ ના નાનાભાઈ તેમજ ચોવીસી ગોહિલ ના વડવા ) ની કુશળ બહાદુરી અને ધાંધજી ભાટીના મહાતપસ્વી સાંઢાજી ઠાકર બ્રાહ્મણ કુશળમુત્સદી મંત્રી હતા,તેવા ધંધૂકા ઉપર બાદશાહ ચડી આવ્યો ક્ષત્રિયાણીને કુખે જન્મ લેનાર વીર ક્ષત્રિયવીરો એ બહાદુરીથી લટતા હજારોની કત્લેઆમ થઈ લોહીયાળ જંગ ખેલાણો તેમા બાદશાહ ની હાર થઈ, બાર બાર વર્ષ ધંધૂકા ઉપર હુમલા ચાલુ રાખ્યા સામસામે બન્ને પક્ષે ભયંકર ખુવારી થઈ રુઢીચુસ્ત જમાનો હતો,છતા સમય,સંજોગ અને પરિસ્થિતિવસ ધંધૂકા ના જન જીવન ખોરવાય ગયુ, જન ને જીવવાના હોડ ઉડીગયા હતા,રાજ ગોર સાંઢાજી ઠાકરે હીન્દુઓને એક પાંગતે જમાટયા હતા,બહાદૂરી પૂર્વક અલાઉદીન ખીલજી સામે લડતા હતા,તેરમે (13મેં )વર્ષે અલાઉદીને સમય સુચકતા વાપરી દીલ્હી ,કનોજ,અને લખન્નો થી ફોજ બોલાવીને વિશાળ સૈન્ય સવારી લઈને ઓચિંતો ધંધૂકા ઉપર હુમલો કર્યો ,ધંધૂકા ના રાજવી મહેર રાજ ધાંધજી ઉર્ફ દુદાજી ભાટી(આ દુદાજી નામ કંયા થી આવ્યુ,જૈસલમેર માં તેમના મોટા ભાઈનુ દેવરાજ ઉર્ફ દુદાજી વંચાણે આવ્યુ છે.)' સાથે રાજપૂતો ,અને કેટલાય કોળીભાઈઓએ વીરતા દાખવીને રણ શયા પર પોઢ્યાં હતા,હજારો રાજપૂતો લડાઈમાં વિરગતિ પામ્યાં ,હજારો બહેન દિકરીઓના સીંદૂર ભૂંસાઈ ગયા,આ ધમસાણ મા ધંધૂકા નો દરબાર લુંટાણો,હીન્દુઓનુ જીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ,મુસલમાનો હીન્દુઓ પર જુલમ ગુજારવા લાગ્યાં ,દિવાળી જેવુ ધંધુકા વાસીઓનુ જીવન એક હોળીની આગમાં પલટાઈ ગયું ,બાદશાહે રાજગોર સાંઢાજી ના પાંચ પાંચ દિકરા ની કત્લેઆમ કરી,આખા ધંધૂકા મા હા હા કાર મચીગયો,ધંધૂકા વેરવિખેર થય ગયું,હીન્દુઓ બચ્યા તે સ્થળાંતર કરી ગયા હતા, અમુક વટલીને મુસલમાન થઇ ગયા, મહેર રાજ ધાંધજી ભાટી ના નામ પર થી ધંધૂકા નામ પડયું ,અથવા ધંધૂકા વસાવનાર ધંધૂરાજા (ધનરાજ ભાટી ને ગુરુકંકધરનાથે ધંધૂરાજા નામ આપ્યુ હતુ,)

દોહરો:

"ધાંધે ધંધૂકો લીયો,પાતલે લીયો પેટલાદ" "જસીયે ગઢ જૂનો લીયો આદ ભાટી અનાદ" ધંધૂકા વસાવનાર ધાંધ વ ધંધૂ એક મહાન યોદ્ધા હતા,કુશળ લડવૈયા રાજવી હતા,પુશ્કળ લાવલશ્કર હતુ,

"પાંચ લાખ પૈદળાં આઠ લાખ અસ્વાર" "હાથી બાર હિન્દવી ધાંધ તણે દરબાર" મેહર રાજવી ધાંધજી ના પૂર્વજો તથા આ કુળની ઉત્પતિ વિષે ટુંકમાં જાણીએ, "જૈસલમેરાં ભટીયાં વડો શું લક્ષણોએ" "બૈટો ભાલે રણમાં લડે મરે બેટી કાટચડેએ"

શ્રીગઢ જૈસલમેર થી ઉઠા એટલે જૈસલમેર દરબાર કહેવાયા,કાળક્રમે જૈસલ શબ્દ મેલ પડતો શોર્ટકટ ગામ ગિરાસ ના જુના હસ્તપ્રતો મા મહેરદરબાર લખાયા,જૈસલમેરની ઓળખ નામ આગળ મહેર શબ્દ લગાડે છે, "મુળ જૈતસિંહોત ભાટી " વિ.સં.1179 માં તત્કાલીન ક્ષત્રિય સમાજે "ઉત્તર ભડ કિવાડ" જેવા બિરુદોથી ભાટી રાજપૂતો ને સન્માનિત કર્યાં, શ્રીઆદીનારાયણ ની ચોથી પેઢીએ અત્રિરુષિના પુત્ર ચંદ્ર થયા જેમને પ્રભાસક્ષેત્રમાં જઈ ભગવાન શિવ ની તપસ્યા કરી ઘણા સમય પછી નાથ કહી ને હાંક મારી સોમ (શિવ)પ્રગટ થયા તેથી તે ક્ષેત્રનુ નામ સોમનાથ પડયું,શિવ જયોતિર્લિંગોમાંનુ પ્રથમ જયોતિર્લિંગ છે,તે ચંદ્ર પૌત્ર પુરુરવા પ્રયાગ ના ચક્રવતી રાજા હતા,તેની પાંચમી પેઢીએ યદુરાજા થયા તેથી ચંદ્રવંશ મટીને યદુવંશ થયો, તેમની 35 મી પેઢીએ વૃષ્ણીજીથી વૃષ્ણીવંશ કહેવાયો,વૃષ્ણીજીની 14 મી પેઢીએ વસુદેવના ઘરે ભગવાન શ્રીકૃષ્ણ થયા તેમની આઠ પટરાણીમાં રુકમણીજીના કુખે પ્રધુમ્ન જન્મ્યા તેમની 11મી પેઢીએ ગજબાહુ એ યુધિષ્ઠીર સંવત.માત્ર 308 માં વૈશાખ સુદ રવિવાર રોહીણી નક્ષત્રમાં ગજની શહેર (અફઘાનિસ્તાનમા) વસાવ્યુ તે ગજબાહુ ની 72 મી પેઢીએ રાજા હંસપતે હંસારગઢ (હરીયાણામાં) માત્ર વિ,સં.2 (બે)માં વસાવ્યું

(ટીપ્ણી:- સહજ વિચાર વિમર્શ જોઈએ તો ભાટીયોં નો ઈતિહાસ હ્રદયગમ રોચક અને પરમ વિશ્વસનિય લાગે છે કારણ કે અહી શ્રીકૃષ્ણની 12 પેઢીએ ગજની વસાવનાર ગજબાહુ છે અત: સામાન્ય લોકીક ગણતરીએ એક પેઢી 25 વર્ષની ગણીએ તો 12 પેઢીએ 300 વર્ષ થાય,અહી ગજબાહુ યુધિષ્ઠીર સંવત ,308 મા ગજની વસાવેલ અને શ્રીકૃષ્ણને યુધિષ્ઠિર બન્ને મામા ફઈબા ના ભાઈઓ સમકાલીન છે ,જે ગજબાહુની પેઢી બરોબર આવે છે,તે ગજબાહુની 72 પેઢી હંસપત છે સામાન્યકાલ ગણાના પ્રમાણે એક પેઢી 25 વર્ષની ગણીએ તો ગજબાહુ થી હંસપત સુધી 1800 વર્ષ થાય,શ્રીકૃષ્ણથી ગજબાહુ 300 વર્ષ અને ગજબાહુ થી હંસપત ના 1800 વર્ષ , 300 અને 1800 બન્ને મળે તો 2100 વર્ષ થયા જયારે વિ.સં.ની શરુઆત થઈ હતી,આજ વિ.સં ,2076 થઈ છે,પંરતુ આ સામાન્ય કાળ ની ગણના કરતા પહેલા લોકીક વિચાર એ પણ વાંચવા માં આવેલો છે કે,ઘર સંસાર મા કોઈ પુરુષના ઘરે મોડો ખોળો ભારાયો હોય ,કોઈ રાજાના કુંવારા દિકરા ઓ ગામ ગિરાસ, ગાયો,દેશ,ધર્મ માટે કામ આવી ગયા હોય અને પછી મોડા પણ નવુસંતાન ને જન્મ થાય ,વહેલા મોડા વિવાહ વિગેરે દ્રષ્ટીએ વિચાર કરીએ તો એક સો વર્ષ મા વધારે મા વધારે ચાર વંશપેઢી અને કારણસર ઓછામાં ઓછી સો વર્ષમા બે પેઢી થાય આમ સરેરાશ આખા વંશની સો વર્ષે ત્રણ પેઢી ગણી શકાય જે ભાટીયોં ના ઈતિહાસ માંમળી રહે છે, )તે હંસપતની 9 મી પેઢીએ બાલબંધજીને 10 પુત્રો પૈકી ભૂપત ,સમાજી, અને મોટો ભાટીજી હતા,ઘણા ઈતિહાસકારો ના મતપ્રમાણે શ્રીકૃષ્ણની 82 મી પેઢીએ દેવેન્દ્ર થયો તેના ચાર પુત્રો અસપત(ઈસ્લામ) ,ગજપત(ચૂડાસમા).નરપત(જાડેજા).ભૂપત (ભાટી) તરીકે ઓળખાવે છે,પણ તે સંશોધનની દ્રષ્ટીએ ખરુ લાગતુ નથી,સત્ય હકીકત મુજબ બાલબંધજી ને 10 પુત્રો ના હાલહવાલ સપ્રમાણ જૈસલમેર ના ઈતિહાસ માં પડયાં છે, તેમા ભુપત ગજની મા યવનો સામે કામ આવ્યા તથા સમાજી ના વંશો સિંધમાં સમાનગર વસાવ્યુ,તેના વંશજો સમા કહેવાયા,તે સમા કુળના ચૂડચંદ્ર વંથલી (વામનસ્થલી)મામા ની રાજએ આવ્યા,અને જૂનાગઢ રાજય સ્થાપ્યુ, તેથી ચૂડાસમા કહેવાયા, તેમાથી સરવૈયા અને રાયજાદા બે શાખાઓ અલગ પડી તથા સમાજીના બીજા વંશજો એ પઢિયારોની જીતપર જામ પદવી મેળવી અને તેઓએ કેરાકોટ વસાવ્યું,તેના રાજા લાખાજી ફુલાણી સં.901 માં હતાં,તે હીન્દવા સૂરજ કહેવાય છે,તેજ વંશે ભૂજનગરમાં રાજય કર્યું હતુ તે જાડેજા કુળ પ્રસિધ્ધ છે,સમાજીના ભાઈ ભાટીજી વિ, સં.336 માં લાહોર ની ગાદીએ આવ્યા અને સં.342 માં ભાટીનેર વસાવ્યુ,(વર્તમાન રાજસ્થાનમા હનુમાનગઢ)તે મહારાજા ભાટીજી ચૌદ રાજય નુ ઐશ્ચવર્ય ગળી ગયા હતા,તે વિજયોક્ત શ્રીભાટીજીથી યદુવૃષ્ણી બદલીને ભૂપતને સમાજી સીવાય સર્વ ભાટી કહેવાયા, સિધ્ધશ્રી દેવરાજ ભાટીએ ગુરુશ્રી રતનનાથજી પાસેથી સિધ્ધીપ્રાપ્ત સં.909 માં દેરાવરગઢ બાંધ્યો (પાકીસ્તાનમાં) તથા પરમારો ના 9 ગઢ જીત્યા અને મહારાવલ પદવી ધારણ કરી ત્યારથી ભાટી વંશના સર્વરાજા મહારાવલ લગાડે છે ,વીરશ્રેષ્ઠ દેવરાજની 7 મી પેઢીએ જન્મેલ મહારાવલશ્રી જૈસલજીએ શ્રાવણ સુદે સં.1212 માં સોનાર દુર્ગ જૈસલમેરનો પાયો નાખ્યો અને 1219 માં તિખૂટકોણ,ત્રિકુટાચલ ધ ગોલ્ડન સીટી જૈસલમેર ની ગાદીએ બિરાજીયા.તેમજ ભાટીજીના બીજા કુંવર મહીશુરરાવ ના પુત્ર સારણરાવ ના વંશજો જાટ થયા તે પંજાબમાં શીખ ધર્મ પાળે છે,ને જૈસલમેર સાથે ભ્રાતૃભાવ રાખે છે,જૈસલમેર ની પાંચમી પેઢીએ દુદાજી થયા સં.1356/1368 તેણે બાદશાહની સામે લડતા વીરગતિ પ્રાપ્ત થયા, જૈસલમેરના બે પુત્ર મહારાવલ શાલીવાહન ,મહારાવલ કાલણજી આ કાલણજીના છ પુત્રો મા મોટા મહારાવલશ્રી ચાચિગદેવ સં.1264 ગઢ જૈસલમેર ગાદીએ,ત ચાચિગદેવ ના તેજસિંહ ના બે પુત્રો જૈતસિંહ અને કરણસિંને દાદાની મમતાથી રાજગાદી મળી ,મોટા જૈતસિંહ લજ્જાવસ જૈસલમેર છોડી ગુજરાતમાં વસ્યા,સં.1299 માં કરણસિંહ મહારાવલ પછી તેના પુત્ર લખણસૈન સં.1327 માં મહારાવલ થયા,લખણસૈન ના પુત્ર મહારાવલ પુણપાલજી સં.1331 રાજગાદીએ આવ્યા,પરતુ રાજનૈતિકતા અભાવે મંત્રીમંડળે તેને પદભ્રષ્ટ કરી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા કરણસિંહના મોટા ભાઈ જૈસલમેર છોડી ગુજરાત ગયા હતા તેને આદરથી બોલાવી સં.1332 મા જૈસલમેર મહારાવલ ઘોષિત કર્યાં હતા ત્યારે 70 વર્ષ ની ઉંમર ના જૈતસિંહના પુત્રો મુલરાજ અને રતનસિંહને પણ પુત્રો જન્મી ચુક્યા હતા,મુલરાજ ના દેવરાજ,ધનરાજ,વતરાજ નામે પુત્રો તથા રતનસિંહને ધડસિંહને કાનડદે નામે પુત્રો હતા,જૈતસિંહના પુત્ર ધનરાજ સં.1330 મા આબુ તળેટીમા ગુરુકંકધરનાથજી સેવામાં પ્રવૃત હતો,તેથી ગુરુની પ્રસન્નતા પ્રાપ્ત આશિર્વાદ થી ધંધૂરાજા નામ મળ્યુ હતુ, "જહાં ધુનેકી રાખ બિખેરેગેં વહાં ચૌબિસ તો કયાં ગાંવ ચૌરાસી મીલેગેં" આથી ધનરાજ ભાટી ગુરુના વચનથી નામ ધંધૂ પ્રાપ્ત એ ગુજરાતમાં એક ગામનો પાયો નાખ્યો સં.1334 માં સર્વત્ર એક પહેચાન ઉભી થઈ કે એ ગાંવ કી કીસકા હૈ?તો જવાબ બસ એટલો જ હતો કે એ ધંધૂકા ગાંવ હૈ, એ ધંધૂનુ ગામ છે,અન્ય લેખકોએ આ ધનરાજ ને ધન,ધાંધ, ધંધૂ ,દુદા,ધાંડ,અને ઢાંઢો પણ લખ્યો છે,પ્રાંત ફેર,લહીયાની લહી ભાષા ઉકેલવાની ઉતાવળ ,સ્થળ ખરાઈ ,તેમના વંશકુટુંબો ની મુલાકાત ના અભાવે માત્ર અનુમાનથી લખાયાનુ પરિણામ હોય ક્ષત્રિયોના 36 કુળ માનુ એક અતિ પ્રભાવી અને સૃષ્ટીને શોભાવનારુ કુળ છે,તેમના લોહીના સંબધો રાઠૌડ,પંવાર,ચાવડા,ચૌહાણ,ગોડ,ગેહલોત,ઝાલા (મકવાણા/મખવાન)પઢિયાર,ગોહીલ ,સોલંકી/વાઘેલા,સોઢારાણા,સિસોદીયા રાણા વિગેરે આદીથી અંત સુધી ઓછા વધુ પ્રમાણમાં જળવાય રહેલા છે,આ ધંધૂકા વસાવનાર ધાંધજી ભાટી એક મહાન લડાયક યૌદ્ધા ને શત: શત: પ્રમાણ...

આ ભવ્યવારસા મા ભુલ હોયતે મારી, સારુ અને સાચુ હોય તે લેખકશ્રી અજીતસિંહજી ગોહીલ સાહેબને જશે જાય એજ અભ્યર્થના-અસ્તુ...

સાદર રજુ કર્તા- ઈન્દ્રસિંહ પસવાલા


સૌરાષ્ટ્ર ની રસધાર

શ્રી ઝવેરચંદ મેઘાણીજી

શ્રી સંદેશ પેપર માં સાપ્તાહિક પૂર્તિ સંસ્કાર ના પાના-3, રવિવાર તા,01/03/2020

🌹 || દૂશ્મન || 🌹

મોતી જેવા નિર્મળ પાણી નદીમાં ખળખળતાં હતાં અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું.એક દિવસ સૂરજ મહારાજ ઉગીને સમા થયા તે ટાણે મંદિરને ઓટલે ગામના પચાસ ફાટેલા જુવાનિયા ભેળા થયા છે,અંગ ઉપર પાણકોરાની ઘેરદાર પખતી અને ત્રણ-ત્રણ ડોરણાવાળી ચોરણીઓ ને પાહાબંધી કેડિયાં પહેરેલા ,કમ્મરે કાળી અને રાતી કોરછેડાવાળી પછેડીઓની ભેટ વાળેલી,માથે ગડી પાડીને ભાતીગળ ફેંટા બાંધેલા ,જમણા પગની જાંઘે પડખાના ભાગ ઉપર, ઢીંચણ સુધી ઢળકતી નાડીને છેડે સાત-સાત રંગ ની ઉનના ગૂંથેલા ફુમકાં ઝુલી રહયા છે, કેડિયાની કસોને બાંધેલ ,કાંટા કાઢવાના અને કાનમાંથી મેલ કાઢવાના રુપેરી,નાના ,ઘુઘરીદાર ચીપિયા ટિંગાય છે.પાઘડીને માથે ખડાં છોગાં પવન માં ઊડઊડ થાય છે, ડોકમાં ભાતભાત ના પારાની બનાવેલી માળાઓ ચપોચપ શોભે છે હાથમાં કડિયાળી,પિત્તળના તારના ચાપડા ભરેલી ને ઘુઘરીઓ જડેલી ,લાંબી રુપાળી લાકડીઓ હિલોળા લે છે, કોઈ જુવાનિયા પાઘડી ઉતારીને માથે ખોસેલા અર્ધચંદ્રાકાર દાંતિયાથી પોતાના માથાના લાંબા લાંબા ચોટલા ઓળી રહ્યા છે. કોઈ પાઘડીમાંથી નાનકડી શીશીઓ કાઢીને આંખમાં સોયરું આંજે છે. કોઈ પાઘડીમાં ખોસેલ નાના-નાનાં આભલાં કાઢીને પોતાના નાક - નેણ જોતાજોતા ડોકની માળાના મેરનું ફૂમકું બરાબર વચ્ચોવચ ગોઠવતા ગોઠવતા, ઝીણી ઝીણી મૂછોને વળ દેતા, માથાના ચોટલાની પાટી બરાબર લમણા ઉપર વીંટતા વીંટતા સામસામા ઠઠ્ઠમશ્કરીઓ કરી રહ્યા છે. કોઈ ફુમકાંવાળી દોરીએ બાંધેલ બબ્બે પાવા વગાડીને લાંબો સૂર કાઢી રહ્યા છે.અને નદીના મોતી સમા નિર્મળ વહેણમાંથી અરીસ્સા જેવી હેલ્ય ભરીને મલકતી ચાલ્યે ચાલી આવતી જુવાન બાઈઓનાં મોં ઉપર પેલાં આભલાંનાં ઝળકઝળક પ્રતિબિંબો પાડી ,એ પનિયારીઓની કાળી-કાળી મોટી આંખોને અંજાવી દઈને કુડી-કુડી મૂંઝવણ ઉપજાવી રહ્યા છે, પનિયારીઓ બેડાં લાવી, ઠાલવીને, ઘેર પાણીની જરૂર ન હોય તોયે ધમાકા દેતી દેતી પાછી આવે છે- જાણીજોઈને બેઠી બેઠી બેડાં માંજ્યા જ કરે છે. એના કસુંબલ કીડિયા ભાતનાં, બાંધણીદાર ઓઢણાં, નદીને કાંઠે પવનમાં, કામદેવની ધજાઓ જેવાં ફરક ફરક થાય છે. કાનમાં પાંદડીઓ અને આકોટા હીંચે છે. નેણની કમાણો જાણે હમણાં કાનને અડી જશે એવી લંબાયેલી છે.નદીને કાંઠે રોજ પ્રભાતે રંગ જામતો તે આજેય જામ્યો છે. એ ગામનું નામ બીલખા. એ નાનકણી નિર્મળ નદીનું નામ ભટી. સગાળશા શેઠની ચેલૈયા દીકરાની જનકભોમકા એ બીલખામાં, બસો વરસ પહેલા ભાટી રાજપૂતોનાં રાજ હતાં. દીનોનાથ નવરો હશે તે દિવસ એણે આ ભીનલા વાનની ચોટલાવાળી, કાળા ભમ્મર નેણાળી, નમણી, કામણગારી અને જોરાવર રાજપૂતાણીઓને ઘડી હશે. શિવાલયને ઓટે આ ઘૂઘરીના અને ફૂમકાંના ઠાઠમાઠથી ઊભેલા રાજપૂતોને જુવાની જાણે આંટ લઈ ગઈ હતી. બધા મશકરીઠઠ્ઠામાં મશગુલ હતા ત્યાં પડખે થઈને એક બાવો નીકળ્યો. ભગવા વસ્ત્ર હતાં. કપાળે ભસ્મ હતી, માથે ભૂરિયાં ઝંટિયાં હતા: હાથમાં ઝોળી હતી. આલેક, આલેક કરતો બાવો ચીપિયો બજાવતો ચાલ્યો ગયો. કમરમાં ખોસેલી છરીનું ફુમકું બાંધતો એક મદોન્મત્ત જુવાનિયો બોલ્યો : "એલા, આ બાવો તો હવે હદ કરે છે." "હા,હા," બીજો જુવાન ચોટલો ઓૃળતો ઓળતો બોલ્યો. "બાવો તો વંઠી ગયો છે•, એની ઝોળી કયાંય તરતી નથી. ન લેવાની જગ્યાએથી પણ બાવો ભીક્ષા લે છે." "અરે મેં મારી નજરોનજર જોયુંને !" ત્રીજો હળવેથી બોલ્યો : "હમણે જ મરેલા ઢોરની માટી લઇને એ વયો જાય." "એલા,ત્યારે તો એને ફજેત કરવો જોવે. હાલો એની હાંડલી તપાસીએ. "હાલો,હાલો," એમ કહીને પટોપટ ચોટલા વીંટી લઇ માથે ફેંટા મેલી, આભલાં,શીશી અને દાંતિયા ફેંટામાં ખોસી,એ ફૂમકાંવાળા જુવાનો હાથમાં લાકડીઓ હિંડોળતાં-હિંડોળતાં નૂર સતાગર(બિલખા ના રાજા ભાયાજી ભાટી યા ભાયાઆતા ના રાજગોર સતા ગોર ઠાકર બ્રાહ્મણ છે )ની જગ્યામાં જઈ પંહોચ્યા.ત્યાં પરબ ધામ ના આધ્યસ્થાપક: પૂજય સંત શ્રી દેવીદાસ બાપુ અને બીલખાના રાજા ભાયા જૈસલમેર ભાટીના પરમ પૂજય ગુરુ બાવા જૈરામભારથીજી બેઠા-બેઠા ચલમ પીતા હતા.'આલેક ! આલેક ! બોમ ગરનારી ! કહીને.'એવો દમ મારતા હતા, કે ચલમ ને માથે વેંતના ઝડફા દેતી ઝાળ ઊઠતી હતી,ઓરડીમાં ચૂલા ઉપર હાંડી ચડાવેલી હતી,' અન્ન પાકતું હતું, "બાવાજી બાપુ ! અમારે હોકો ભરવો છે,જરા દેવતા માંડવા દેજો." "હા , બચ્ચા, ચલે જાઓ ચૂલાકે પાસ!" જુવાનીયા એક પછી એક ચૂલા પાસે ચાલ્યા.હાંડી ની ઢાંકણી ઉપાડી: જુએ તો અંદર ચોખા ફસફસે છે! વાઢે તોયે લોહી ન નીકળે એવાં ઝાંખા ડાચાં લઇને જુવાનો બહાર નીકળ્યાં. બાવો કળી ગયો હતો કોચવાઈ ને એ બોલ્યો: "કયોં ? દેખ લિયા ? ખુલાસા હો ગયા ? ઈતના અહંકાર ? જાવો સબકો કર્મ કા ફલ મિલેંગા" બાવાએ શાપ દીધો.(બિલખા-નવાગામ થી આઠ કીલો મીટર દૂર જંગલમાં સિદ્ધ સાક્ષાત્ કાલભૈરવનાથ રુપી ગુરુ જૈરામભારતી બાપુ નો ચેતન ધૂણો અને શિવાલય પહેલે થી જ આવેલ છે તે તપસ્વી જગ્યાને રામનાથ ની જગ્યા થી સૌ કોઈ જાણે છે, તે રામનાથની જગ્યાએથી જૈરામભારથી બાપુની આલેક ઝોળી ભીક્ષાટણ કરવા પંહોચે ત્યારે બિલખા રાજ મંત્રી તથા રાજગોર સતાજી ઠાકર બ્રાહ્મણના ઘર સીવાય આખા બીલખા કયાંય વિહાંમો લેતી નહી,સતાજી ગોર ,જૈરામભારથી ની સમા સત્સંગી તથા તપસ્વી હતા,સતાજી ગોરને જૈરામભારથીજી ના સહવાસથી અનોખુ બળ પ્રાપ્ત થયુ હતુ, તેની આભામાં એક ઝળહળતુ નૂર આવ્યુ હતુ,જેથી નૂર સતાગોર કહેવાયા હતા, હાંડીની ઢાંકણી ઉપાડી, ચોખા ફસફસે,બાવાએ શાપ દીધો એ રામનાથજગ્યાં ને સુસંગત વાત છે) ભાટી રાજપૂતોથી કોચવાઈને એ સંત ગિરનારની છાંયડી એ રામદાસજીની જગ્યામાં જઈને રહેવા લાગ્યા(જૈરામભારથી અને રામદાસજી એકજ છે,જૂઓ " પરબ ની પીરાય " લે:-પ્રભુદાન સુરુ ,વડીયા હાલ,ભાવનગર)ત્યાં એક દીવસ એક વૃદ્ધ સ્ત્રી,ભેળા સો-સો અસવારો લઈને,બાવાજીના દર્શને આવ્યા,બાવાએ ધૂણીમાંથી ભભૂતની ચપટી ભરીને કાઠિયાણી સામે હાથ લંબાવ્યો, "લે મૈયા,રામજી તેરે કો બીલખા કા ધની દેતા હૈ," સાઠ વરસની સ્ત્રીનુ કરચલિયાળુ મોઢું ધરતી પર ઢળ્યુ,બાવો તો એના બાપ જેવો હતો.પણ સ્ત્રીને ભોંઠામણ એ આવ્યું કે આવા તે વચન કાંઈ ફળે ? હવે સાઠ વરસની અવસ્થાએ કાંઈ દીકરો થાય  ? પણ બાવોજી જાણતો હતો કે એ સ્ત્રીને માથે કયાં કાઠીનુ ઓઢણું પડયું હતું. કે' ડેરા કે ડોઢિયું, કે આવાસ કે 'વાય,(પણ)વીરો વ્રહમંડળ સરખો,(જેની)સા'માં જગત સમાય. (કોઈ કોઈ વીર પુરુષો એવા હોય જેને ડેરા તંબુની ઉપમાં આપી શકાય એથીયે મહાન નરવીરો હશે,જેને ઘરની ડેલીઓ સાથે સરખાવાય ,એથી પણ ચડીયાતા હોય.તેને આખા આવાસ જેવા મહાન હોવાનુ માન અપાય, પણ વીરોવાળો તો કેવો ? આકાશ જેવડો એની છાયામાં તો આખું જગત સમાય) જેતપુર ના પોણાબસો ગામડાં બલૂચોના હાથમાંથી જીતી લેનાર મિતિયાળાના વીજાજી ખસિયાગોહીલ ને તોડવામાં સામતજી ખુમાણ ને સહાય કરનાર,અને ચિત્તળના જંગમાં આતાભાઈ (ભાવનગરના રાજા)સામે આફળનાર એ નર બંકા કાઠી વીરાવાળાની વરદાન પામેલી કાઠિયાણીને સાઠ વરસે ઓધાન રહ્યુ,નવ મહીને પૂનમના ચાંદ જેવો દીકરો અવતર્યો.બાવાજીનો બક્ષેલો એટલે એનુ નામ ઓઘડ પાડયું. ભરજોબનમાં વહેતી એ ઊંડીને ગાંડી ભાદરનદીના ઊંચા કાંઠા ઉપર વીરાવાળાના વાસ હતા,

રવિવાર,08/03/2020 ના રોજ સંદેશ પેપર સંસ્કાર માં ગતાંકથી શરુ...

જૂનાગઢ ના બાબીરાજાને ઓઘડ અવતર્યાના ખબર મળ્યા.વીરાવાળાની સાથે બાબી સરકારને બે સગાભાઈ જેવી હેતપ્રીત હતી,તેથી કુંવરપછેડો તો કરવો જોઈએ,બીલખા નો ત્રીજો ભાગ જૂનાગઢ ના હાથમાં હતો (જૈસલમેર ભાટીયોં ના સો વરસ પુરાણા ગામ ગિરાસના વહીવટી હસ્તપ્રત લેખો ,પરવાના,રુક્કા,અન્ય ઈતિહાસિક લેખા-જોખા વંચાણે લેતા જણાય આવે છે કે:-જૂનાગઢ હકુમત ના સારસંભાળ, સતાના રક્ષણ નુ કવચ વીર જસાજી ભાટીને મહમુદશાહે જૂનાગઢ માંડવી નો ચોથો હક્ક અને ગિરનારના ચૌદ ,નાંકા સ્વતંત્ર સિરપાંવ જૈસલમેરીયા ને કર્યાં હતા સંવત,1532 ,જયેષ્ઠ સુદ પડવે,)પણ મદમસ્ત ભાટી રાજપૂતો જૂનાગઢને એ ત્રીજો ભાગ પણ સખે ખાવા દેતા નહોતા:એક હાથ જીભ કઢાવતા. (મહમુદશાહ બેગડાના વંશની સલ્તનત અસ્ત થઈ,નવા બાબીવંશનો શેરખાન(બાહદરખાન)રાજાએ જૂનાગઢમાંડવીનો હક્ક જૈસલમેરી નો છિંનવી લીધો પણ બીલખા ની આમદની નો ત્રીજો ભાગ કર ભરવા ભાટીયોં ને કનડયાં કર્યાં હતા,) અને બીલખા ના દરબાર માં સેનાનાયક પદભૂષણ ભાટીયોંના વફાદાર ખાંટવીરો ના જૂનાગઢ ફરતાં ગામ વીંટળાઈ વળ્યા હતા, બાબીરાજા એ વિચાર્યું કે આ વીરોવાળો ભાટી રાજપૂતોને પૂરો પડશે.બીલખા ની પાટી સોરઠ સરકારે ઓઘડવાળાને કુંવરપછેડામાં બક્ષી. કાઠિયાણીને સાંભર્યું કે બાવાની વાણી સાચી પડી.ઓઘડવાળાતો અવતરતા ની સાથે જ બીલખાના ત્રીજા ભાગ નો ધણી થઈ ચૂકયો.વીરાવાળાએ કુંપા અને કાંથડ નામે બે મોટેરા દીકરાને જેતપુર ની પાટી ભળાવી.અને પોતે ઓઘડની સાથે બીલખે જઈને ખોરડા બાંધ્યા. જેની એક હાકલ થાતાં તો ખાંટોની બાર હજાર ચાખડીઓ બીલખાને ચોરે ઉત્તરે ,હથિયાર બાંધનારો એક પણ ખાંટ જોદ્ધો ઘરમાં સંતાઈને ન રહી શકે,

(લોલ નદીને કાંઠે સાબલપુર ની લડાઈ માં પૂરબીયા રાજપૂત વસંતરાય મિત્રતા ને ખાતર જૂનાગઢ સામે ભીડીયા ,લડાઈમાં બીલખા ના સૈન્યની મોટી ખુવારી થઈ,બીલખા દરબારની હાર થઈ હતી, જુઓ "સૌરાષ્ટ્રનો ઈતિહાસ" લે:-શ્રી શંભુપ્રસાદ હ, દેસાઈ તથા, "ધંધૂકા વ બીલખા કે-" જૈસલમેર ભાટીયોં કાં ઈતિહાસ" લેખક:-m, a,b,ad જૈસલમેર નિવાસી શ્રીનન્દકિશોર શર્મા, જૈસલમેર ભાટી ભાયાની પાકડી ઊંમર સીંતેર વરસે ટાંડામુંડા ગણ્યાં - ગાડીયા સીવાય કોઈ જોદ્ધો બચ્યો ના હતો,)

તેવા રાજપૂત રાજા ભાયામેરની આણ કુંડલાના ઝાંપા સુધી વર્તાતી હતી, ચોરે રોજ સવાર સાંજ અડાબીડ ડાયરો ભરાતો હતો.હાથીની સૂંઢ જેવી ભૂજાઓવાળા હજાર-હજાર કાળઝાળ રાજપૂતો વીરાસન વાળીને બેસતાં હતા,મોઢા આગળ માનાસાઈ કે શિરોહીની તરવારો પડતી,ભૂતના છરા જેવા ભાલાં ચોરાની થાંભલીએ-થાંભલીએ ટેકવાતાં અને આભલાં જડિત મોસરિયાં મોઢાં ઉપરથી છોડી-છોડીને જયારે દાઢીના પલ્લા ઝાટકતાં-ઝાટકતાં સામસામા શૂરવીરોના રંગ દઈને કસુંબાની અંજળિઓ લેવાતી ત્યારે પોતાના લાંબા-લાંબા કાતરા છુટા મેલીને આતો ભાયો પણ સોનાના તારે મઢેલા નકશીદાર હોકાની ઘૂંટો લેતો-લેતો બેસતો.આતા ભાયાની મુખાકૃતિમાં ભારી રુડપ હતી.આતો ભાયો દાઢી,મુછ અને માથાના વાળને ગળીમાં રંગતો.ઘડપણમાં એણે નવુ ઘર કર્યું હતું..

શ્રી સંદેશ પેપર માં સંસ્કાર પૂર્તી રવિવાર,08/03/2020 માં

🌻 દૂશ્મન 🌻

ગતાંકથી શરુ...

આતા ભાયાની મુખાકૃતિમાં ભારી રુડપ હતી, આતો ભાયો ! દાઢી,મુછ અને માથાના વાળ ને ગળીમાં રંગતો. ઘડપણમાં એણે નવું ઘર કર્યું હતું..

(જૈસલમેર દરબાર ભાયાઆતા પરાય સ્ત્રી પર કયારેય નજર પણ નાંખતા નહી,ચારિત્રપાવિત્રતા તેના જીવનમાં ઠાંસોઠાસ ભરેલી હતી,એથી કવિઓએ તેના જીવનમાંથી દોહ્યેલ કેટલાક દોહરા પ્રસ્તૂત છે,

ભાયો તો ભાયો ભલો ,સુભટ બીલખા પર | ગઢ પતી બૈંઠે ગાદીયે , ખૈં ઘર નો આસર ||1||

(બીલખાના રાજા ભાયાઆતાની ઈન્દ્રીય ધોય પાણી પીવરાવવાથી ગર્ભવતી સ્ત્રીને બાળનો જન્મ પીડારહીત થતો હતો, અ પરી ગ્રહ (પરનારી)આથી ભાયોઆતો પરનારી કહેવાય છે,) ||દોહરા ||

પરનારી કાઓં પણા વાળો વીરમદે | ત્રીજો તો ભાળો બીલખ પર ભાયલા ||2|| આરે જઈ ઉભી નઈ નારી નીરખવાં| ભારે વીરહ ભાયા દિપે તો કણે દુદાઉત||3|| ઘર મામા જો ,ઘર દુદારો કુળદીપ | ભડ વંકો ભાયો ભલો આશી સંધુ દીપ||4|| સંવત સત્તર ઈઠ્ઠોતેર દશમ આસુ સુદી દીન | ભૂપ બીલખ પર ભાયો ભલો બર જીવન કીન ||5||

આતા ભાયા!" ડાયરામાં વાતો ચાલી: "જૂનાગઢે તો જુગતિ કરી.હવે એક મ્યાનમાં બે તરવાર્યુ કેમ સમાશે?" "એનો નિવેડો આણી નાખશું, બા !" ભાયા મેરે મૂછોને વળ દેતાં કહ્યુ : "કાં કાઠી નહી ને કાં રાજપૂત નહીં." રાજપૂતો વીરા વાળાની વસતીને સંતાપવા મંડ્યા : એના ઊભા મોલ ભેળવી દે છે; પણ હવે તો ઓઘડવાળાનેય મોઢે મૂછના દોરા ફૂટતા હતા. એની સુવાસ આખા મલકમાં ફોરવા માંડી. એને ચારણોએ બરદાઈ દીધી- તોળે ઘર તાંબડિયું તણે, દૂધ દડેડા થાય, (એમાં) ધરપતિયુંનાં ઢંકાય, વાજા ઓઘડ વીરા ઉત. (વીરા વાળાના કુંવર ઓઘડ વાળા, તારે ઘેર એટલી બધી ભેંશો બાંધી છે કે અેને દોહતી વખતે તાંબડીમાં દૂધની ધારોનો જે અવાજ બીજા રાજાઓનાં વાજિંત્રોના- શરણાઈ અને ઢોલના- નાદને પણ સંભળાવા દ્યે નહીં એટલો પ્રચંડ બને છે.) ધીમે ધીમે વીરો વાળો પોતાના માણસો જમાવવા મંડ્યો. બીલખાની જમીન દબાવવાનો આદર કર્યો. એક દિવસ વીરોવાળો ઘેરે નથી; જુવાન કાઠીઓને લઈને ક્યાંક ચડી ગયેલો.વાંસેથી એની લીલીછમ વાડીમાં રાજપૂતોએ બે બળદ ચરવા મુકયા,બળદને પકડીને વીરાવાળાનો કાઠી, દરબારી વાસમાં દોરી આવ્યો.ઓઘડવાળાના વહુ જે ઓરડે રહેતાં હતાં તેની ફળીમાં જ બળદ બાંધી દીધા.પાકટ ઉંમર ના કાઠીઓ આઈની ચોકી કરતા-કરતા ફળીની બહાર આઘેરા બેઠા હતા.કોઈનુ ધ્યાન નહોતું. ત્યા ભાયામેર ની નવી વહુનો ભાઈ ભેટમાં તરવાર ,એક હાથમાં ભાલું અને બીજા હાથમાં દસ્તો લઈને આવ્યો ,પરબારો આઈને ઓરડે પંહોચ્યો.પરમેશ્વર જાણે કે ઘર રમવા સારુ પાશેર માટીમાંથી જ પૂતળી ઘડી હોય તેવી રુડી કાઠિયાણી ઉંબરામાં બેઠી-બેઠી પોતાના હાથ પગ ધોતી હતી,પણ ભાયાનો મદોન્મત્ત સાળો અચકાયો નહી ,સડેડાટ ચાલ્યો આવ્યો અને બળદ છોડયા.બાઈએ ગર્જના કરી મુકી. "આંહી કોઈ કાઠીના પેટનો છે કે નહી ? ન હોય તો લાવો બરછી મારા હાથમાં. આમ તમને રાજપૂત ગરાસ ખાવા દેશે ?" બુઢાપામાં જેના ડોકાં ડગમગી રહ્યા હતા, તે ડોસાઓ એકાએક આ અવાજ સાંભળીને ઝબકી ઊઠયા ,અને એક જણાએ દોડીને ભાયાના સાળા ઉપર બરછી નો ઘા કર્યોં, પાડા જેવા એ પહેલવાન ના પ્રાણ નિકળી ગયા.ગામમાં તેની ખબર પડી ત્યાં તો ખાંટ ની પાટીમાં ગોકીરો થયો અને ભાટીયોં ચડી આવ્યા .એ ધીંગાણા માં એંશી જૈસલમેરી જુવાનો મર્યા અને ચાળીસ બુઢ્ઢા કાઠીદરબારો કામ આવ્યા, ભાયાઆતા ને મનમાં થયુ :' બહુ થયુ ! વીરોવાળો કટકોય નહી મેલે.' બન્યા તેટલા ઉચાળા લઈને એ ભાગ્યો ,.ગોંડળ નુ ગામ સરસઈ છે, ત્યાં ગયો . ભા' કુંભાનુ શરણ માગ્યું.ભા, કુંભા તે વખતે ગોંડળ ના નવા ગામ વસાવતા હતા,' દગાથી આજીજી થી ને તરવારથી ગરાસ કમાતા હતા.સં.1809 ની અંદર નવાબ ની સાથે એને નવાગઢ મુકામે લડાઈ થઈ ત્યારે જેતપુર વીરાવાળાએ અને ભાયામેર ના ભાઈ જૈમલમેરે આવીને એને મદદ કરી હતી, ( સં.1778 .બીલખાના ભાયાજી ના બે પુત્રો દાસાજી અને લાખાજી આ વીર લાખાએ ગિરનાર ઘોર જંગલમાં માળવેલા ,બોરદેવી રહેવા મૈડીયુ બનાવેલ આજ તે લાખા મૈડી થી ઓળખાય છે, સં.1835 માં બીલખા છુંટયું જે ગુરુ શ્રી જૈરામભારથી જી એ સં.1819 માધૅ માસ ની અષ્ટમી એ શાપેલુ હતુ, વીર લાખાજી નો પુત્ર જૈમલ છે, જેણે જુનાગઢ માથે સં.1864 માં બહારવટુ ખૈડયુ હતુ, તે જૈમલ બીલખા ના રાજા ભાયાઆતા નો સીધી લીટીનો પૌત્ર છે,આથી 1809 મા ગોંડળ ભા,કુંભા ને મદદ આપે તે બંધબેસતા પહેલા સમય કાળ અને ઉંમર નો વિચાર માંગે છે,)

વીરાવાળાને કુંભાજીએ કાગળ લખ્યો કે આંહી પધારો ,બીલખા ના સીમાડા નક્કી કરી આપીને હૂં તમારો કજીયો પતાવું'. વીરોવાળો તે વખતે જ જેતપુર થી આ ખબર સાંભળીને બીલખે આવેલો. જૈસલમેરીયા ના લબાચા વીંખાવાની તૈયારી હતી: પણ એને ભા,કુંભા ઉપર ભરોસો બેઠો .પચીસ ઘોડે એ સરસઈ માં ભા,કુંભાનો મહેમાન બન્યો, સરસઈ ગામના દરબારગઢ માં બે સામસામી દોઢી : એકમાં ભાયા નો ઉત્તારો , રોટલા ખાવાને વખતે એક પડખે રાજપૂતો ની પંગત અને બીજે પડખે કાઠીદરબારો ની પંગત પડતી.વચ્ચે ઊભા-ઊભા ભા,કુંભો હુકમ કરતા જાય કે દૂધ ના બોઘરાં લાવો, દહીં નાં દોણાં લાવો,ઘી ની તાંબડી ઓ લાવો, પોતે હાથમાં તાંબડી લઈને મહેમાનોને પીરસવા માંડે, હાકલા પડકારા કરે, સામસામાં બટકાં લેવરાવે, ઘડીવાર ભાયા ની થાળીમાંથી કોળીયો લે, વળી ઘડીવાર વીરાવાળાના ભાણામાં બેસી જાય. મહેમાનોનાં હૈયામાં આવી પરોણાગત દેખીને હેતપ્રીત માતી નહોતી. એમ કરતાં બે દિવસ વીત્યા. ભા' કુંભો શાની વાટ જોતો હશે ? ગોંડળથી કાંઈક આવવાનું હતું; પરોણાચાકરી હજુ અધુરી હતી. ત્રીજે દિવસ સવારે ભાયો પોટલીએ (દિશાએ) ગયા હતા. પાછા આવીને નદીમાં એક વીરડો હતો ત્યાં કળશિયો માંજવા બેઠા. ઊંચે જુએ ત્યાં એક છોકરી બેઠેલી. છોકરી થરથરતીહતી. ભાયોઆતો બોલ્યો : "અરે બેટા મોતી ! તું આહીં ક્યાંથી ? બીલખેથી ભાગી કેમ ગઈ, દીકરી ?" મોતીના હૈયામાં જીવ આવ્યો. એ બોલી: "બાપુ, મારી ભૂલ થઈ : મેં તમારા ગઢનું સુખ ખોયું." "ના રે ના, કાંઈ ફિકર નહીં, દીકરી! તારી મરજી હોય ત્યાં સુધી આંહી રહેજે. વળી આંહીથી જીવ ઊઠી જાય ત્યારે બીલખે આવતી રે'જે. આ લે, આ ખરચી".ભાયા આતે છોડીના હાથમાં ત્રીસ કોરી દીધી. ભાયામેરના ગઢની એ વડારણ ભાગીને ભા' કુંભાના ગઢમાં આવી હતી. આજ એ સંતાતી ફરતી હતી. એના મનમાં ફડકો હતો કે ભાયો આતો ભાળશે તો મારશે. પણ આ તો ઊલટી ત્રીસ કોરી મળી ! જમવાની વેળા થઈ.બાજઠ નખાણા .કાંસાની તાંસળીઓ મુકાઈ ગઈ.પંગત સામસામી બેસી ગઈ.આજ ચૂરમા ના લાડુનું જમણ હતું. ભા,કુંભો મહેમાનોની વચ્ચે ખિલખિલાટ હસતા અને હાંસી કરતા-કરતા ઘુમતા હતા,આજ એનો આનંદ છોળો મારતો હતો,તાંસળીઓમાં લાડવા પીરસાઈ ગયા.પંગતમાં ફકત ભાયામેરની જ વાટ જોવાતી હતી,ભાયો તો દરબારગઢ ની ઘોડાર ની પછીતે પેશાબ કરવા ગયો હતો,પેશાબ કરીને ઊઠે છે,ત્યાં સામેથી સિસકારો સાંભળ્યો:ઊંચુ જુએ તો મોતી વડારણ ઊભેલી.દાસી મોતીએ ઈશારો કર્યો. ભાટી ભાયોઆતો એની પાસે ગયો "બાપુ ! ઝેર !" મોતીનો સાદ ફાટી ગયો

શ્રી સંદેશ પેપરમાં સંસ્કાર પૂર્તી રવિવાર,15/03/2020

ગતાંકથી શરુ...

"ઝેર ? કોને, મને ?" "ના, બાપુ ! વીરાવાળાને." એકલા વીરાવાળા જ ?" " હા ! આજે જ ગોંડળ થી અસવાર લઈને આવ્યો.લાડવાનું બટકું મોઢામાં મેલ્યા ભેળા જ એ ફાટી પડશે." "ઠીક, જા, બેટા!" જૈસલમેરી ભાયો કમજૌર તોય ભલો વળ્યો.એકજ ઘડીમાં એના અંત્તરમાં અંજવાળુ થયું: અરરર ! હૂં ભાટી ! હૂં જૈસલમેર દરબાર નુ સંતાન ઊઠીને વીરાવાળા જેવા વીર શત્રુને કુતરાને મૌત મરવા દઈશ ? ક્ષત્રિયત્વ લજાય ,પણ હવે શું કરું ? ઉઘાડો ઊઠીશ તો જાડેજા દરબાર ગોંડળના રાજા ભા,કુંભો જી ... મારા કટકા કરી નાંખશે અને વીરોવાળો ભેદ નહી સમજે. હૈં...કૃષ્ણ ધણી,! કાંઈક સમત દે, જય શ્રી કૃષ્ણ ,જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ આમાં થી દશ્ય (દહય-દિશા) સુઝાડય ! પેશાબ કરીને ભાયોઆતો પંગતમાં આવ્યો હાથ-મોં ધોઈને ભાણા ઉપર બેઠો. એની હિલચાલમાં,અને આંખોના પલકારામાંયે કયાંય આકુળતા નથી. ભા,કુંભાની સાથે એ ખડખડ હસી રહયો છે, ભા,કુંભાએ સાદ કર્યો:" ત્યારે હવે બા , કરો ચાલતું."પણ ભાયાઆતો તો દલ નો રાજા હતો, હૈંયામાં હરી કૃષ્ણ જાગી ગયા હતા,જયાં વીર વીરાવાળા લાડવો ભાંગીને બટકું ઉપાડે છે ત્યાં તો ભાયોમહેર કોચવાતે અવાજે, જાણે રિસામણે બેઠો હોય તેમ ,બોલી ઊઠયો: એ બાપ ,વીરાવાળા ! આજ તું જો મારું સમાધાન કર્યા પહેલા ખા, તો ગા ખા, હો!" આખી પંગત ના હાથ લાડવાના બટકા સોતા થંભી રહયા. વીરાવાળાએ બટકું હેઠું મેલ્યુ.સહુએ ભા,કુંભા સામે જોયું.ભા,કુંભાની ને ભાયાની નજર એક થઈ . ભા'કુંભો સડસડાટ ગઢના કોઠામાં ચડી ગયો.અંદર થી બારણાં વાસી દીધાં.જમનારાંના મોં ફાટયાં રહયા. પાસે બિલાડી ફરતી હતી, વીરાવાળાએ પોતાના લાડવા માથી એક બટકું એને નાંખ્યુ. બટકું સૂંઘતા જ બિલાડી ઢળી પડી. સમજાણું કે આ સોગંદ નહોતા, સાવધાની હતી. ભાયા ! મારા જીવન દાતા ! "એમ કહીને વીરાવાળા એ દોટ દીધી. ભાયામહેર ને બથમાં ઘાલીને ભીંસ્યો. કોઠાની સામે જઈને ચીસ નાંખી: વાહ, ભા,કુંભા ! વાહ...ભાઈબંધ ! ભા, કુંભા  ! કોઠો ઉઘાડીને જો તો ખરો ...દાનો દૂશ્મન કેવો ? હોય છે એ જોયને પાવન થા, પાપિયા! તરત જૈસલમેરી ભાયાજી એ એને વાર્યો: વીરાવાળા! એ બધી પછી વાત એક વાર ઝટ ઘોડે ચડી જા ! ભાયા, તૂં હાલ્ય. જયાં તારા ઘોડાના ડાબલા પડે ત્યાં હૂં વગર બોલ્યે સીમાડો કાઢી આપું હાલો , ઝટ ઘોડાં પલાણો. અન્નદેવતાને બે હાથ જોડીને પગે લાગી બે શત્રુઓ ઘોડે ચડયા. બીલખામા ભાયાજી એ માંગ્યુ એ મુજબ વીરાવાળાએ સીમાડો કાઢયો. બેય જણા જીવ્યા ત્યાં સુધી ભાઈબંધ રહયા.

ભાયાજી ના મોત પછી ધીરેધીરે ભાટી રાજપૂતો એ પોતાની જમીન ઓઘડવાળાને ઘેર મંડાવી દીધી.અત્યારે બીલખા પાસે ફકત વાઘણીયા નામનું એક ગામ વાઘાજી વસાવેલું મોજૂદ છે .બાકી નો બધો ગરાસ છુંટી ગયો છે, (નોંધ:- બીલખા રાજા ભાયાજી નો પૌત્ર વીર જૈમલજી ને નાથુજી,જસાજી ,ને ભોજાજી નામના ત્રણ પુત્રો હતા બીલખા છુંટયા પછી મોજે ,સોડવદર - પાદરીયા નીચે અઢાર ગામ ગિરાસ નો હકક હિસ્સો વીર જૈમલજી એ જૂનાગઢ પાસે બાહુબળે મેળવ્યો હતો, શ્રાપેલ બીલખા ને પાછુ મેળવવુ નહી, બુઢ્ઢાઓ ના પાટતા,બીલખા છુટયાં પછી કોઈ દીવસ બીલખા મેળવવા લડાઈ ના લડી, ગિરનાર ના ચૌદે ચૌદ નાંકા ઓ, મંડલીકપુર- વાઘણીયા નીચે સાત ગામડા,પાટવડ -હસ્નાપુર (ડેરવાણ-પસવાળા) ,દશ ગામ ભોગવટો, નવાબ સાહેબે ચળકપટ,ને દગાબાજીથી જૈસલમેર ભાટીયોં નો જુટવ્યો વિગેરેના હાલ હવાલ ઈતિહાસ કાળના પેટાળ મા પડયો છે, સમયસંજોગે શ્રીકૃષ્ણ શક્તિ બક્ષસે તો આપ ને શરણે ધરવા આતૂર થઈશ.

રાષ્ટ્રીય શાયર અને સાહિત્યના ભીષ્મપિતા,લોકો ના હ્રદય પર રાજકરવા વાળા આદરણીય સ્વ:શ્રી ઝવેરચંદ મેઘાણીજી ને પ્રથમ વંદન,

શ્રી મેઘાણીજી સંતાન શ્રી જયંત મેઘાણીજી ને નમસ્કાર.

શ્રી ગુર્જર રત્નગ્રંથ

(અમદાવાદ)કાર્યાલય નો આભાર

શ્રી સંદેશ અખબાર કંપની એ સાચી વાત લોકોના હ્રદય સુધી પંહોચાડવાનુ કામ કર્યું તેથી અમો તેના સદેવ રુણી છીએ, આભાર ,નમસ્કાર

સાદર :-સંકલન વ પ્રસ્તૂત કર્તા

                  અરમાનસિંહ ભાટી-પસવાલા,